Gram panchayat election News

મહીસાગરમાં ગ્રામ પંચાયત ચૂંટણી જીતેલા સરપંચે એક વ્યક્તિને પકડી હાથ અને પગ ભાંગી નાખ્
Dec 26,2021, 22:50 PM IST
ગુજરાતની ધુરા હવે યુવાઓના મજબૂત હાથમાં, ગ્રામ પંચાયતમાં હવે 21 વર્ષીય સંરપંચનું રાજ
તાજેતરમાં ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ. પહેલીવાર ગ્રામ પંચાયત (Gujarat Panchayat Polls) ની ચૂંટણીમાં અલગ મિજાજ જોવા મળ્યો. અનેક ગ્રામ પંચાયત પર મહિલા ઉમેદવારોનો વિજય થયો, જેથી મહિલા સશક્તિકરણનો પરચો જોવા મળ્યો. આ સાથે જ ગુજરાતના રાજકારણ (gujarat politics) મા યુવાઓની મજબૂત પકડ પણ જોવા મળી. અનેક ગ્રામ પંચાયત (gram panchayat) પર યુવાઓએ ઉમેદવારી કરી હતી, અને જીત મેળવી છે. હવે આ ગ્રામ પંચાયતોની કમાન યુવાઓ (youngsters) ના મજબૂત હાથાં જોવા મળશે. આ સાથે જ ગુજરાતમાં 21 વર્ષના યુવા સરપંચ પણ ચૂંટાઈ આવ્યા છે. ગ્રામ પંચાયતમાં હવે આમનુ રાજ ચાલશે. જુનાગઢ અને અરવલ્લીની એક ગ્રામ પંચાયતમાં 21 વર્ષીય ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે. જે બતાવે છે કે, ગામના લોકો પણ હવે યુવાશક્તિ પર વિશ્વાસ રાખતા થયા છે. 
Dec 23,2021, 18:07 PM IST
આ તો જબરુ થઈ ગયું, દારૂના ત્રણ ગુનામાં વોન્ટેડ બુટલેગર સરપંચની ચૂંટણી જીત્યો
Dec 22,2021, 8:53 AM IST
ગ્લેમરસ ચૂંટણી : સરપંચની ચૂંટણી લડનાર એશ્રા પટેલે કર્યુ મતદાન, કહ્યું-મારે અહીંના લો
Dec 19,2021, 13:54 PM IST
રસાકસીભરી સરપંચની ચૂંટણી : વિરનીયા ગામની ચૂંટણી રદ, ચૂટણી ફરજ બજાવતા આચાર્યનું મોત
રાજ્યમાં આજે 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણી (gujarat election) માટે મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. સરપંચ (sarpanch) માટે 27 હજાર 200 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (gram panchayat election) માં 1 કરોડ 82 લાખથી વધુ મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 93 લાખ 61 હજાર 601 પુરૂષ મતદારો છે તો 88 લાખ 35 હજાર 244 મહિલા મતદારો છે. 23 હજાર 112 મતદાન મથકો પર મતદાન (voting) ની વ્યવસ્થા કરાઈ છે. પરંતુ ગુજરાતમાં આજે સરપંચની ચૂંટણીનો જંગ ભારે રસાકસીભર્યો બની રહ્યો છે. કેટલાક મથકો પર શાંતિપૂર્ણ મતદાનની વચ્ચે ક્યાંક ચૂંટણી રદ થઈ છે, તો ક્યાંક આચાર સંહિતાની ફરિયાદ નોંધાઈ છે. 
Dec 19,2021, 12:58 PM IST
અંબાજીમાં કાતિલ ઠંડીને કારણે મોળું પડ્યુ મતદાન, પહેલીવાર બરફની ચાદર જોવા મળી
અંબાજીમાં કડાકાની ઠંડી પડી રહી છે. એક તરફ અંબાજીમાં કાલિત ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે, ત્યારે આજે અંબાજીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ પણ ઠંડો જોવા મળ્યો છે. અંબાજી પંથકમાં તાપમાનનો પારો ગગડ્યો છે. જેને કારણે વાહનો ઉપર બરફની ચાદર છવાઇ ગઈ છે. ચૂંટણી કેન્દ્ર પર આવેલી કાર પર બરફની ચાદર જોવા મળી હતી. અંબાજીમાં તાપમાન 3 થી 4 ડિગ્રી જોવા મળ્યું છે. વાહનો ઉપર બરફની ચાદર જોવા મળી છે. ત્યારે ચૂંટણી માટે ઉભા રહેલા સુરક્ષા કર્મીઓ પણ તાપણાનો સહારો લેતા નજરે પડ્યા છે. પરંતુ આ ઠંડીને કારણે મતદાન કેન્દ્રો પર મતદારોની સંખ્યા પણ ઓછી છે. અંબાજી પંથકમાં બરફની ચાદર જોવાનો નજારો પહેલીવાર જોવા મળ્યો.
Dec 19,2021, 11:34 AM IST
આ ગામમાં ચૂંટણી પહેલા જ નક્કી થઈ જાય છે સરપંચ અને સભ્યોના નામ
ગ્રામપંચયતની ચૂંટણી (gram panchayat election) પહેલાં જ મોરબીની નાગડાવાસ ગ્રામ પંચાયત સમરસ થઈ છે. નાગડાવાસમાં આઝાદી બાદ ક્યારે ચૂંટણી યોજાઈ નથી. સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ આ વાસ્તવિકતા છે. ગામના વડીલો કહે છે કે, 1962 બાદ નાગડાવાસ (nagdavas) માં ક્યારે ગ્રામપંચાયતની ચૂંટણી યોજવામાં આવી નથી. દર વખતે ચૂંટણી પહેલાં વડીલો સરપંચ અને સભ્યો માટે નામ નક્કી કરે છે. જેથી ગ્રામજનો ખુશીથી સ્વીકારી લે છે. વર્ષોથી વડીલોએ શરૂ કરેલી આ પરંપરાને યુવાનોએ પણ ચાલુ રાખી છે. આ વખતે પણ ચૂંટણી પહેલાં નાગડાવાસમાં સરપંચ અને સભ્યોના નામ પર મહોર લાગી ગઈ છે. ગ્રામજનોની એકતાના લીધે નાગડાવાસમાં પંચાયતી રાજ આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં ચૂંટણી યોજવાની જરૂર નથી પડી. 
Dec 8,2021, 15:35 PM IST
ગ્રામ પંચાયતની સામાન્ય પેટાચૂંટણીનું પરિમામ આવ્યું, જુઓ કોણ જીત્યું
Jan 21,2020, 14:50 PM IST

Trending news