અલ્પેશે હુમલા અંગે આપ્યું નિવેદન, આ ઘટનાને પાસ સાથે કોઇ લેવાદેવા નથી, મારી વ્યક્તિગત બાબત છે

અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર છે. 

 અલ્પેશે હુમલા અંગે આપ્યું નિવેદન, આ ઘટનાને પાસ સાથે કોઇ લેવાદેવા નથી, મારી વ્યક્તિગત બાબત છે

સુરતઃ પાટીદાર અનામત આંદોલન (PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયા પર જીવલેણ હુમલો થયો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં સોસાયટીમાં અલ્પેશ પર હુમલો થયો છે. અલ્પેશને મળવા આવેલા અભીજીરાએ તેના મિત્રો સાથે તેની પર હુમલો કર્યો છે. અલ્પેશને કહ્યું કે, તું પાટીદાર નેતા બને છે, તેમ કહીને ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. આ હુમલા બાદ અલ્પેશે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

અલ્પેશ પર હુમલો થયા બાદ પાસ કન્વીનર હાર્દિક પટેલે ટ્વીટ કરીને ભાજપ પર પ્રહાર કર્યો છે. હાર્દિકે પોતાના ટ્વીટમાં લખ્યું કે, સુરતના યુવા નેતા અલ્પેશ કથીરિયા પર ભાજપના અસામાજીક તત્વોએ હુમલો કર્યો. તેની આંખમાં ઈજા થઈ. આ ઘટના ખુબ શરમજનક છે. 

આ ઘટના બાદ પોલીસ સ્ટેશન બહાર પાટીદારોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો. પાટીદાર યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા અને વાહનો રોકવાનો પ્રયત્ન કર્યો હતો. બસ રોકીને તેમાંથી તમામ મુસાફરોને બહાર ઉતારી દેવામાં આવ્યા હતા. સામાન્ય લોકોને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. બીજીતરફ ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રમુખ રૂત્વિજ પટેલે આ ઘટનાને વખોડી હતી અને ગુનેગારો સામે કડક પગલા ભરવાનું જણાવ્યું હતું. 

 

— Hardik Patel (@HardikPatel_) June 11, 2018

 

અલ્પેશ કથીરિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, આ ઘટનાને પાસ સાથે કોઇ લેવાદેવા નથી. આ મારી વ્યક્તિગત બાબત છે. મારા ભાઈ સાથે કેમેરાના ભાડાને લઈને તકરાર થઈ હતી. મેં પોલીસને ફરિયાદ આપી દીધી છે. ઘર પાસે ડસ્ટર કારમાં આવ્યા હતા અને મને બોલાવીને મારા પર હુમલો કર્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news