કોંગ્રેસે શોધ્યો કુંવરજી બાવળિયાનો તોડ, અશોક ડાંગર કોંગ્રેસમાં જોડાયા

દ અશોક ડાંગર અને શ્યામજી ચૌહાણ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકરો આજે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા હતા.

કોંગ્રેસે શોધ્યો કુંવરજી બાવળિયાનો તોડ, અશોક ડાંગર કોંગ્રેસમાં જોડાયા

રાજકોટ: રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગર ગઇકાલે ભાજપમાંથી રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો હતો. રાજકોટ મનપામાં કોંગ્રેસના શાસન દરમિયાન અશોક ડાંગર મેયર હતા. ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કહેવાથી વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં તેમને મહત્વનો હોદ્દો ન મળતા તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપમાં પણ નિષ્ક્રિય હતા. પોતાની પક્ષમાં સતત અવગણના ના કારણે તેઓએ ભાજપ છોડ્યાનું જણાવ્યું હતું. તેમજ શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીને રાજીનામુ ધરી દીધું હતું. 

ત્યારબાદ અશોક ડાંગર અને શ્યામજી ચૌહાણ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકરો આજે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. અમિત ચાવડાએ ખેસ પહેરાવી કોગ્રેસ પ્રવેશ કરાવ્યો હતો. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આ બંને નેતાઓ કોઇપણ પ્રકારની આશા અપેક્ષા વિના કોગ્રેસમાં જોડાયા છે. તો ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે બીજી તરફ પાછલા ચાર વર્ષોમાં અનેક વાયદા અને જુમલા મોદી સરકારમાં થયા છે.

લોકસભાની ચૂંટણી પહેલા દિગગજ નેતાએ ભાજપમાંથી રાજીનામુ ધરી દેતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે 2019ની ચૂંટણી પહેલા ભાજપ હોઈ કે કોંગ્રેસ બને પોતાનો પક્ષ મજબૂત કરવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે એક ઓબીસી નેતા કોંગ્રેસમાં પરત ફરતા કોંગ્રેસના આગેવાનો ગેલમાં આવી ગયા છે. ઓબીસીની માંગ સાથે વડાપ્રધાનને મળ્યા હતા અને ઓબીસીના વિકાસ માટે વાત કરી હતી. આવનારા દિવસોમાં અન્ય આગેવાનો પણ કોગ્રેસમાં જોડાશે. કોંગ્રેસ વિધાનસભા કરતાં સારૂ પ્રદર્શન લોકસભામાં કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news