અલ્પેશ કથીરિયા News

અલ્પેશ કથીરિયા જન્મદિન મામલો : 15થી વધુ સામે ગુનો નોંધાયો, 7ની અટકાયત
ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઈન માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે તેવા પુરાવા સામે આવી રહ્યાં છે. રસ્તા પરથી પસાર થતા નાગરિકો પાસેથી નિયમોના નામે દંડ ઉઘરાણી કરાવાય છે, પરંતુ અનેક મહાનુભાવો એવા છે જેઓ મોટા કાર્યક્રમો યોજીને છટકી જાય છે. ગઈકાલે બનાસકાંઠામાં યોજાયેલ ડાયરામાં લોકોનો જમાવડો થયાના 24 કલાકમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગ (social distance) ના ધજાગરા ઉડાવતી વધુ એક ઘટના બની છે. સુરતના પાસના નેતા અલ્પેશ કથીરિયા (alpesh kathiriya) એ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડ્યા છે. અલ્પેશ કથીરિયાના જન્મદિવસનો એક વીડિયો વાયરલ થયો છે. ફાર્મહાઈસમાં ડાયરા અને ગરબાના આયોજન સાથે અલ્પેશ કથીરિયાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં માસ્ક વગર લોકોના ટોળે વળેલા જોવા મળ્યા હતા. સમગ્ર મામલે અલ્પેશ કથીરિયા સહિત 7 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. 15 થી વધુ લોકો સામે ગુનો નોંધાયો છે. સહજાનંદ ફાર્મ હાઉસના મલિક બુટાણીની પણ અટકાયત કરાઈ છે. સાથે જ 1 ASI અને 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. સમગ્ર ઘટના મામલે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.  
Dec 25,2020, 14:05 PM IST
કોરોનાની ગાઈડલાઈનનું સત્યાનાશ વાળતા પાસ નેતા અલ્પેશ કથીરિયા, ફાર્મહાઉસમાં ડાયરો કરીન
ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઈન માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે તેવા પુરાવા સામે આવી રહ્યાં છે. રસ્તા પરથી પસાર થતા નાગરિકો પાસેથી નિયમોના નામે દંડ ઉઘરાણી કરાવાય છે, પરંતુ અનેક મહાનુભાવો એવા છે જેઓ મોટા કાર્યક્રમો યોજીને છટકી જાય છે. ગઈકાલે બનાસકાંઠામાં યોજાયેલ ડાયરામાં લોકોનો જમાવડો થયાના 24 કલાકમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગ (social distance) ના ધજાગરા ઉડાવતી વધુ એક ઘટના બની છે. સુરતના પાસના નેતા અલ્પેશ કથીરિયા (alpesh kathiriya) એ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડ્યા છે. અલ્પેશ કથીરિયાના જન્મદિવસનો એક વીડિયો વાયરલ થયો છે. ફાર્મહાઈસમાં ડાયરા અને ગરબાના આયોજન સાથે અલ્પેશ કથીરિયાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં માસ્ક વગર લોકોના ટોળે વળેલા જોવા મળ્યા હતા. 
Dec 25,2020, 12:11 PM IST
PAASની બેઠકમાં પહોંચી હાર્દિકની પત્ની કિંજલ, કહ્યું-20 દિવસથી મારા પતિ ઘરે
હાર્દિક પટેલ (Hardik Patel) ની વધતી મુશ્કેલીઓને લઈ પાસની અમદાવાદ (Ahmedabad) ના વસ્ત્રાલ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હાર્દિકની પત્ની કિંજલ પટેલ, અલ્પેશ કથીરિયા, મનોજ પનારા સહિતના પાસ કન્વીનર હાજર રહ્યા હતા. બેઠકમાં અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya) એ ગુજરાત સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે, અમારા પર ખોટા કેસ કરવામાં આવ્યા છે. હાર્દિક પર સરકારે સકંજો કસ્યો છે. સરકારે પાટીદાર યુવાનો સામે કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી. પરંતુ તેનો અમલ માત્ર કાગળ પર થયો છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે પાટીદારો પર દમનના કેસમાં પોલીસ સામે પગલાં લેવાઈ નથી રહ્યાં અને પાટીદાર યુવાનોને જ પરેશાન કરવામાં આવી રહ્યા છે. તો આ બેઠકમાં હાજર રહેલ હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે (Kinjal Patel) નિવેદન આપ્યું કે, આપણો સમય આવશે ત્યારે આ તાનાશાહોના સરનામાં બદલાવી નાંખીશુ. હજુ પણ 50% સફળતા મળવાની બાકી છે. હજુ પણ આપણા યુવાનો પર ખોટા કેસો લાગેલા છે. સમાજની વાત આવે ત્યારે ભાજપ-કોંગ્રેસ છોડી એક થવું જોઈએ. 20 દિવસથી હાર્દિક ઘરે નથી આવ્યા.
Feb 10,2020, 15:56 PM IST
હાઇકોર્ટે અલ્પેશ કથેરિયાના જામીન કર્યા મંજૂર, સુરત જઇ નહી શકે
Jul 31,2019, 16:40 PM IST

Trending news