સુરતના આ ઉદ્યોગપતિએ પોતાના ત્રણ કર્મચારીને આપી ગિફ્ટમાં આપી મર્સિડીઝ કાર

સુરતનાં ડાયમંડ કિંગ ગણાતા સવજી ધોળકીયાએ પોતાની કંપનીનાં 3 કર્મચારીઓને મર્સિડીઝ કાર ગિફ્ટમાં આપી છે.

સુરતના આ ઉદ્યોગપતિએ પોતાના ત્રણ કર્મચારીને આપી ગિફ્ટમાં આપી મર્સિડીઝ કાર

સુરતઃ ચમકતી આ મર્સિડીઝ કાર સપનામાં આવી જાય તો પણ દિવસ સુધરી જાય. હવે જરા વિચારો કે આ કાર તમને ગિફ્ટમાં મળે તો?. મનમાં ગલગલીયા થઈ ગયા ખરુંને ! તમે કહેશો કે મર્સિડિઝ કોણ ગિફ્ટમાં આપતું હશે. વાત છે સાચી. પણ કોઈ માની ન શકે તેવી ગિફ્ટ આપવા ઓળખાતા સવજી ધોળકીયાએ ખરેખર આ વખતે પોતાના 3 કર્મચારીઓને મર્સિડિઝની ગિફ્ટ આપી છે.

સુરતની જાણીતી ડાયમંડ કંપની હરેકૃષ્ણ એક્સપોર્ટનાં માલિક સવજી ધોળકીયાએ વર્ષ દરમિયાન સારું કામ કરનારા કંપની મેનેજમેન્ટનાં 3 કર્મચારીઓને આનંદીબહેનના હસ્તે મર્સિડીઝ ભેટમાં આપી નવો ચીલો ચાતર્યો છે. 

સવજી ધોળકીયા એ જ વ્યક્તિ છે જેઓ અગાઉ પોતાના કર્મચારીઓને કાર અને ફ્લેટ જેવી ગિફ્ટ આપી ચુક્યા છે.. પોતાની કંપનીમાં દિલ દઈ કામ કરતાં વ્યક્તિને કારની ગિફ્ટ આપી સવજીભાઈને ખૂબ ખુશી મળે છે. 

કોણ છે સવજીભાઈ
સવજી ધોળકીયા સુરત અને મુંબઈના ડાયમંડ ઉદ્યોગના બોસ ગણાય છે. ઘણાં લોકો તેમને ડાયમંડ કિંગ કહે છે. તો નજીકના લોકો તેમને સવજીકાકાના નામથી બોલાવે છે. આજે ભલે તેઓ દેશના જાણીતા અબજોપતિ હોય. પણ એક સમય એવો હતો જ્યારે તેમના ઘરની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. 12 એપ્રિલ 1962નાં રોજ અમરેલી જિલ્લાના નાના એવા દૂધાળા ગામમાં જન્મ થયો છે.  સવજી ધોળકીયાની ઘરની ખરાબ આર્થિક પરિસ્થિતિનાં કારણે તેમને નાની ઉંમરે અભ્યાસ છોડી સુરતમાં હીરા ઉદ્યોગમાં ઝંપલાવવું પડ્યું હતું. સવજીભાઈને મોટી સફળતા ત્યારે મળી કે જ્યારે તેમણે સુરતમાં હરેકૃષ્ણા ડાયમંડનો પાયો નાખ્યો હતો. આજે તેમની આ કંપની ભારતની ટોચની 5 ડાયમંડ કંપનીઓમાંની એક છે. અંગ્રેજીમાં એક વાક્ય છે કે બોસ ઈઝ ઓલવેઝ રાઈટ. આ કિસ્સામાં સવજીભાઈ ખરેખર ઓલવેઝ રાઈટ સાબિત થયાં છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news