ગુજરાતના ચાર શહેરોમાં ભવ્ય પતંગ મહોત્સવ થશે, વિદેશી પતંગબાજો પેચ લડાવશે

Kite Fesitval In Gujarat : ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ગુજરાત પતંગોત્સવ માટે તૈયાર થઈ રહ્યું છે. કોરોનાને કારણે અટકેલો પતંગ મહોત્સવ આ વર્ષે ગુજરાતીઓને માણા મળશે

ગુજરાતના ચાર શહેરોમાં ભવ્ય પતંગ મહોત્સવ થશે, વિદેશી પતંગબાજો પેચ લડાવશે

Kite Fesitval In Gujarat : ગુજરાતમાં પતંગોત્સવની છેલ્લાં 2 વર્ષથી પતંગરસિયાઓ રાહ જોઈ રહ્યા છે. ગુજરાતની લોકકલાને ઉજાગર કરતા આ મહોત્સવમાં વિવિધ કલાકારો ભાગ લેતા હોય છે. કોરોનાકાળ બાદ પ્રથમવાર ગુજરાતમાં પતંગોત્સવ યોજવા સરકારે આયોજન હાથ ધર્યું છે. આગામી પતંગોત્સવ રાજ્યના 4 શહેરી વિસ્તારમાં યોજાશે. આ ઉપરાંત પતંગોત્સવમાં સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવશે. કોરોનાકાળ બાદ પ્રથમવાર યોજાઇ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને G-20 સમિટ ની થીમ રાખવામાં આવશે. રાજ્યમાં G-20 સમિટ 15 બેઠકો વિવિધ સ્થળો પર યોજાવાની છે. દેશ પ્રથમવાર G-20 સમિટ યજમાની કરી રહ્યો છે, જેથી G-20 સમિટ કેટલાક અંશો પતંગ ઉત્સવમાં જોવા મળશે. આ ઉપરાંત દેશમાં આઝાદી નાં 75 વર્ષની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે પતંગ ઉત્સવમાં તેના કેટલાક અંશો જોવા મળશે

રાજ્યના 4 શહેરી વિસ્તારોમાં પતંગ મહોત્સવ
છેલ્લા બે વર્ષ રાજ્ય-દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. જેથી રાજ્યના 4 શહેરી વિસ્તારોમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જેમા અમદાવાદ રિવરફ્રન્ટ સિવાય વડોદરા, વડનગર, દ્વારકા, કેવડીયા –નર્મદા, સોમનાથ,  સુરત, રાજકોટ, ધોલેરા અને ધોરડો ખાતે પતંગોત્સવ યોજાવાનો છે. ગુજરાતમાં 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી, 2023 સુધી ચાલનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશી પતંગબાજો પણ ભાગ લેશે. અગાઉ વર્ષ 2021 અને 2022માં પતંગ મહોત્સવ કોરોના રોગચાળાને કારણે રદ કરવામાં આવ્યો હતો.

વિદેશી પતંગબાજો આવશે 
અંદાજે 68 દેશોના 250 પતંગબાજોને આમંત્રણ આપવામાં આવશે. આ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં આઝાદીનો અમૃત મહોત્સવ અને જી-20 સમિટની થીમ પર ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  આ વખતે દેશ પહેલીવાર G-20 સમિટની યજમાની કરી રહ્યો છે, આવી સ્થિતિમાં G-20 સમિટના કેટલાક ભાગો કાઈટ ફેસ્ટિવલમાં જોવા મળશે. કાઈટ ફેસ્ટિવલમાં અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉત્સવમાં વિદેશી પતંગબાજો પણ ભાગ લેશે. 

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ પતંગોત્સવનું આયોજન
અમદાવાદ ખાતે રાજ્યકક્ષાનો પતંગ ઉત્સવ યોજવામાં આવશે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યમાં વડોદરા, સુરત અને રાજકોટમાં પતંગ ઉત્સવ ઊજવાશે. વડોદરામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પતંગ ઉત્સવ યોજવા અંગે આયોજન કરાયું છે. આ વર્ષે રાજકોટ અને સુરતમાં પણ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આમ સરકાર પતંગોત્સવ મોટાપાયે ઉજવવા માગે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news