Mukesh Ambani Video: મુકેશ અંબાણીનો અસ્સલ ગુજરાતી અંદાજ, ગામડાના સામાન્ય વ્યક્તિના ઘરેથી આવેલા ભજીયા ખાધા, જુઓ Video
Mukesh Ambani Video: અન્ન સેવાના આયોજન દરમ્યાન એક વ્યક્તિ પોતાના ઘરેથી ભોજન બનાવીને મુકેશ અંબાણી માટે લાવ્યો હતો. ત્યારે મુકેશ અંબાણીએ પણ તે વ્યક્તિનું માન રાખ્યું અને તેના ઘરે બનાવેલા ભજીયાની મજા માણી હતી.
Trending Photos
Mukesh Ambani Video: દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જામનગરમાં પ્રિ વેડિંગ ફંક્શનનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રિ વેડિંગ ફંક્શન 1 માર્ચથી લઇ 3 માર્ચ સુધી જામનગરમાં ચાલશે. જોકે આ પ્રી વેડિંગ ફંક્શન શરૂ થાય તે પહેલા મુકેશ અંબાણીએ પોતાના પરિવાર સાથે જામનગરમાં જ અન્ન સેવાનું આયોજન કર્યું હતું. જેમાં મુકેશ અંબાણી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પોતાના હાથે ગ્રામજનોને ભોજન કરાવ્યું હતું.
અન્ન સેવાના આયોજનમાં ગ્રામજનોએ રાધિકા અને અનંતનું ભવ્ય રીતે સ્વાગત પણ કર્યું અને તેને આશીર્વાદ પણ આપ્યા. જોકે આ અન્ન સેવાના કાર્યોમાં મુકેશ અંબાણીનો અસ્સલ ગુજરાતી અંદાજ પણ જોવા મળ્યો. દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ હોવા છતાં આ અન્નસેવા માં તેમની સાદગી ઉડીને આંખે વળગી. મુકેશ અંબાણીનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને જોઈને સૌ કોઈ કહી રહ્યા છે કે દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિને અભિમાન જરા પણ નથી અને તે પોતાના મૂળ પણ ભૂલ્યા નથી.
થયું એવું કે અન્ન સેવાના આયોજન દરમ્યાન એક વ્યક્તિ પોતાના ઘરેથી ભોજન બનાવીને મુકેશ અંબાણી માટે લાવ્યો હતો. ત્યારે મુકેશ અંબાણીએ પણ તે વ્યક્તિનું માન રાખ્યું અને તેના ઘરે બનાવેલા ભજીયાની મજા માણી હતી.
જામનગરમાં મુકેશ અંબાણીએ ગરમા-ગરમ ભજીયાનો સ્વાદ માણ્યો... #Jamnagar #Mukeshambani #Gujarat #ZEE24KalakOriginalVideo pic.twitter.com/lxEY7o82sm
— Zee 24 Kalak (@Zee24Kalak) February 29, 2024
મુકેશ અંબાણી અન્ન સેવાના કાર્યક્રમમાં ભજીયા શોખથી ખાતા જોવા મળ્યા હતા. મુકેશ અંબાણી પોતાના હાથેથી જ ભજીયા ખાતા જોવા મળ્યા અને સાથે જ તેણે તે વ્યક્તિના વખાણ પણ કર્યા. અન્ન સેવા દરમિયાન તેમણે અન્ય ગ્રામજનો સાથે વાતચીત પણ કરી હતી.
જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ પાસે જોગવડ ગામમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત અંબાણી પરિવારના સભ્યો પહોંચ્યા હતા અને તેમણે આખા ગામના લોકોને ગુજરાતી ભોજન કરાવ્યું હતું. આ અન્ન સેવામાં અંબાણી પરિવાર એ 51 હજાર લોકોને ભોજન કરાવ્યું હતું. આ અન્ન સેવા આગામી કેટલાક દિવસો સુધી ચાલતી રહેશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનની સંસ્થાપક નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન એનકોર હેલ્થ કેરના સીઈઓ વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે થવા જઈ રહ્યા છે. અનંત અને રાધિકા નાનપણના મિત્રો છે અને ડિસેમ્બર 2022માં રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં તેમની સગાઈ કરવામાં આવી હતી. જ્યારે તેમના પ્રિ વેડિંગ ફંક્શનનું આયોજન જામનગર ખાતે 1 થી 3 માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે