આફ્રીકામાં હાથની રેખાઓ વાંચીને બિઝનેસ ટાઇકૂન બન્યા આ ગુજરાતી

નરેંદ્ર રાવલ સ્વામીનારાયણ મંદિરમાં પુજારી હતા તે દરમિયાન બધા લોકોએ તેમણે ગુરૂની ઉપાધિ આપી હતી.

આફ્રીકામાં હાથની રેખાઓ વાંચીને બિઝનેસ ટાઇકૂન બન્યા આ ગુજરાતી

અમદાવાદ: ભૂજના સ્વામીનારાયણ મંદિરમાં પુજારીથી લઇને લગભગ 65 કરોડ ડોલરનો બિઝનેસ ઉભો કરનાર ગુજરાતી બિઝનેસમેન નરેંદ્ર રાવલ આફ્રીકાની જમીન પર ઘણા લોકો માટે 'ગુરૂ' સમાન છે. નરેંદ્ર રાવલ કેન્યાના રાષ્ટ્રપતિઓ અને સમાજના અન્ય ગણમાન્ય લોકો માટે હસ્તરેખા અને જ્યોતિષના વિશેષજ્ઞ તરીકે કામ કરે છે. નરેંદ્ર રાવલ મૂળ ગુજરાતના સુરેંદ્રનગર જિલ્લાના માથકના રહેવાસી છે. 

નરેંદ્ર રાવલે દેવકી ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેનના રૂપમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તેમનો ચા અને સીમેંટનો બિઝનેસ ઘણા આફ્રીકા દેશોમાં ફેલાયેલો છે. નરેંદ્ર રાવલે તાજેતરમાં જ કેન્યામાં પોતાની આત્મકથા 'ગુરૂ એ લોંગ વોક ટુ સક્સેઝ' લોંચ કરી. તેમણે જણાવ્યું કે વર્ષ 1983 કેન્યાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડેનિઅલ અરપ મોઇની સાથે નાકુરમાં મુલાકાત એક સૌભાગ્યની વાત છે. અહીંથી તેમના કેન્યા સાથેના સંબંધોની શરૂઆત થઇ હતી. 

નરેંદ્ર રાવલે કહ્યું કે 'હું રાષ્ટ્રપતિને પોતાની રૂચિ હસ્તરેખા અને જ્યોતિષમાં જણાવી અને તેમણે સ્ટેટ હાઉસમાં આવવા માટે ખુલ્લુ આમંત્રણ આપ્યું. સમય જતાં રાષ્ટ્રપતિ મોઇ અને કિબકીના રાજકીય સલાહકાર બની ગયા. રાષ્ટ્રપતિ મોઇની સાથે મારી ગાઢતાના લીધે ઘણા મહાન નેતાઓને મળી શક્યો. મેં તંજાનિયા અને કાંગોના રાષ્ટ્રપતિઓને પણ સફળતાપૂર્વક સલાહ આપી.'

નરેંદ્ર રાવલે કહ્યું કે તેમણે ઘણા યૂરોપીય દેશોના રાષ્ટ્રધ્યક્ષોને પણ સલાહ આપી છે. તેમણે કહ્યું કે  બધા આફ્રીકી દેશોનું ભવિષ્ય તરફ જોવું પોતાનામાં પોતાની એક રીત છે પરંતુ ભારતીય જ્યોતિષમાં વિશ્વાસ અને સટીક ભવિષ્યવાણીએ તેમને રાજનેતાઓમાં લોકપ્રિય બનાવી દીધા. આ આત્મકથાની પ્રસ્તાવના કેન્યાના વર્તમાન રાષ્ટ્રપતિ ઉહૂરૂ કેન્યત્તાએ લખી છે જે નરેંદ્ર રાવલને પોતાના મિત્ર માને છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ પણ તેમની આત્મકથા માટે તેમને પોતાનો સંદેશ મોકલ્યો છે.

narendra-raval

ફોટો સાભાર: ટ્વિટર

નરેંદ્ર રાવલ સ્વામીનારાયણ મંદિરમાં પુજારી હતા તે દરમિયાન બધા લોકોએ તેમણે ગુરૂની ઉપાધિ આપી હતી. વર્ષ 1982માં તે હરિયાળીની શોધમાં કેન્યા પહોંચ્યા હતા. વર્તમાન સમયમાં તેમની દેવકી ગ્રુપ ઓફ કંપનીઝમાં 5 હજાર કર્મચારીઓ કામ કરે છે. તેમણે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યા છે. ફોર્બ્સ મેગેજીને તેમને આફ્રિકાના સૌથી ધનિક લોકોમાં સામેલ કર્યા છે.  

નરેંદ્ર રાવલ કહે છે કે હું આને ભાગ્ય ગણું છું. મેં હસ્તરેખા અને જ્યોતિષ અને ધાર્મિક ક્રિયાકપાલ માટે ક્યારેય પૈસા લીધા નથી. મેં ત્રણ દાયકા પહેલાં કેન્યાની એક સ્ટીલ ફેક્ટરીમાં એક વર્કર તરીકે કામ શરૂ કર્યું. એક સમયમાં મારી અને મારી પત્ની તમન્ના હતી કે એક દુકાન થઇ જશે.' તેમણે કહ્યું કે જીંદગીની આ સફરમાં તેમને ઘણા ઉતાર ચઢાવનો સામનો કરવો પડ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news