Kankrej Gujarat Chutani Result 2022: કાંકરેજમાં કોંગ્રેસનો પંજો, અમૃત ઠાકોરનો વિજય

kankrej Gujarat Chunav Result 2022: કાંકરેજ વિધાનસભા બેઠક પર અત્યાર સુઘીમાં 12 ચૂંટણીઓ યોજવામાં આવી છે. કુલ 12 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 6 વાર, ભાજપે ત્રણ વાર, જનતા પાર્ટી અને જનતા દળે એક-એક વાર જીત મેળવી છે. આ બેઠક પર સૌથી વધુ ધારસિભાઈ ખાનપુરા 4 વાર જીત્યા છે.

Kankrej Gujarat Chutani Result 2022: કાંકરેજમાં કોંગ્રેસનો પંજો, અમૃત ઠાકોરનો વિજય

Kankrej Gujarat Chutani Result 2022: આ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે 6 વખત અને ભાજપે 3 વખત કર્યો છે કબજો.કાંકરેજ વિધાનસભા બેઠકની વાત કરીએ તો તે શિહોરી તાલુકાનું મુખ્ય મથક છે. અહીં કાંકરેજ દેશભરમાં પશુધન માટે જાણીતું છે. આ ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો મતદારોને પોતાની તરફેણમાં બનાવવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. આ માટે વિવિધ વચનો અને દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે.

બનાસકાંઠા 

4 ભાજપના ઉમેદવારો વિજેતા
કોંગ્રેસના 4 ઉમેદવારો વિજેતા
અપક્ષ એક ઉમેદવાર વિજેતા..

દિયોદર -ભાજપ -કેસાજી ચૌહાણ
થરાદ-ભાજપ -શંકર ચૌધરી 
પાલનપુર -ભાજપ -અનિકેત ઠાકર
ડીસા-ભાજપ -પ્રવીણ માળી

કાંકરેજ-કોંગ્રેસ -અમૃત ઠાકોર 
વાવ-કોંગ્રેસ -ગેનીબેન ઠાકોર
વડગામ-કોંગ્રેસ -જીગ્નેશ મેવાણી
દાંતા -કોંગ્રેસ -કાંતિ ખરાડી

ધાનેરા -અપક્ષ -માવજીભાઈ દેસાઈ

બનાસકાંઠા
કાંકરેજ વિધાનસભા
13 રાઉન્ડ પૂર્ણ
કોંગ્રેસ 4113 મતથી આગળ.

દીયોદર 
7022 બીજા રાઉન્ડ ના અંતે કેસાજી ચૌહાણ આગળ

બનાસકાંઠા
કાંકરેજ વિધાનસભા
13 રાઉન્ડ પૂર્ણ
કોંગ્રેસ 4113 મતથી આગળ.

કાંકરેજ 
બીજા રાઉન્ડમાં 1350 કીર્તિસિંહ વાઘેલા આગળ

બનાસકાંઠા જિલ્લો
 
બેઠક : કાંકરેજ
રાઉન્ડ : 1 
પક્ષ : કોંગ્રેસ આગળ  
મત : 800 મતથી આગળ

કાંકરેજ વિધાનસભા બેઠક(બનાસકાંઠા)
ઉત્તર ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ વિધાનસભા બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટીએ 15માં ક્રમાંકની બેઠક છે. કાંકરેજ બેઠક બનાસકાંઠા જિલ્લામાં આવે છે અને સંસદીય રીતે કાંકરેજ બેઠકનો લોકસભા બેઠકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં સમગ્ર કાંકરેજ તાલુકાનો તથા ડીસા તાલુકાના દક્ષિણ વિભાગના 18 ગામોનો સમાવેશ થાય છે.

2022ની ચૂંટણી
2022ની ચૂંટણીમાં કોંગ્રેસના અમૃતજી ઠાકોર, ભાજપમાં ચાલુ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કીર્તિસિંહ વાઘેલા અને આમ આદમી પાર્ટીના મુકેશકુમાર ઠક્કર કાંકરેજ વિધાનસભામાં મેદાને છે જેમાં કાંકરેજ વિધાનસભા વિસ્તારના લોકો કોને જીતાડે છે એતો આવનારો સમય જ બતાવશે.

2017ની ચૂંટણી
કાંકરેજ વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલાએ કોંગ્રેસ ઉમેદવાર જાલેરા દિનેશજીને હરાવીને જીત મેળવી હતી.

2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક જીતી હતી. કોંગ્રેસ ઉમેદવાર ધારસિભાઈ ખાનપુરાએ ભાજપ ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલાને હરાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news