પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત: જાણો ગુજરાતમાંથી કઈ હસ્તીને કયો પુરસ્કાર મળ્યો
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારો આપવાને લઈ નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિઓના નામ સામેલ છે. આ વર્ષે 132 હસ્તીઓને પદ્મ એવોર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Trending Photos
Padma Awards: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારો આપવાને લઈ નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિઓના નામ સામેલ છે. આ વર્ષે 132 હસ્તીઓને પદ્મ એવોર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 5 લોકોને પદ્મ વિભૂષણ અને 17 લોકોને પદ્મ ભૂષણ આપવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ગુજરાતના ડો. તેજસ પટેલ પોતે એક જાણીતા કાર્ડિયોલોજિસ્ટ છે અને તે પદ્મશ્રીનું સન્માન મેળવી ચૂક્યાં છે. તેમને પદ્મ ભૂષણ પરસ્કાર આપવામાં આવશે. ગુજરાતના જાણીતા ડોક્ટર તેજસ પટેલ, મિથુન ચક્રવર્તી, રામ, ઉષા ઉથુપ સહિત 17ને પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો છે.
હવે ગુજરાતની વાત કરીએ તો ડૉ તેજસ પટેલને તબીબી ક્ષેત્રે પદ્મ ભૂષણ પરસ્કાર આપવામાં આવશે, જ્યારે રઘુવીર ચૌધરીને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી, ડૉ યઝદી માણેકશા ઈટાલિયાને તબીબી ક્ષેત્રે પદ્મશ્રી, હરીશ નાયકને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી, દયાલ માવજીભાઈ પરમારને તબીબી ક્ષેત્રે પદ્મશ્રી અને ડૉ જગદીશ ત્રિવેદીને કલાક્ષેત્રે પદ્મશ્રી આપવામાં આવશે.
- ડૉ તેજસ પટેલને તબીબી ક્ષેત્રે પદ્મ ભૂષણ પરસ્કાર
- રઘુવીર ચૌધરીને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી
- ડૉ યઝદી માણેકશા ઈટાલિયાને તબીબી ક્ષેત્રે પદ્મશ્રી
- હરીશ નાયકને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી
- દયાલ માવજીભાઈ પરમારને તબીબી ક્ષેત્રે પદ્મશ્રી
- ડૉ જગદીશ ત્રિવેદીને કલાક્ષેત્રે પદ્મશ્રી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે