અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને તાંત્રિકો પર હવે થશે કડક કાર્યવાહી, રાજ્ય સરકાર વિધાનસભામાં લાવશે કાયદો

Gujarat Govt News: ગુરાજ્ય સરકાર કાળો જાદુ અને તાંત્રિક વિધિઓને રોકવા માટે ટૂંક સમયમાં વિધાનસભામાં બિલ રજૂ કરશે. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલા જવાબમાં આ માહિતી આપી છે. અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની પીઆઈએલ પર હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો હતો.

અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને તાંત્રિકો પર હવે થશે કડક કાર્યવાહી, રાજ્ય સરકાર વિધાનસભામાં લાવશે કાયદો

અમદાવાદઃ ગુજરાતમાં કાળા જાદુ અને તાંત્રિક વિધિઓ પર રાજ્યની ભૂપેન્દ્ર સરકાર કાયદાકીય રીતે લગામ લાગવશે. રાજ્ય સરકાર તેને રોકવા માટે કાયદો લાવશે. ગુજરાત સરકારે આ પગલું ગેરકાયદેસર તાંત્રિક ગતિવિધિઓ, કાળા જાદુ અને અધોરી અનુષ્ઠાનો પર અંકુશ લગાવવા માટે એક કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે ક્યારેક-ક્યારેક મહિલાઓ અને બાળકોની બલિ આપવાની ઘટનાઓ રોકવા માટે લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગે ગુજરાત હાઈકોર્ટમાં જણાવ્યું કે સરકાર આવી અમાનવીય ઘટનાઓ પર અંકુશ લગાવવા માટે અધિનિયમ માટે ડ્રાફ્ટ બિલ ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં લાવશે. આ નિર્ણય પાછલા મહિને અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા દાખલ એક જનહિત અરજી પર હાઈકોર્ટ દ્વારા સરકાર પાસે જવા મંગાયા બાદ લેવામાં આવ્યો છે. 

હાઈકોર્ટની કડકાઈ પર સરકાર ગંભીર 
અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ મહારાષ્ટ્ર માનવ બલિ અને અન્ય અમાનવીય, દુષ્ટ અને ઉગ્ર પ્રથાઓ તથા કાળા જાદુ નિવારણ તથા ઉન્મૂલન અધિનિયમ, 2013ની સમાન અંધવિશ્વાસી પ્રસાઓ સમાપ્ત કરવામાં સક્રિય છે. એનજીઓના વકીલ હર્ષ રાવલે કર્ણાટક, ઓડિશા, રાજસ્થાન, છત્તીસગઢ અને અસમમાં પણ આ પ્રકારના કાયદાનો હવાલો આવ્યો. જનહિત અરજી બાદ રાજ્ય સરકારે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે 23 જુલાઈએ ગૃહ વિભાગના એડિશનલ મુખ્ય સચિવ, ડીજીપી (કાયદો અને વ્યવસ્થા) અને એડીજીપી (સીઆઈડી) ક્રાઇમની સાથે બેઠક કરી હતી. એક સપ્તાહ બાદ ગૃહ વિભાગે હાઈકોર્ટને જાણ કરી કે આગામી વિધાનસભા સત્રમાં એક ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવશે. 

મહિલાઓ અને બાળકો બને છે શિકાર
ગુજરાત સરકાર આ મહિને 21 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા સત્રમાં બિલ રજૂ કરી શકે છે. ગુજરાત હાઈકોર્ટે પાછલા મહિનાની 12 તારીખે પોતાના આદેશમાં કહ્યું હતું કે રાજ્ય સરકારને બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારી અમાનવીય પ્રથાઓ રોકવા માટે પોતાનું વલણ સ્પષ્ટ કરવાની જરૂર છે. અરજદારે એવા કિસ્સાઓ પ્રકાશિત કર્યા છે કે જેમાં ભગવાન, અઘોરી, ભુવા અને ઓઝાના રૂપમાં છેતરપિંડી કરનારાઓ બાળકો અને મહિલાઓના બલિદાન સાથે સંકળાયેલી તાંત્રિક વિધિઓ કરે છે. કમિટિ વતી કોર્ટમાં અનેક કેસ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સગીર બાળકીની હત્યાનો કેસ સામેલ હતો. તેણીને ડાકણ હોવાનું જાહેર કરીને ગુપ્ત વિધિ બાદ તેની હત્યા કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news