found

BHARUCH માં ગણેશજીના પંડાલ બહાર બે લોકો મળી આવ્યા, એકનું મોત, એક ઘાયલ

અંકલેશ્વરના પંચાયતી બજાર નજીક ગણેશ પંડાલ ગ્રાઉન્ડ નજીક બે અજાણ્યા પુરુષો શંકાસ્પદ હાલતમાં પડ્યા હોવાની માહિતી સ્થાનિક પોલીસને મળી હતી. પોલીસ સ્થળ પર જોતા એક પુરૂષ મૃત હાલતમાં જ્યારે એક વ્યક્તિ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે તત્કાલ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઇજાગ્રસ્તો પર કોઈ અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હોવાનું લાગી રહ્યું હતું જેના પગલે પોલીસે આ અંગે તપાસ આદરી હતી. 

Sep 13, 2021, 08:19 PM IST

આ શિવાલયમાં શ્રાવણ મહિનામાં ચાંદીની અલભ્ય મૂર્તિ આવે છે અને ત્યાર બાદ ગાયબ થઇ જાય છે

મહાદેવની ભક્તિમાં તરબોળ થવાનો સમય એટલો પવિત્ર શ્રાવણ માસ આ માસમાં શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠતા હોય છે. પોરબંદરમાં આવેલ લંકેશ્વર મહાદેવનુ મંદિર પણ શિવભક્તો માટે આસ્થાનુ કેન્દ્ર ગણાય છે કારણ કે અહી એક ઘુમટ એટલે કે એક જ મંદિરમાં બે શિવલીંગો છે. ભોળાનાથની ભક્તિમાં લીન થવાનો સમય એટલે શ્રાવણ માસ આ માસમાં શિવભક્તો મહાદેવના મંદિરે જઈને પૂજા અર્ચના અભિષેક કરતા જોવા મળે છે.

Aug 16, 2021, 04:45 PM IST

જ્યાં તમે સારવાર માટે જઇ રહ્યા છો ત્યાં જ છે સૌથી મોટા બિમારીના ઘર, કોર્પોરેશને અનેક હોસ્પિટલોને નોટિસ ફટકારી

ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે, જેની સાથે મચ્છરજન્ય રોગો પણ વધ્યા છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગો વધતાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી આરંભવામાં આવી છે. જો કે હવે જ્યાં લોકો સારવાર માટે જાય છે ત્યાંથી જ મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા છે. આજે હેલ્થ વિભાગે હોટલ અને હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જો કે મોટી હોટલમાં મચ્છરના બ્રિડિંગ મળી આવતા ચકચાર મચી ગઇ છે. 

Jul 30, 2021, 11:59 PM IST

જૂનાગઢના પાદરીયા ગામમાંથી ડ્રીપ ઇરિગેશનની પાઇપની આડમાં મળ્યો લાખોનો દારૂ

તાલુકાના પાદરીયાની સીમમાં એલસીબી પોલીસે દરોડા પાડી ટ્રકમાં ડ્રીપ ઇરિગેશન પાઇપની આડમાં છુપાયેલા 21.78 લાખની કિંમતનો પાંચ હજાર 328 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જ્યારે બુટલેગર બે ભાઇઓ તથા અન્ય શખ્સો નાસી છુટ્યા હતા. એલસીબીએ બે ટ્રક અને એક મેટાડોર મળી કુલ 41.98 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી નાસી ગયેલા બુટલેગરોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. 

Jun 2, 2021, 11:48 PM IST

ગુજરાતનું ક્રાઇમ કેપિટલ બન્યું ફરી લોહીયાળ, લોહીમાં લથબથ મૃતદેહ મળી આવ્યો

શહેર હવે ધીરે ધીરે ગુજરાતનું ક્રાઇમ કેપિટલ બનતું જઇ રહ્યું છે. સુરતમાં ગુનાઓ ડામવામાં પોલીસ નિષ્ફળ રહી છે. રોજેરોજ હત્યા, દુષ્કર્મ અને લૂંટ જેવા અનેક ગુનાઓ પોલીસ ચોંપડે નોંધાય છે. જ્યારે ગેંગવોર અને નિયમોના ભંગના તો સેંકડો ગુનાઓ પોલીસ સ્ટેશનમાં રોજેરોજ નોંધાતા જ રહે છે. 

May 30, 2021, 04:17 PM IST

આત્મનિર્ભર ચોર ઝડપાયો: પોતાની જરૂરિયાત અનુસાર ઘરે જ નોટો છાપી લેતો અને પછી...

કોરોના મહામારીમાં પોલીસને સોંપવામાં આવતી કામગીરી પણ ક્યારેક ગુનાનો ભેદ ઉકેલવામાં મદદ રૂપ થઈ શકે છે. આવા જ એક ગુનો ભેદ ઉકેલવામાં માણસા પોલીસને સફળતા પ્રાપ્ત થઈ અને વાહન ચેકિંગ દરમિયાન 30 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો ઝડપી પાડી.

May 30, 2021, 04:02 PM IST

રજીસ્ટ્રેશન વગર રસી: રાજકોટમાં રસી તો ન મળી પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ ગભરાયેલા લોકો રસી લેવા માટે પડાપડી કરી રહ્યા છે. બુકિંગ માટે અનેક પ્રયાસો છતા પણ રસીકરણના સ્લોટ બુક નથી થઇ રહ્યા. તેવામાં ગુજરાતમાં રજીસ્ટ્રેશન વગર જ રસીકરણના સમાચાર બજારમાં વહેતા થતા મોટા પ્રમાણમાં લોકો વેક્સિન લેવા માટે રાજકોટના સંતોષીનગરના હેલ્થ સેન્ટર ખાટે ઉમટી પડ્યા હતા. 

May 24, 2021, 06:43 PM IST

ડુંગરપુર બોર્ડર પર પોલીસે ગાડી અટકાવી પછી એટલા પૈસા મળ્યા કે ગણતા દોઢ દિવસ થયો

કોરોનાના લોકડાઉન દરમિયાન ડુંગરપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે ગુજરાતની સીમા પર એક ગાડી પકડી હતી. જેમાંથી પ્રાથમિક દ્રષ્ટીએ કાંઇ નહી હોવાનું લાગ્યું હતું. જો કે યોગ્ય રીતે તપાસ કરતા તેમાંથી સાડા ચાર કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ ગાડી દિલ્હીથી ગુજરાત આવી રહી હતી. બોર્ડર પર સર્ચ દરમિયાન ગાડીની નીચે છુપાયેલા નોટોના બંડલ મળી આવ્યા હતા. જે જોઇને પોલીસ કર્મચારીઓના હોશ ઉડી ગયા હતા.

May 23, 2021, 07:39 PM IST

Aravalli: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગાડીમાંથી દારૂના બદલે મળી લાખો રૂપિયાની નોટો અને પછી

* શામળાજી પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી 
* રૂ.80 લાખ રોકડ સહિત 90 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સ ની અટકાયત
* શામળાજી પોલીસે કારની સીટના ગુપ્ત ખાના માં સંતળેલા રૂ.80 લાખ રોકડા ઝડપ્યા
* રતનપુર બોડર પર  વાહન ચેકિંગ દરમિયાન કાર શંકાસ્પદ જાણતા રૂપિયા હાથ લાગ્યા

Apr 18, 2021, 05:16 PM IST

ગુજરાતના કોરોના ઇતિહાસનો પ્રથમ કેસ, કોરોના વોર્ડમાંથી ગુમ દર્દીનો મૃતદેહ મળ્યો, પરિવારના ગંભીર આક્ષેપ

શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓને મોટા પ્રમાણમાં દાખલ થઇ રહ્યા છે. જો કે હંમેશાની જેમ સિવિલ હોસ્પિટલમાં રેઢીયાળ તંત્રની વધારે એક ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં કોરોના પોઝિટિવ દર્દી બે દિવસ પહેલા ગુમ થઇ ગયો હતો. જો કે ચોંકાવનારી બાબત છે કે બે દિવસ બાદ હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે. 

Apr 9, 2021, 09:40 PM IST

પોચા હૃદયના લોકો માટે નથી! સુરતમાં હત્યાનો એવો બનાવ જે તમારૂ કાળજુ કંપાવી નાખશે

  ઉધના રેલવે ટ્રેક પાસેના ઝૂંપડામાં અતિશય દુર્ગંધ મારતી હોવાથી પોલીસને જાણ કરાઈ. આસપાસના લોકોએ અહીં એક યુવાનની હત્યા કરી તેના મૃતદેહને દાટી દેવાયો હોવાની આશંકા વ્યક્ત કરી. પોલીસે પણ આવીને અહીં ખોદકામ કરતાં સળગેલી હાલતમાં એક મૃતદેહ બહાર કાઢ્યો છે. 22 માર્ચે ગુમ થયેલા ડિંડોલીના યુવકનો આ મૃતદેહ હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. 

Mar 29, 2021, 01:53 AM IST

વડનગરમાંથી 2000 વર્ષ જુનુ નગર મળી આવ્યું, વૈભવી કિલ્લો જોઇને આશ્ચર્યચકિત થઇ જશો !

અમરથોળ નજીક વર્લ્ડ ક્લાસ અંડરગ્રાઉન્ટ મ્યૂઝિયમ બનાવાઇ રહ્યું છે ત્યારે કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વારા પૃથ્વીના પેટાળમાં ધરબાયેલો ઇતિહાસ ઉજાગર કરવા માટે ફરી એકવાર ઉત્ખનન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 2000 વર્ષ જુનો 12 થી 14 મીટર લાંબો કિલ્લો મળી આવ્યો છે. 50 મીટર જેટલો કોટ ખુલ્લો કરવામાં આવ્યો છે. 200 મીટર જેટલો કોટ હજી પણ ખુલ્લો કરવામાં આવશે. અહીં 1000 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે. અદ્ભુત કહી શકાય તેવી શંખની કલાત્મક બંગડીઓ, ચાંદી, તાંબા-પિતળના સિક્કા, માટીના વાસણો અને મકાનો મળી આવ્યા હતા.

Feb 8, 2021, 10:36 AM IST

બંધ પેપર મીલમાં સિક્યુરિટી ગાર્ડ પગ બંધાયેલી હાલતમાં મળ્યો, પોલીસ તપાસમાં થયા એવા ઘટસ્ફોટ કે...

અમદાવાદના બાવળામાં થયેલી હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ ભંગાર ચોરી કરી બારોબાર વેચવાનું કામ કરતા હતા. જોકે પેપર મીલમાં થયેલી હત્યા કેસમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા આધેડ ચોર ગેંગનો પ્રતિકાર કરતા મોતને ઘાટ ઉતારાયો હતો.

Jan 31, 2021, 08:46 PM IST

અત્યંત પછાત ગામમાંથી મળી આવ્યું કોલસેન્ટર, રોજની 30 લાખ રૂપિયાની કરતા હતા કમાણી

રાજ્યના ઘણા વિસ્તારમાંથી ગેરકાયદે કોલ સેન્ટર પકડાયા છે. જો કે, તે મોટાભાગે શહેરી વિસ્તારમાં ચાલતા હોય તેવું જોવા મળ્યું છે. પરંતુ હવે પોલીસની નજર ન પડે તે માટે બિનકાયદેસર કોલસેન્ડર માલિકો ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યાં છે. મોરબી જિલ્લાના માળીયા (મી.) તાલુકાનાં મોટી બરાર ગામે કોલ સેન્ટર કાર્યરત કરીને ગેરકાયદે કોલ સેન્ટર ચાલતું હતું. ત્યાં માળીયા પોલીસે રેડ કરીને અમદાવાદની એક યુવતી સહિત ૯ આરોપીઓને ઝડપી લીધા છે. યુકેના નાગરિક સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાની વિગતો હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવી છે. 

Jan 21, 2021, 07:48 PM IST

ઉતરાયણનાં દિવસે સોમનાથ મંદિરમાંથી મળી આવ્યું અનોખુ પ્રાચીન મંદિર અને પ્રતિમાઓ

સોમનાથ મંદીર આસપાસ 2017 માં ગાંધીનગર પુરાતત્વ ખાતા દ્વારા ભુગર્ભ માં આધુનીક સાધનો વડે સંશોધન કરી અને સોમનાથ ટ્રસ્ટ ને એક રીપોર્ટ સોંપવામાં આવ્યો. જેમા સોમનાથની આજુબાજુના અનેક વિસ્તારોમાં ઈતિહાસને લક્ષીને ભુગર્ભમાં અનેક બાંધકામ અને ધાતુઓની પ્રતિમાં હોવાનુ રીપોર્ટમાં સામે આવ્યુ. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીની 2017 માં દીલ્હી ખાતે એક બેઠક વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નિવાસસ્થાને મળી હતી. જેમાં સોમનાથના રહેવાસી અને ટ્રસ્ટી જે.ડી. પરમારે  સોમનાથ આજુબાજુના વિસ્તારમાં પુરાતત્વ સંશોધન થવુ જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો.

Jan 14, 2021, 02:21 PM IST

બનાસકાંઠાના ચામુંડા માતા મંદિરમાંથી મળી આવી સેંકડો વર્ષ જુની અલૌકિક મૂર્તિ, લોકોની દર્શનાર્થે પડાપડી

નવા વર્ષમાં અમદાવાદનાં એક ગાર્ડનમાંથી મોનોલીથ મળી આવ્યાની ઘટનાની સ્યાહી સુકાઇ નથી ત્યાં આ ઘટનાથી લોકોમાં કુતુહલ ફેલાયું છે. 

Jan 4, 2021, 09:13 PM IST

કોલેજનું ફોર્મ ભરવા માટે ગયેલી યુવતી એક ફ્લેટમાંથી હાડકા ભાંગેલી હાલતમાં મળી આવી !

શહેરમાં હવે હત્યા અને બળાત્કારની ઘટનાઓ જે પ્રકારે સામાન્ય બની રહી છે. શહેરમાં પોલીસ અને કાયદાનો જાણે કોઇ ડર ન હોય તે પ્રકારે અસામાજિક તત્વો બેખોફ બની રહ્યા છે. ડાયમંડ નગરી સુરત શહેરમાં રોજ હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ સામાન્ય બની રહી છે.  ગુનાખોરીનો રેટ સતત વધી રહ્યું છે, ત્યારે સૌ કોઈ પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ક્યારેક વધુ એક ઘટનાએ સુરત પોલીસ તથા ઉપરી અધિકારીને દોડતા કર્યા છે. લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં ગુમ થયેલી 18 વર્ષીય યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં પાર્લેપોઈન્ટના એક એપાર્ટમેન્ટના પાછલા ભાગમાંથી મળી આવી હતી. 

Dec 10, 2020, 06:59 PM IST

આચાર્યની હત્યા કરનાર શિક્ષકનો મૃતદેહ અવાવરૂ કુવામાંથી મળ્યો, 3 દિવસ પછી હતા લગ્ન

નસવાડીમાં શિક્ષક દ્વારા આચાર્યની હત્યા કરી હોવાની ચકચારી ઘટના બની હતી. જો કે હત્યારો શિક્ષક 2 દિવસ છતા પણ પોલીસ પકડથી દુર હતો. જો કે આ ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. આજે આરોપી શિક્ષક ભરત પીઠડિયાની લાશ પણ એક અવાવરૂ કુવામાંથી મળી આવી છે. હરિપુરા ગામની સીમમાં અવાવરુ જગ્યામાં આવેલા કુવામાંથી ભરતની લાશ મળી આવી હતી. 

Dec 6, 2020, 05:32 PM IST

અમદાવાદમાંથી યુવતીનો કપાયેલો અને સળગેલો ક્ષત-વિક્ષત દેહ મળ્યો, પોલીસના અંધારામાં ફાંફાં

* સગીરાની સળગાવેલી હાલતમા મળ્યો મૃતદેહ
* મેમ્કો બ્રિજ નીચે રેલવે ફાટક પર મળ્યો મૃતદેહ
* લાશ જોવા માટે લોકોના ટોળા ભેગા થયા

Dec 1, 2020, 10:13 PM IST

E-WAY બિલ ચેકિંગ માટે નિકળેલી IT ની ટીમને મળી આવ્યો દારૂનો મોટો જથ્થો

શહેર નજીક આવેલા બગવાડા ટોલનાકા પર આજે  ભીલાડ ની આવકવેરા વિભાગની ટીમ તપાસમાં હતી. ટીમ દ્વારા હાઇવે પરથી પસાર થતાં માલ વાહતુક વાહનોને રોકી તેમાં  માલ સામાનની થયેલી હેરાફેરીના e-way બિલની તપાસ થઇ રહી હતી. એ વખતે જ આવકવેરા વિભાગે મુંબઈ તરફથી આવી રહેલી વી ટ્રાન્સ કંપનીના એક કન્ટેનરને અટકાવ્યું હતું. તેમાં ભરેલા સામાન અંગના બિલ અંગે આવકવેરા વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. કન્ટેનર ચાલક ટીમને તેની પાસે રહેલા જરૂરી કાગળો અને બિલ આપી ત્યાં ઊભો હતો. 

Nov 23, 2020, 05:07 PM IST