કાર્યક્રમ સ્થળની જાણકારી ન અપાતા સાંસદ મનસુખ વસાવા અને ગીતાબેન રાઠવા અધિકારીઓ પર અકળાયા

નર્મદા જિલ્લામાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે. રાષ્ટ્રપતિ દ્વારા હોસ્પિટલના વર્ચ્યુઅલી શિલાન્યાસ કાર્યક્રમમાં સાંસદોને સ્થળની જાણકારી ન અપાતા બંને સાંસદો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પહોંચ્યા હતા. 
 

કાર્યક્રમ સ્થળની જાણકારી ન અપાતા સાંસદ મનસુખ વસાવા અને ગીતાબેન રાઠવા અધિકારીઓ પર અકળાયા

નર્મદાઃ આજે રાજપીપળા ખાતે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલનો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા ઈ-ખામમુહૂર્તનો કાર્યક્રમ હતો. પરંતુ આ કાર્યક્રમના સ્થળની માહિતી અધિકારીઓ દ્વારા સાંસદ મનસુખ વસાવા અને ગીતાબેન રાઠવાને ન અપાતા અધિકારીઓ પર અકળાયા હતા. નોંધનીય છે કે કાર્યક્રમના સ્થળમાં ફેરફાર થયો પરંતુ તેની જાણ બંને સાંસદોને કરવામાં આવી નહોતી. જેથી બંને સાંસદ અધિકારીઓ પર ગુસ્સે થયા હતા. 

રાજપીપલા ખાતે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલનો વર્ચ્યુઅલ શિલાન્યાસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે કરવામાં આવ્યો હતો. સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા પણ હાજર રહ્યાં હતા. સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા બંનેને કાર્યક્રમના સ્થળ વિશે જાણકારી આપવામાં નહોતી આવી.

સ્થળની જાણકારી ન હોવાના કારણે સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા પણ અધિકારીઓ પર અકળાયા હતા. આરોગ્ય વિભાગ નર્મદામાં સંકલનનો અભાવ હોવાનું બંને સાંસદોએ કહ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યા બાદ બંને સાંસદો રાજપીપલામાં રાખેલ કાર્યક્રમના સ્થળ પર પહોંચ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને પગલે જિલ્લા વડામથકે 530 કરોડના ખર્ચે બનનાર હોસ્પિટલ અને મેડિકલ કોલેજ આગામી દિવસ નિર્માણ પામશે. ત્યારે 100 જેટલા છાત્રોને mbbsમાં પ્રવેશ મળશે. તો 6 માળની આ બિલ્ડીંગમાં તમામ સુવિધા સજ્જ હશે.  બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલની સુવિધા પણ ત્યાં ઉભી કરવામાં આવશે.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news