વિજય રૂપાણી પાસે ધારાસભ્યની મોટી ડિમાન્ડ, પત્રકારો અને પોલીસને પણ આપો 50 લાખનું વીમા કવચ
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારે કહ્યું કે, કોરોના સાથે જંગ લડી રહેલા આશા કાર્યકર્તા, સફાઇ કર્મીઓ, મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફ માટે 50 લાખ રૂપિયાના વીમા કવચનું એલાન કરવામાં આવે છે.
Trending Photos
સ્નેહલ પટેલ, નવસારી : વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને પોલીસકર્મી અને પત્રકારો માટે પણ 50 લાખ રૂપિયાનું વીમા કવચ આપવની માગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે આરોગ્ય કર્મીઓની જેમ પોલીસ અને પત્રકારો પણ મહામારી સામે ખડે પગે ફરજ નિભાવી રહ્યા છે ત્યારે તેમને પણ આ વીમા કવચ આપવામાં આવે.
નોંધનીય છે કે આ મહા બીમારીમાં ફરજ અદા કરી રહેલા પોલીસ તેમજ પત્રકારોને પણ રૂ.50 લાખનું વીમા કવચ ફાળવાય તેવી માંગ સાથે થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતએ રાજ્યના મુખ્યપ્રધાનને લેખિત રજૂઆત કરી છે.
કોરોના વાયરસનો માર સહન કરી રહેલા લોકોને પ્રધાનમંત્રી મોદીએ મોટી રાહત આપી છે. તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 1 લાખ 70 હજાર કરોડનું આર્થિક પેકેજનું એલાન કર્યું છે. આ સાથે જ કોરોના વોરિયર્સ માટે 50 લાખ રૂપિયાનો મેડિકલ વીમો આપવાની પણ સરકારે જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારે કહ્યું કે, કોરોના સાથે જંગ લડી રહેલા આશા કાર્યકર્તા, સફાઇ કર્મીઓ, મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફ માટે 50 લાખ રૂપિયાના વીમા કવચનું એલાન કરવામાં આવે છે. તેનો ફાયદો 20 લાખ મેડિકલ સ્ટાફ તથા કોરોના વોરિયર્સને મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે