અંતિમ દિવસે પ્રચારમાં બધા નેતાઓએ પ્રાણ ફૂંક્યા, અમદાવાદમાં મુખ્યમંત્રીનો ભવ્ય રોડ શો નીકળ્યો

Gujarat Election 2022 : બીજા તબક્કાના પ્રચારના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઝંઝાવાતી રોડ શો... ચેનપુરમાં બુટભવાની મંદિરમાં પૂજા-અર્ચના બાદ રોડ શોની કરી શરૂઆત...  ચેનપુરથી ઓગણજ ગામ સુધી 12 કિલીમીટર સુધીના રોડ શોનું આયોજન... 

અંતિમ દિવસે પ્રચારમાં બધા નેતાઓએ પ્રાણ ફૂંક્યા, અમદાવાદમાં મુખ્યમંત્રીનો ભવ્ય રોડ શો નીકળ્યો

Gujarat Election 2022 : ગુજરાતના સૌથી મોટા રાજકીય જંગ વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. આજે સાંજથી રાજ્યભરમાં પ્રચાર પડઘમ શાંત થઈ જશે. સાંજના 5 વાગ્યા પછી બીજા તબક્કાના મતદાનનો પ્રચાર બંધ થશે. ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. બીજા તબક્કાના મતદાનના પ્રચારના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઝંઝાવાતી રોડ શો નીકળ્યો છે. ચેનપુરથી ઓગણજ ગામ સુધી 12 કિલીમીટર સુધીના રોડ શોનું આયોજન કરાયુ છે. તો આ સાથે જ ભાજપના અનેક દિગ્ગજ નેતાઓને આજે રોડ શો અને જનસભા આયોજિત કરાઈ છે. ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ ધોળકા અને ખેડામાં પ્રચાર કરશે. તો રૂપાલા બનાસકાંઠા અને છોટાઉદેપુરમાં સભા સંબોધશે. સ્મૃતિ ઈરાનીની અરવલ્લી અને પાટણમાં રોડ શો યોજશે. 

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ છેલ્લા દિવસે ગુજરાતમાં ત્રણ સભા ગજવશે. અમદાવાદ જિલ્લામાં ધોળકા, ખેડા જિલ્લામાં ચકલાસી તો આણંદ જિલ્લામાં ખંભાત ખાતે જનસભાનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે આજ સાંજથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારના પડઘમ થશે શાંત, 5 ડિસેમ્બરે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન થશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ દ્વારા જુદાં જુદાં રાજ્યના સીએમ, કેન્દ્રીય મંત્રીઓ તેમજ વરિષ્ઠ નેતાઓના માધ્યમથી મતદારો સુધી પહોંચી ભાજપના ઉમેદવારોને જીતાડવા પ્રયાસ કરી રહ્યું છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસના નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજયો ભવ્ય રોડ શો. તો વડોદરાની સયાજીગંજ બેઠક પરના કેયુર રોકડિયા અને કોંગ્રેસ ઉમેદવારના ઉમેદવાર અમીબેન રાવતે કર્યો ઝંઝાવાતી પ્રચાર.

CM એ ચેનપુર બુટ ભવાની મંદિરે દર્શન કરી રોડ શોની શરૂઆત કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ચેનપુર બુટ ભવાની મંદિરે દર્શન કરી રોડ શોની શરૂઆત કરી હતી. ચેનપુરથી જગતપુર, વંદેમાતરમ, ચાંદલોડિયામાં રોડ શો આગળ વધ્યો છે. તો ગોતા અને ઓગણજ સહિતના વિસ્તારમાં રોડ શોનું આયોજન કરાયું છે. બીજા તબક્કાના મતદાન પહેલા પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. જેથી અમદાવાદની બેઠકોને આવરી લેતો આ રોડ શો છે, જ્યાં 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. ઓગણજમાં મુખ્યમંત્રીના રોડ શો વચ્ચે 108 ની એમ્બ્યુલન્સને રસ્તો આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આખા રસ્તામાં લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. 

કોંગ્રેસના ઉમેદવારનો અમરાઈવાડીમાં રોડ શો
તો બીજી તરપ, ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મતદારોને આકર્ષવા ઉમેદવારોના પ્રયાસ ચાલુ છે. અમરાઇવાડીના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ દ્વારા રોડ શોનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો રોડ જોડાયા હતા. કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલનુ નિવેદન આપ્યું કે, અમરાઇવાડીની જનતાએ પરિવર્તનનુ મન બનાવ્યુ છે. ૩૫ વર્ષથી ભાજપના ધારાસભ્ય છે કોઇ વિકાસ થયો નથી. નરેન્દ્ર મોદી આ વિસ્તારના ૧૦ વર્ષ  ધારાસભ્ય રહ્યા હોવા છતાં વિકાસથી વંચિત છે. લોકો મોંઘવારી બેરોજગારીથી પરેશાન છે, તેથી કોંગ્રેસ અને ધર્મેન્દ્ર પટેલને પસંદ કરશે. મને આશીર્વાદ રૂપે મત મળશે.

મતદાનને એક દિવસ બાકી 
ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાના મતદાનને હવે માત્ર 1 દિવસ બાકી રહ્યો. 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાની 93 બેઠકો માટે થશે મતદાન. 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો, પાટણ જિલ્લાની 4 બેઠકો, મહેસાણા જિલ્લાની 7 બેઠકો, સાબરકાંઠા જિલ્લાની 4 બેઠકો, અરવલ્લી જિલ્લાની 3 બેઠકો, ગાંધીનગરની 5 બેઠકો, અમદાવાદની 21 બેઠકો, આણંદની 7 બેઠક, ખેડાની 6 બેઠકો, મહીસાગરની 3 બેઠકો, અરવલ્લીની 3 બેઠકો, પંચમહાલ જિલ્લાની 5 બેઠકો, દાહોદ જિલ્લાની 6 બેઠકો, વડોદરા જિલ્લાની 10 બેઠકો, છોટાઉદેપુર જિલ્લાની 3 બેઠકો પર મતદાન થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news