હવે Telegram પર પણ મળશે ગુજરાત હાઇકોર્ટના પરિપત્ર, ટૂંક સમયમાં શરૂ થશે આ સેવા
ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) દ્રારા આગામી સમયમાં ટેલીગ્રામ પર હાઇકોર્ટ (High Court) ના વકીલો પર આધારિત કોલજિસ્ટ, કેસ સ્ટેટ્સ, ઓર્ડર, જજમેન્ટ્સ તથા અન્ય જાણકારીઓ પણ ઉપલધ કરાવવાની તૈયારી છે.
Trending Photos
આશ્કા જાની, અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) દ્રારા યૂટ્યૂબ (Youtube) પર સુનાવણીના જીવંત પ્રસારણ સુવિધા ઉપલબ્ધ કરાવ્યા હવે ટેલીગ્રામ (Telegram) એપ્લિકેશન પર પરિપત્ર, નોટીસની જાણકારી પણ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેના માટે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્રારા એક સત્તાવાર ટેલીગ્રામ (Telegram) ચેનલ શરૂ કરવામાં આવી છે. તેના પર એક માર્ચથી જાણકારી ઉપલબ્ધ કરાવવાનું શરૂ કરવામાં આવશે.
મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ દ્રાર વકીલો તથા અન્ય લોકોને સરળતાથી જાણકારી ઉપલબ્ધ કરાવવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે. તેના હેઠળ વેબસાઇટ સાઇટ પર પરિપત્ર, નોટિસ, કોજલિસ્ટ તથા વિવિધ નોટિફિકેશનને ઉપલબ્ધ કરવાવામાં આવશે. હવેથી વેબસાઇટની સાથે જ ટેલીગ્રામ ચેનલ પર પણ તેને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે જ યૂટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમિંગની લિંક પણ ઉપલભ્દ કરાવવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) દ્રારા આગામી સમયમાં ટેલીગ્રામ પર હાઇકોર્ટ (High Court) ના વકીલો પર આધારિત કોલજિસ્ટ, કેસ સ્ટેટ્સ, ઓર્ડર, જજમેન્ટ્સ તથા અન્ય જાણકારીઓ પણ ઉપલધ કરાવવાની તૈયારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે