PM Modi ને આજે પણ આ એક વાતનો છે અફસોસ, 'મન કી બાત'માં પોતાની આ કમીનો કર્યો ઉલ્લેખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે મન કી  બાત (Mann Ki Baat) કાર્યક્રમની 74મી શ્રેણી દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ પોતાની કમીનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે તેમની હજુ પણ કઈ વાતનો અફસોસ છે. 
PM Modi ને આજે પણ આ એક વાતનો છે અફસોસ, 'મન કી બાત'માં પોતાની આ કમીનો કર્યો ઉલ્લેખ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે મન કી  બાત (Mann Ki Baat) કાર્યક્રમની 74મી શ્રેણી દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ પોતાની કમીનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે તેમની હજુ પણ કઈ વાતનો અફસોસ છે. 

....મારી એક કમી-પીએમ મોદી
મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ જણાવ્યું કે તામિલ  ભાષા ન શીખી શક્યા તે તેમની કમી છે. તેમણે કહ્યું કે, થોડા દિવસ પહેલા હૈદરાબાદની અપર્ણા રેડ્ડીજીએ મને આવો જ એક સવાલ પૂછ્યો. તેમણે કહ્યું કે તમે આટલા વર્ષોથી પીએમ છો. આટલા વર્ષ સીએમ રહ્યા. શું તમને ક્યારેય એવું લાગે છે કે તમારામાં કઈ કમી રહી ગઈ. અપર્ણાજીનો સવાલ ખુબ સહજ છે. પરંતુ એટલો જ મુશ્કેલ પણ. પીએમ મોદીએ કહ્યું કે, "મે આ સવાલ પર ખુબ વિચાર કર્યો અને પોતાને કહ્યું કે મારી એક કમી એ રહી કે હું દુનિયાની સૌથી પ્રાચીન ભાષા તામિલ શીખવા માટે બહુ પ્રયત્ન કરી શક્યો નહી. હું તામિલ શીખી શક્યો નહી. આ એક એવી સુંદર ભાષા છે, જે દુનિયાભરમાં લોકપ્રિય છે. "

— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) February 28, 2021

આત્મનિર્ભર ભારતની પહેલી શરત
પીએમ મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારતની પહેલી શરત છે પોતાના દેશની ચીજો પર ગર્વ હોવો. પોતાના દેશના લોકો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ પર ગર્વ હોવો. જ્યારે પ્રત્યેક દેશવાસી ગર્વ કરે છે, પ્રત્યેક દેશવાસી જોડાય છે, તો આત્મનિર્ભર ભારત, ફક્ત એક આર્થિક અભિયાન ન રહીને એક National spirit બની જાય છે.  

જળ જીવન, આસ્થા અને વિકાસની ધારા
પીએમ મોદીએ કહ્યું કે આ વખતે હરિદ્વારમાં કુંભ થવા જઈ રહ્યો છે. જળ આપણા માટે જીવન પણ છે, આસ્થા પણ છે અને વિકાસની ધારા પણ છે. પાણી એક પ્રકાર પારસથી પણ વધુ મહત્વપૂર્ણ છે. કહેવાય છે કે પારસના સ્પર્શથી લોઢું સોનામાં ફેરવાઈ જાય છે. એ જ રીતે પાણીનો સ્પર્શ જીવન માટે જરૂરી છે, વિકાસ માટે જરૂરી છે. પાણીના સંરક્ષણ માટે આપણે અત્યારથી જ પ્રયત્નો શરૂ કરવા જોઈએ.  

પાણીના સંકટના ઉકેલ માટે પ.બંગાળથી મેસેજ
પ્રધાનમંત્રીએ કહ્યું કે થોડા દિવસ બાદ માર્ચ મહિનામાં જ 22 તારીખે ‘World Water Day’ પણ છે. પાણીના સંકટના ઉકેલ માટે એક ખુબ જ સારો મેસેજ પશ્ચિમ બંગાળના ઉત્તર દીનાજપુરથી સુજીતજીએ મોકલ્યો છે. તેમણે લખ્યું છે કે પ્રકૃતિએ જળ સ્વરૂપે આપણને એક સામૂહિક ઉપહાર આપ્યો છે. આથી તેને બચાવવાની જવાબદારી પણ સામૂહિક છે. એ વાત બિલકુલ સાચી છે. જે રીતે સામૂહિક ઉપહાર છે છે તેવી જ રીતે સામૂહિક જવાબદારી પણ છે. નદી, તળાવ, ઝીલ, વર્ષા કે જમીનનું પાણી આ બધુ દરેક માટે છે. 

તામિલનાડુમાં કૂવાને સંરક્ષિત કરવા અભિયાન
તેમણે કહ્યું કે એક સમય હતો કે જ્યારે ગામડામાં કૂવા, પોખર, તેની દેખભાળ બધુ મળીને કરાતું હતું. હવે આવો જ એક પ્રયત્ન તામિલનાડુના તિરુવન્નામલાઈમાં થઈ રહ્યો છે. અહીં સ્થાનિક લોકોએ પોતાના કૂવાને સંરક્ષિત કરવા માટે અભિયાન ચલાવ્યું છે. આ લોકો પોતાના વિસ્તારમાં વર્ષોથી બંધ પડેલા જાહેર કૂવાને ફરીથી જીવિત કરી રહ્યા છે. આ ઉપરાંત બુંદેલખંડના બબીતાજીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે બબીતાજીના ગામની પાસે એક સમયે મોટી ઝીલ હતી જે સૂકાઈ ગઈ. તેમણે ગામની જ બીજી મહિલાઓને સાથે લીધી અને ઝીલ સુધી પાણી લઈ જવા માટે નહેર બનાવી દીધી. આ નહેરથી વરસાદનું પાણી સીધુ ઝીલમાં જવા લાગ્યું. હવે આ ઝીલ પાણીથી ભરાયેલી રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news