PM Modi Gujarat Visit: અમદાવાદમાં PMના દમદાર પ્રચારની તડામાર તૈયારી, 3 જનસભા અને કરી શકે છે 30 કિ.મી લાંબો રોડ શો!
Gujarat Election 2022: આવતી કાલથી બે દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી રહ્યા છે અને બીજા તબક્કા માટે બે દિવસ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 જનસભા ગજવશે. જેમાં છોટાઉદેપુર, કાલોલ, હિંમતનગરમાં સભા ગજવશે.
Trending Photos
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે ચૂંટણીનો પ્રચાર પડધમ શાંત થઈ ચૂક્યો છે. હવે બીજા તબક્કામાં ચૂંટણી પ્રચાર શરૂ થયો છે અને તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર આવતીકાલથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
આવતી કાલથી બે દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી રહ્યા છે અને બીજા તબક્કા માટે બે દિવસ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 જનસભા ગજવશે. જેમાં છોટાઉદેપુર, કાલોલ, હિંમતનગરમાં સભા ગજવશે. એટલું જ નહીં, અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાશે.
પીએમ મોદી અમદાવાદમાં ભવ્ય રોડ શો કરશે
આવતીકાલથી પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે અને છોટાઉદેપુર, કાલોલ, હિંમતનગરમાં સભાઓ કરવાના છે ત્યારે PM મોદીને આવકારવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ અમદાવાદમાં PM મોદીના ભવ્ય રોડ શોનું આયોજન છે. એટલે આવતીકાલ બપોર બાદ 30 કિલોમીટર લાંબો રોડ શો કાઢવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. PMOની મંજૂરી બાદ સત્તાવાર જાહેરાત કરાશે. PMOની મંજૂરી મળ્યા બાદ પીએમ મોદીના રોડ શોના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે, આવતીકાલે બપોર બાદ પીએમ મોદીનો રોડ શો યોજવાની શહેર ભાજપની તૈયારીઓ છે. 30 કિલોમીટર લાંબા રોડ શોમાં પીએમ મોદી અમદાવાદની તમામ વિધાનસભા બેઠકો આવરી લેશે.
બીજા તબક્કામાં અમદાવાદની તમામ બેઠકોનું મતદાન થવાનું છે. જો કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને હજુ સુધી કોઇ સત્તાવાર પરવાનગી મળી નથી. જો પરવાનગી મળશે તો પહેલી વખત વડાપ્રધાન મોદી અમદાવાદમાં 30 કિલોમીટરનો રોડ શો કરશે. આવતીકાલે બપોરે 3 કલાકે PM મોદી રોડ શો યોજવાના છે. નરોડાથી શરુ કરીને ચાંદખેડા સુધી રોડ શો યોજાવાનો છે. શહેરની તમામ બેઠક આવરી લેવાય એ રીતે પીએમના રોડ શોનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે.
રૂટની વિગતો
નરોડા ગામ- બેઠક -નરોડા પાટિયા સર્કલ - કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી -સુહાના રેસ્ટોરન્ટ- શ્યામ શિખર ચાર રસ્તા - બાપુનગર ચાર રસ્તા- ખોડિયારનગર - BRTS રૂટ વિરાટનગર - સોનીની ચાલી- રાજેન્દ્ર ચાર રસ્તા -રબારી કોલોની- CTM થી જમણી બાજુ - હાટકેશ્વર ચાર રસ્તા- ખોખરા સર્કલ- અનુપમ બ્રિજ- પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા - ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ ચાર રસ્તા- ડાબી બાજુ- શાહ - આલમ ટોલનાકા - દાણીલીમડા ચાર રસ્તા- મંગલ વિકાસ ચાર રસ્તા- ખોડિયારનગર બહેરામપુરા- ચંદ્રનગર - ધરણીધર ચાર રસ્તા- જીવરાજપાર્ક ચાર રસ્તા- શ્યામલ ચાર રસ્તા- શિવરંજની ચાર રસ્તા- હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા- પલ્લવ ચાર રસ્તા- પ્રભાત ચોક - પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા- વ્યાસવાડી - ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ - સાબરમતી પોલીસ સ્ટેશન - વિસત ચાર રસ્તા - જનતાનગર ચાર રસ્તા - IOC ચાર રસ્તા ચાંદખેડા
મહત્વનું છે કે, 1 ડિસેમ્બર એટલે કે આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે પીએમ મોદીના બીજા તબક્કાના મતવિસ્તારો પર હવે ફોકસ કરી રહ્યા છે. અમદાવાદમાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે. જેથી અમદાવાદની બધી બેઠકોને આવરી લેવાય તેવા શક્તિ પ્રદર્શનનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે