વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા બાદ ગુજરાતની આ યુનિવર્સિટી હરકતમાં! વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ હરકતમાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલની સુરક્ષામાં વધારો કરાયો છે.જ્યાં ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનોને તૈનાત કરવાની સાથે યુનિવર્સિટી સ્પેશિયલ સ્કોડ પણ બનાવવામાં આવી છે. જે સ્કોડ દ્વારા દિવસ- રાત સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા બાદ ગુજરાતની આ યુનિવર્સિટી હરકતમાં! વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય

ઝી બ્યુરો/સુરત: અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર બનેલી જીવલેણ હુમલાની ઘટના બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ હરકતમાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલની સુરક્ષામાં વધારો કરાયો છે.જ્યાં ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનોને તૈનાત કરવાની સાથે યુનિવર્સિટી સ્પેશિયલ સ્કોડ પણ બનાવવામાં આવી છે. જે સ્કોડ દ્વારા દિવસ- રાત સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ યુનિવર્સિટી કેમ્પસમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. ઉલ્લેનીય છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ ફેકલ્ટીમાં કુલ 53 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે યુનિવર્સિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં સામાજિક તત્વો દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી માં બનેલી આ ગંભીર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરની યુનિવર્સિટીઓમાં જોવા મળ્યા છે. જેના કારણે યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષામાં વધારો કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ હરકતમાં આવી છે. 

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટના બાદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી ગર્લ્સ અને બોયસ હોસ્ટેલની સુરક્ષામાં વધારો કરાયો છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર સાથે ચર્ચા કર્યા બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં અલગ અલગ ફેકલ્ટીમાં 53 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા વધારવા માટે સુરત પોલીસ સાથે સંકલનમાં રહી યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ પેટ્રોલિંગ શરૂ કરાયું છે. આ માટે યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે યુનિવર્સિટીની સ્પેશિયલ સ્કોડ પણ બનાવવામાં આવી છે. જે સ્કોડ દ્વારા દિવસ-રાત સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. યુનિવર્સિટી કેમ્પસમાં જો આ પ્રકારની ઘટના બને તો તેવા સમયે કડક કાર્યવાહીના આદેશ પણ આપવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર બનેલી જીવલેણ હુમલાની ઘટનાને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પણ ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવામાં આવી છે.જ્યાં મહત્વપૂર્ણ નિર્ણય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન દ્વારા લેવાની ફરજ પડી છે.

યુનિવર્સીટીના કુલપતિના આદેશ બાદ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલના મુખ્ય દ્વાર બહાર ઇન અને આઉટ કરતા વિધાર્થીઓની નોંધણી કરવામાં આવી રહી છે.એટલું જ નહીં પરંતુ યુનિવર્સિટીમાં બહારની અજાણી વ્યક્તિઓ પ્રવેશ ન કરે તે માટે પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news