સગા માસાએ પહેલાં ભાણીને નોકરી આપી, પછી રોજ લૂંટતો હતો આબરૂ, અમદાવાદના પોશ વિસ્તારનો કિસ્સો!

સગા માસાની બુરી દાનતે લીધો ભાણીનો જીવ! અમદાવાદના પોશ વિસ્તારનો કિસ્સો સામે આવ્યો. રાક્ષસ સમાન સગો માસો ભાણીને રોજ કહેતો હતોકે, 'તું મને ખુશ કર, હું તારી લાઈફ બનાવી દઈશ' 

સગા માસાએ પહેલાં ભાણીને નોકરી આપી, પછી રોજ લૂંટતો હતો આબરૂ, અમદાવાદના પોશ વિસ્તારનો કિસ્સો!

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઘણીવાર સમાજમાં એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છેકે, સંબંધોની વ્યાખ્યા જ બદલાઈ જાય. સંબંધોના નામ પર જ તમને ધ્રૃણા થવા લાગે. આવો જ એક કિસ્સો અમદાવાદના પોશ વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં એક સગો માસો જ પોતાની ભાણીની લૂંટતો હતો આબરૂ. હદ એટલી વટી ગઈ કે કંટાળીને ભાણીને બદનામીના ડરને કારણે આપી દેવો પડ્યો પોતાનો જીવ.

સગો માસો આર્થિક રીતે નબળી ભાણીને પોતાની કંપનીમાં પહેલાં નોકરી પર લઈ ગયો. તેને કહ્યું તારે કોઈ ચિંતા કરવાની નહીં હું બેઠું છું. પછી ધીરે ધીરે પોતાની મનમાની કરવા લાગ્યો. જ્યારે પણ તેને કંપનીમાં ભાણી એકલી દેખાતી ત્યારે તે તેને કોઈકને કોઈક બહાને પોતાની કેબિનમાં બોલાવતો અને પછી તેની સાથે બળજબરી કરતો. આ નરાધમમાં માસો રોજ તેની ભણીની આબરુ સાથે રમત રમતો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

કળયુગનો આ માસો પોતાની ભાણીને હંમેશા કહેતો હતો તું મને ખુશ કર, હું તારી લાઈફ બનાવી દઈશ. બીજું કે આપણી વાત કોઈને કહેવાની નહીં, નહીંતર તને હેરાન કરી દઈશ. હવે આવી પરિસ્થિતિમાં તેની ભાણી મજબૂર બનીને રહી ગઈ. સગા માસાએ ભાણીને પોતાની ફાર્મા કંપનીમાં નોકરી આપ્યા બાદ તેની સાથે મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યા બાદ ગર્ભવતી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 

માસાની હરકતોથી કંટાળીને છોડી હતી નોકરીઃ
માસાની હરકતોથી કંટાળીને ભાણીએ નોકરી છોડી દીધી હતી અને સમાજમાં બદનામી થાય નહીં તે ડરથી આપઘાત કરી લીધો હતો. જે મામલે પોલીસએ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદના પોશ વિસ્તારમાં એક યુવતીએ 13મી જુલાઈના દિવસે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જે મામલે યુવતીના ભાઇએ તેના માસા વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ દાખલ કરાવી છે. પોલીસએ આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

નોકરી કરતી હતી તે કંપનીના માલિક હતા યુવતીના સગા માસાઃ
યુવતીના ભાઇનો આક્ષેપ છે કે તેની બહેનના મૃત્યુ બાદ જ્યારે તેણે આ પગલું કેમ ભર્યું તે અંગે તપાસ કરી ત્યારે તેની સાથે નોકરી કરતી તેની બહેનપણી પાસેથી જાણવા મળ્યું હતું કે, 29મી જૂનના દિવસે જ્યારે તેઓ નોકરી પર હાજર હતા, ત્યારે મૃતક યુવતીએ તેને કહ્યું હતું કે આ કંપનીના માલિક તેના સગા માસા થાય છે. 

મસા હંમેશા ભાણીને કહેતા તું મને ખુશ કર હું તારી લાઈફ બનાવી દઈશઃ
જ્યારે તે આ કંપનીમાં નોકરી પર આવી તેના છ મહીના બાદ તેના માસા અવાર નવાર જ્યારે તે એકલી હોય ત્યારે તેને કહેતા કે તું મને ખુશ કર હું તારી લાઇફ બનાવી દઈશ. આવી લાલચ આપીને તેની સાથે પ્રેમસંબંધ કેળવીને ઓફીસમાં અવાર નવાર શરીર સંબંધ બાંધતા હતાં. યુવતીએ તેની સાથે નોકરી કરતી તેની બહેનપણીને પણ કહ્યું હતું કે, તું માસાની વાતોમાં આવતી નહીં નહીંતર તેમણે મારી જિંદગી તો ખરાબ કરી છે તારી જિંદગી પણ બગાડી નાંખશે.

યુવતીના માસા સાથેનું ચેટિંગ પણ આવ્યું સામેઃ
જો કે 30મી જુનના દિવસે રાત્રિના દસેક વાગ્યાની આસપાસ મૃતક યુવતીએ તેને એક વીડિયો મોકલી આપ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે આ વીડિયોમાં તેની અને માસા વચ્ચેની વાતચીત છે જે તું સાચવીને રાખજે. બાદમાં બંન્નેએ અહીં નોકરી નહી કરવાનું નક્કી કરીને નોકરી છોડી દીધી હતી. ત્યારબાદ યુવતી ગર્ભવતી હોવાનું જાણવા મળતા તે ડોક્ટર પાસે ગઈ હતી. જ્યાં તેને એક મહીના અને પાંચેક દિવસનો ગર્ભ હોવાનું જણાઈ આવ્યું હતું. યુવતીએ ડોક્ટરને પણ પોતે કુંવારી હોવાથી ગર્ભ ન રાખવા માટે કહ્યું હતું. આ સિવાય યુવતીના તેના માસા સાથેની ચેટિંગના કેટલાક મેસેજ પણ તેના ભાઇને મળી આવ્યા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news