હવે ગુજરાતમાં ઉડશે સી-પ્લેન, નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયે આપી મંજૂરી
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેનમાં મુસાફરી કરી હતી. ત્યારથી સી-પ્લેન દેશમાં શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ગુજરાતમાં સરદાર સરોવર ડેમ અને સાબરમતી નદી પર સી-પ્લેન ઉડશે. નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયે દેશમાં સી-પ્લેન માટે વૉટર એરોડ્રમ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પહેલા તબક્કામાં 3 સ્થળનોને પંસદ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના 2 સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજો વૉટર એરોડ્રમને ઓડિશાના ચિલ્કા તળાવમાં બનાવવામાં આવશે. ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ આ પ્રસ્તાવને લીલી ઝંડી આપતા ટ્વીટ કર્યું હતું. તેઓએ જણાવ્યું કે જેશના વિવિધ સ્થળો પર વોટર એરોડ્રમ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેનાથી પર્યટનને વેગ મળશે. લોકોની કનેક્ટિવિટી પણ વધશે.
In-principle approval has been given for the construction of Water Aerodromes in various states across the country. This move will promote tourism as well as connect places of religious importance. (1/n)
— Suresh Prabhu (@sureshpprabhu) August 11, 2018
To start with, we have identified 5 states viz. Odisha, Gujarat, Maharashtra, Andhra Pradesh & Assam for the development of Water Aerodromes. For the first phase of the project, Chilka Lake (Odisha), Sabarmati River Front & Sardar Sarovar Dam (Gujarat) have been identified. (2/n)
— Suresh Prabhu (@sureshpprabhu) August 11, 2018
DGCA has already issued regulations prescribing the procedure and requirement for
licensing of Water Aerodromes. Since there is no historical data on market and also the demand from any airlines, the Project will be done as a pilot project. (3/n)
— Suresh Prabhu (@sureshpprabhu) August 11, 2018
સુરેશ પ્રભુએ જણાવ્યું કે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન જૂનમાં વૉટર એરોડ્રમ બનાવશે અને તેને સંબંધિત લાઇસન્સની પ્રક્રિયાને લઇને નિયમો જાહેર કર્યા હતા. DGCAએ કહ્યું કે વૉટર એરોડ્રમ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરનારને રક્ષા, ગૃહ, પર્યાવરણ અને વનમંત્રાલય પાસેથી મંજૂરી લેવી પડશે. વૉટર ડ્રમ માટેનું લાઇસન્સ 2 વર્ષ માટે વેલિડ ગણાશે. શરૂઆતના 6 માસ માટે પ્રોવિઝનલ લાઇસન્સ આપવામાં આવશે. આ દરમિયાન એરોડ્રમ સંચાલનનું નિરીક્ષણ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે