અંબાજીમાં કાતિલ ઠંડીને કારણે મોળું પડ્યુ મતદાન, પહેલીવાર બરફની ચાદર જોવા મળી

અંબાજીમાં કડાકાની ઠંડી પડી રહી છે. એક તરફ અંબાજીમાં કાલિત ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે, ત્યારે આજે અંબાજીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ પણ ઠંડો જોવા મળ્યો છે. અંબાજી પંથકમાં તાપમાનનો પારો ગગડ્યો છે. જેને કારણે વાહનો ઉપર બરફની ચાદર છવાઇ ગઈ છે. ચૂંટણી કેન્દ્ર પર આવેલી કાર પર બરફની ચાદર જોવા મળી હતી. અંબાજીમાં તાપમાન 3 થી 4 ડિગ્રી જોવા મળ્યું છે. વાહનો ઉપર બરફની ચાદર જોવા મળી છે. ત્યારે ચૂંટણી માટે ઉભા રહેલા સુરક્ષા કર્મીઓ પણ તાપણાનો સહારો લેતા નજરે પડ્યા છે. પરંતુ આ ઠંડીને કારણે મતદાન કેન્દ્રો પર મતદારોની સંખ્યા પણ ઓછી છે. અંબાજી પંથકમાં બરફની ચાદર જોવાનો નજારો પહેલીવાર જોવા મળ્યો.
અંબાજીમાં કાતિલ ઠંડીને કારણે મોળું પડ્યુ મતદાન, પહેલીવાર બરફની ચાદર જોવા મળી

પરખ અગ્રવાલ/બનાસકાંઠા :અંબાજીમાં કડાકાની ઠંડી પડી રહી છે. એક તરફ અંબાજીમાં કાલિત ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે, ત્યારે આજે અંબાજીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ પણ ઠંડો જોવા મળ્યો છે. અંબાજી પંથકમાં તાપમાનનો પારો ગગડ્યો છે. જેને કારણે વાહનો ઉપર બરફની ચાદર છવાઇ ગઈ છે. ચૂંટણી કેન્દ્ર પર આવેલી કાર પર બરફની ચાદર જોવા મળી હતી. અંબાજીમાં તાપમાન 3 થી 4 ડિગ્રી જોવા મળ્યું છે. વાહનો ઉપર બરફની ચાદર જોવા મળી છે. ત્યારે ચૂંટણી માટે ઉભા રહેલા સુરક્ષા કર્મીઓ પણ તાપણાનો સહારો લેતા નજરે પડ્યા છે. પરંતુ આ ઠંડીને કારણે મતદાન કેન્દ્રો પર મતદારોની સંખ્યા પણ ઓછી છે. અંબાજી પંથકમાં બરફની ચાદર જોવાનો નજારો પહેલીવાર જોવા મળ્યો.

દાંતા તાલુકાના 42 ગ્રામપંચાયતો માટે આજે વહેલી સવારે 160 મતદાન મથકો ઉપર ઠંડીમાં ઠુઠવાતાં મતદાનની શરૂઆત થઈ હતી. જોકે વહેલી સવારે અંબાજી નજીક કુમ્ભારીયા પંથકમાં ઠંડીનો પારો ગગડતા 3 થી 4 ડિગ્રીએ પહોંચ્યો હતો. જેને લઈ વાહનો ઉપર પણ બરફની ચાદર જોવા મળી હતી. જોકે અંબાજી પંથકમાં પ્રથમ વખત ઠંડીનો પારો વધુ ગગડતા બરફની ચાદર જોવા મળી હતી. આટલી કડાકાની ઠંડી વચ્ચે પણ મતદાન મથક ઉપર મતદારોની લાઇનો જોવા મળી હતી. જ્યાં મહિલાઓ વિશેષ માત્રામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડી હતી.

જોકે ઠંડીના કારણે શરૂઆતનું મતદાન ઓછું હતું, પણ પછીથી મતદારોની લાઈનો લાગી હતી. એટલું જ નહિ, લાંબા સમય બાદ બેલેટ પેપરથી મતદાન કરાતા મતદાનની ગતિ ધીમે જોવા મળી હતી. 9 વાગ્યા સુધીમાં સરેરાશ 9 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જોકે મતદાન મથકો ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. જોકે સવારની ઠંડી બાદ જેમ સૂરજ ચડશે અને ઠંડી ઢળશે તેમ મતદાન વેગવાન બનશે તેમ ઝૉનલ અધિકારી બિપિન પટેલે જણાવ્યું. 

ઉત્તર ભારત સહિત દેશના મોટા રાજ્યો આ સમયે કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે.. પહાડી વિસ્તારોમાં એટલી તિવ્ર બરફવર્ષા થઈ રહી છે, જેની સીધી અસર ગુજરાત સહિતના આજુબાજુના રાજ્યોમાં જોવા મળી રહી છે. છેલ્લાં બે દિવસથી રાજ્યમાં ઠંડીમાં લોકો ઠૂંઠવાય રહ્યા છે. એટલું જ નહિ, ગુજરાતમાં ઠંડીના કારણે એકનું મોત પણ નિપજ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news