Gujarat Chutani 2022 : ગુજરાતમાં સરકાર બનાવવા લકી બેઠક, અહીં જે ચૂંટાય સરકાર એની બને
Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ગુજરાતની લકી બેઠકની અંગેની કહાની જાણવા જેવી છે
Trending Photos
E Samay Ni Vat ચિંતન ભોગાયતા/અમદાવાદ : હાલ ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતની રાજનીતિને લઈને ઘણી વાયકાઓ છે. આજે રાજકારણની એવી જ એક રસપ્રદ કહાની વિશે જાણીશું. ગુજરાતની એક એવી બેઠકની વાત કરીશું જે રાજકીય પક્ષો માટે શુકનિયાળ માનવામાં આવે છે. કઈ છે એ બેઠક આવો જોઈએ.
જેમ ગુજરાતના મુખ્યમંત્રીના નિવાસસ્થાન માટે માન્યતા છે એવી જ રીતે ગુજરાતમાં અને દેશમાં કોની સરકાર બનશે એ માટે પણ એક માન્યતા છે. અને એ માન્યતા એવી છે કે વલસાડમાં ધારાસભ્ય જે પક્ષનો ચૂંટાય રાજ્યમાં સરકાર એની બને અને વલસાડ લોકસભા ક્ષેત્રમાં સાંસદ જે પક્ષનો ચૂંટાય કેન્દ્રમાં એ પક્ષની સરકાર રચાય.
આપણે એવાં કેટલાંક ઉદાહરણો પર નજર કરીએ...
શરૂઆતથી વાત કરીએ તો 1962માં કોંગ્રેસમાંથી સુવાસબેન અરવિંદ મજમુદાર, 1967માં કોંગ્રેસમાંથી કેશવભાઈ પટેલ ચૂંટણી જીત્યા અને આ બંને વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની. કોંગ્રેસના બે ફાંટા પછી કેશવભાઈ પટેલ 1972 અને 1975માં સંસ્થા કોંગ્રેસથી ધારાસભ્ય બન્યા હતા અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાઈ હતી. 1980 માં ફરી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા દોલતભાઈ નાથુભાઈ દેસાઈ અને ગુજરાતમાં બની કોંગ્રેસની સરકાર. 1985માં કોંગ્રેસની ટિકિટ પરથી બરજોરજી પારડીવાલા ધારાસભ્ય પદે ચૂંટાયા અને ગુજરાતમાં ફરીથી કોંગ્રેસની સરકાર બની. 1990માં બરજોરજી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગયા અને ભાજપની ટિકિટ પર ચૂંટાયા તો ગુજરાતમાં જનતાદળ ગુજરાત અને ભાજપની સંયુક્ત સરકાર બની અને ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા.
વલસાડમાં કોંગ્રેસના MLA ચૂંટાયા અને સરકાર બની
વર્ષ | ધારાસભ્ય | સરકાર |
1962 | સુવાસબેન મજમુદાર | કોંગ્રેસ |
1967 | કેશવભાઈ પટેલ | કોંગ્રેસ |
1972 | કેશવભાઈ પટેલ | કોંગ્રેસ |
1975 | કેશવભાઈ પટેલ | કોંગ્રેસ |
1980 | દોલતભાઈ દેસાઈ | કોંગ્રેસ |
1985 | બરજોરજી પારડીવાલા | કોંગ્રેસ |
વલસાડમાં ભાજપના MLA ચૂંટાયા અને સરકાર બની
વર્ષ | ધારસભ્ય | સરકાર |
1990 | બરજોરજી પારડીવાલા | ભાજપ |
1995 | દોલતભાઈ દેસાઈ | ભાજપ |
1998 | દોલતભાઈ દેસાઈ | ભાજપ |
2007 | દોલતભાઈ દેસાઈ | ભાજપ |
2007 | દોલતભાઈ દેસાઈ | ભાજપ |
2012 | ભરતભાઈ પટેલ | ભાજપ |
2017 | ભરતભાઈ પટેલ | ભાજપ |
પછીથી સતત વલસાડ બેઠક પર ભાજપના ધારાસભ્ય ચૂંટાતા આવે છે અને ગુજરાતમાં બને છે ભાજપની સરકાર. 1995, 1998, 2002, 2007 સુધી સતત દોલતભાઈ દેસાઈએ ભાજપમાંથી જીત પ્રાપ્ત કરી અને તેની સાથે સરકાર પણ સતત ભાજપની બનતી આવી છે. 2012 અને 2017માં ભાજપના ભરતભાઈ પટેલની ધારાસભ્ય તરીકે જીત સાથે ગુજરાતમાં ભાજપ સરકાર બની.
ન માત્ર વિધાનસભા પરંતુ વલસાડ લોકસભા ક્ષેત્રમાં જે પણ સાંસદ બને છે તે જ પક્ષની કેન્દ્રમાં સરકાર બનવાની વાયકા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે