ગુજરાત સરકાર

e-Shram Card: જો તમે ઈ-શ્રમ કાર્ડ બનાવવા માંગો છો, તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, નહીં તો અરજી રદ થશે

ઈ-શ્રમ કાર્ડ બનાવવાથી કામદારોને અનેક લાભ મળે છે. આ અંતર્ગત કામદારોને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. ઈ-શ્રમ કાર્ડ બનતાની સાથે જ કામદારોનો રેકોર્ડ સરકાર પાસે આવે છે.

Jan 8, 2022, 09:13 AM IST

Gujarat New Corona Guidelines: ગુજરાતમાં ધોરણ 1થી 9ની શાળાઓ ફરીથી ક્યાં સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ?

રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના આજે 5000થી વધુ કેસો નોંધાવા લાગતાં નાઈટ કરફ્યુ સહિતના કડક નિયમોનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. થોડા સમયથી પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા હતા..

Jan 7, 2022, 08:31 PM IST

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા મુદ્દે મોટા વળતરની નવી નીતિ જાહેર કરી?

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા માટે અસરગ્રસ્ત ખેડૂતો/ જમીનધારકોને નૂકશાની પેટે અપાતા વળતર અંગે નવી નીતિ જાહેર કરવામાં આવી છે.

Jan 3, 2022, 01:33 PM IST

વિદેશમાં કોરોના વકરતાં ગુજરાત સરકાર એક્શનમાં, વિદેશથી આવનારાઓ માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કર્યો

અન્ય દેશોમાં મ્યુટેડ કોરોના વેરિયેન્ટ (Omicron) ને લઈને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવના પત્ર બાદ રાજ્ય સરકાર (gujarat government) હરકતમાં આવી છે. એરપોર્ટ ખાતે સંઘન ચેકીંગ અને કોરોના ટેસ્ટ (corona test) ફરિજિયાત કરવા ગુજરાતના આરોગ્ય વિભાગે (health department) પરિપત્ર જાહેર કર્યો છે. યુરોપ, યુનાઇટેડ કિડમ, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, બોસ્ટવાના, ચાઇના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, હોંગકોગ ગુજરાતમાં આવતા પ્રવાસીઓના ફરજિયાપણે આરટીપીસીઆર ટેસ્ટ (RTPCR) કરવા સૂચના અપાઈ છે. આ ઇન્ટરનેશનલ ટ્રાવેલરનો રિપોર્ટ પોઝિટિવ આવે તો સેમ્પલનું જીનોમ સિક્વસન્સ માટે મોકલવા પણ કડક સૂચના અપાઈ છે. 

Nov 27, 2021, 03:04 PM IST

ગુજરાત સરકારે ખેડૂતો માટે 546 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, જાણો કેવા ખેડૂતોને મળશે આ સહાય

  • અતિવૃષ્ટિથી નુકસાની પામેલ ચાર જિલ્લાઓના ખેડૂતોને સહાય કરવામાં આવશે
  • 22 તાલુકાના 682 ગામોને લાભ આપવાનો નિર્ણય કર્યો છે. 2.82 લાખ ખેડૂતોને લાભ મળવાનો છે

Oct 20, 2021, 02:35 PM IST

ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ આવતીકાલથી કરશે જન આર્શીવાદ યાત્રા

ગુજરાતની નવી સરકારના નવનિયુક્ત 24 મંત્રીઓ આવતીકાલથી પ્રવાસ કરશે. પોતાના અને અન્ય જિલ્લામાં પ્રવાસ માટે જન-આશીર્વાદ યાત્રાનું આયોજન કરાયુઁ છે. જન આશીર્વાદ યાત્રા 30 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર અને 7 ઓક્ટોબર, 10 ઓક્ટોબર સુધી યોજાશે. 

Sep 29, 2021, 12:17 PM IST

ગુજરાત-રાજસ્થાનની સરહદ છે કે ભારત-પાકિસ્તાનની? 64 વર્ષથી હજી પણ ખેડૂતો લડે છે

એક તરફ ભારતને પાડોશી મુલ્કો સાથે સરહદો મામલે સતત અથડામણ થતી રહે છે. પરંતુ ભારતના વિવિધ રાજ્યો, શહેરો અને ગામડાની સરહદો વચ્ચેની બબાલ તો ભારત-પાકિસ્તાન (India Pakistan) ની સરહદ કરતા પણ આકરી હોય છે. આવામાં ગુજરાત રાજસ્થાન (Gujarat Rajasthan border) ના સરહદે આવેલા ગામડાઓની સરહદી મડાગાંઠ આઝાદીના 76 વર્ષ બાદ પણ ઉકેલાઈ નથી. 

Sep 24, 2021, 10:14 AM IST

પૂર પીડિતોની વહારે આવી રાજ્ય સરકાર, નવા મુખ્યમંત્રીએ સરકારી સહાયની રકમ વધારી

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ની નવી સરકારની ગતિવિધિ હવે તેજ બની છે. ત્યારે આ સરકાર (gujarat government) નાગરિકોના હિત માટે નવા નિર્ણયો લઈને સૌને ચોંકાવી રહી છે. ત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અતિવૃષ્ટી મામલે સહાયમાં વધારો કરાયો છે. કાચા મકાન માટે 10 હજાર અને દૂધાળા પશુઓ માટે 50 હજાર સહાયની જાહેરાત કરાઈ છે. 

Sep 22, 2021, 04:32 PM IST

Big Breaking : વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી આપ્યુ રાજીનામુ

ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાય તેવા એંધાણ છે. ગાંધીનગરમાં મોટી હલચલ જોવા મળી છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. તેઓએ રાજ્યપાલને  મુલાકાત માટે સમય માંગ્યો હતો. જે અંતર્ગત વી સતીષ, સીએમ રૂપાણી, નિતિન પટેલ સહિતના નેતાઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. જોકે, આ મુલાકાત બહુ જ ખાસ કહેવાઈ રહી છે. કારણ કે તેના બાદ તેઓ પ્રેસ કોન્ફરન્સને સંબોધવાના છે.

Sep 11, 2021, 02:55 PM IST

શિક્ષકો સામે ઝૂકી ગુજરાત સરકાર, 8 કલાક ડ્યુટીનો પરિપત્ર કર્યો રદ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ નિભાવવી પડશે એ પરિપત્રને રદ કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી છે. આખરે શિક્ષણ સંઘ સામે સરકાર ઝૂકી છે અને સરકારને પોતાનો નિર્ણય બદલવાની જરૂર પડી છે. 

Sep 8, 2021, 12:12 PM IST

ભાવિના પટેલ પર થયો ભેટ સોગાદોનો વરસાદ, સરકાર ક્લાસ-1 અધિકારીની પોસ્ટ આપશે

ભારત માટે સિલ્વર મેડલ લાવનાર મહેસાણાના ભાવિના પટેલે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જેથી સરકાર પણ ખોલબે ભરીને ભાવિના પટેલ (Bhavina Patel) પર ભેટોની લ્હાણી કરી રહી છે. ત્યારે ગુજરાત સરકારે વધુ એક જાહેરાત કરી છે. પેરા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને રાજ્ય સરકાર વધુ એક ભેટ આપશે. ટોકિયો પેરાલિમ્પિક (Paralympics) માં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને બિન સંવેદનશીલ જગ્યાએ ક્લાસ વન અધિકારી તરીકે નિમણૂંક અપાશે. 

Sep 4, 2021, 02:32 PM IST

વિદેશમાં રહેતા ગુજરાતી દાતાઓ હવે વધુ વતનપ્રેમ છલકાવી શકે તેવો નિર્ણય રૂપાણી સરકારે લીધો

મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) ના અધ્યક્ષ સ્થાને મળેલી વતન પ્રેમ યોજનાની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, દેશમાં કે દેશ બહાર વિશ્વમાં ક્યાંય પણ વસતા અને ગુજરાત (Gujarat) ના વતની કોઈ પણ દાતા અથવા જે તે ગામની વ્યક્તિના દાન અને રાજ્ય સરકાર (gujarat government) ના અનુદાનથી ગુજરાતના ગામડાઓમાં વધુ સારી જનહિત કારી સુવિધાઓ ઉભી કરવા દાતાઓને પ્રોત્સાહન રાજ્ય સરકાર આપશે. આ યોજનામાં દાતાઓ પોતાના ગામમાં 60 ટકા કે વધુનું રકમનું દાન આપીને કામ કરાવી શકશે. આવી રકમ સામે ખૂટતી 40 ટકા રકમનું અનુદાન રાજ્ય સરકાર આપશે.

Sep 4, 2021, 12:49 PM IST

Big Announcement : ગુજરાત સરકાર ભાવિના પટેલને આપશે 3 કરોડનું પુરસ્કાર

પેરાઓલિમ્પિક (Paralympics) માં મહેસાણાની ભાવિના પટેલે (Bhavina Patel) સિલ્વર મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આજે નેશનલ સ્પોર્ટસ પર આ ઉપલબ્ધિ ગુજરાત સરકાર માટે ગર્વની વાત છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનું ગૌરવ વધાવનાર દીકરી ભાવિના પટેલને સન્માનિત કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર (gujarat government) દ્વારા ભાવિના પટેલને 3 કરોડની રાશિ આપવાની પણ જાહેરાત કરાઈ છે. 

Aug 29, 2021, 11:09 AM IST

ગુજરાતમાં દુષ્કાળના ભણકારા વચ્ચે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યુ, સરકારે પાણી આપવાની ના પાડી

દુષ્કાળના ડાકલા વચ્ચે ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. વરસાદની ઘટ અને પાકમાં રોગચાળો આવતા ખેડૂતો પાયમાલ બન્યા છે. જેથી ખેડૂતોએ દુષ્કાળગ્રસ્ત (drough) જાહેર કરવાની માગ કરી છે. તો સાથે જ અનેક સ્થાનિક નેતાઓ પણ સરકાર (gujarat government) ને સિંચાઈનું પાણી આપવા માંગ કરી રહ્યા છે. આવામાં ગુજરાતના ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. સરકારે કહ્યું દીધું કે, હાલ રાજ્યમાં સિંચાઈનું નવું પાણી નહિ છોડવામાં આવે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હાલ નર્મદાનું પાણી આપવાનું ચાલુ છે. પીવાના પાણીની વ્યવસ્થા આપણી અગ્રીમતા છે. 

Aug 28, 2021, 02:24 PM IST

બિનનિવાસી ગુજરાતીઓ માટે રૂપાણી સરકારે લીધો વધુ એક સંવેદનશીલ નિર્ણય

  • છત્તીસગઢના ભિલાઈનગર ખાતેના ગુજરાતી સમાજ ભવનના હયાત મકાનના વિસ્તરણ માટે રૂ. ૪૦ લાખની સહાય મંજૂર
  • દેશભરના કુલ 22 ગુજરાતી સમાજ ભવનના નિર્માણ મરામત માટે અંદાજિત રૂ. 1 કરોડ 90 લાખની સહાય ચૂકવાઈ

Aug 28, 2021, 01:29 PM IST

સરકારે બ્રિજનું કામ તો શરૂ કર્યું, પણ પૂરુ ક્યારે કરશે? છાણી-બાજવાના ગ્રામજનો વિફર્યાં

રાજ્ય સરકાર દ્વારા વડોદરા સહિત વિવિધ જગ્યાઓએ રેલવે (Railways) ફાટક બંધ કરી ઓવર બ્રિજ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે વડોદરાના છાણીથી બાજવાને જોડતો રેલવે ઓવર બ્રિજનું કામ છેલ્લા 5 વર્ષથી ચાલુ હોવા છતાં કામગીરી પૂરીના થતા ગ્રામજનો આજે રેલવે ફાટક પાસે ભેગા થઈને હલ્લાબોલ (Protest) કર્યો.

Aug 26, 2021, 02:31 PM IST

શહેરોના વિકાસમાં ગામડા ભૂલાયા, ગુજરાતના અંતરિયાળ ગામડામાં ગળાડૂબ પાણી વચ્ચે કાઢવી પડે છે અંતિમયાત્રા

  • ડાંગ જિલ્લાના ભવાનડગડ ગામનો વિકાસ સરકારની વિકાસની વાતોથી કોસો દૂર છે
  • આજે પણ આ ગામમાં સ્મશાન સુધી પહોંચવા માટે મૃતદેહને કમર સુધીના પાણીમાંથી લઈ જવુ પડે છે

Aug 26, 2021, 01:30 PM IST

ગુજરાત સરકારની વેપારીઓને મોટી રાહત, રસીકરણ અંગેની વેપારીઓની સૌથી મોટી માંગ સ્વીકારી

ગુજરાત (Gujarat) માં વેપારી, ફેરિયા, હોટેલ- રેસ્ટોરન્ટ સહિતના વેપારી એકમોના માલિકો, સંચાલકો અને સ્ટાફને કોવિડ-19 (Covid 19)  સામેની વેક્સિન (Vaccine) લેવા માટે 31 જુલાઈને શનિવારે છેલ્લો દિવસ હતો. રસી ન લેનાર વેપારી 1 ઓગસ્ટથી ધંધો કરી શકશે નહી તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. જો કે રસીની અછત અને વેપારીઓની ઉદાસીનતા બંન્નેના કારણે હજી મોટા પ્રમાણમાં વેપારીઓ રસીકરણથી વંચિત છે. જેના કારણે વેપારી એસોસિએશનની માંગ હતી કે, રસીકરણ અંગેની તારીખ લંબાવવામાં આવે. જેના પગલે સરકાર દ્વારા વેપારીઓ માટે ફરજીયાત રસીકરણની તારીખ લંબાવીને 15 તારીખ કરી દેવામાં આવી છે. 

Jul 31, 2021, 07:15 PM IST

આવતીકાલથી નવું જાહેરનામું લાગુ, લગ્ન પ્રસંગમાં લોકોની હાજરી મામલે સરકારે કરી સ્પષ્ટતા

કોરોના ગાઈડલાઈનને લઈને ગુજરાત સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. લગ્નને સામાજિક કાર્યક્રમમાં ન ગણવાનું સરકારે કહ્યુ છે. આ તમામ ગાઈડલાઈન આવતીકાલથી લાગુ પડશે

Jul 30, 2021, 12:16 PM IST

‘પ્રાગસર તળાવ સુકાયુ એનો અર્થ એવો નથી કે ત્યાં પોલીસ પરેડ કરે’હાઈકોર્ટે સરકારને ટકોર્યા

ભૂજના ઐતિહાસિક (bhuj history) પ્રાગસર તળાવ પર બાંધકામ સામે હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલ મામલે હાઈકોર્ટે (gujarat highcourt) સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ વેધક ટકોર કરતા કહ્યું કે, જો તળાવ સુકાઈ જાય તો એનો અર્થ એવો નથી કે ત્યાં પોલીસ પરેડ કરે. કચ્છ વરસાદી અછતવાળો પ્રદેશ છે, ત્યારે સરકારે ત્યાર જળસંચય થાય એવા પ્રોજેક્ટ વિકસાવવા જોઈએ. 

Jul 25, 2021, 12:36 PM IST