પાટણ આત્મવિલોપનઃ પીડિતને મળવા હોસ્પિટલે પહોંચેલા હિતુ અને નરેશ કનોડિયાનો લોકોએ કર્યો વિરોધ

  • પાટણ આત્મવિલોપન કરનાર પીડિત અમદાવાદમાં સારવાર હેઠળ
  • નરેશ કનોડિયા અને હિતુ કનોડિયા તેમની ખબર પૂછવા માટે આવ્યા હતા
  • હોસ્પિટલ ખાતે હાજર રહેલા લોકોએ કર્યો વિરોધ

Trending Photos

 પાટણ આત્મવિલોપનઃ પીડિતને મળવા હોસ્પિટલે પહોંચેલા  હિતુ અને નરેશ કનોડિયાનો લોકોએ કર્યો વિરોધ

અમદાવાદઃ પાટણમાં આજે બનેલી આત્મવિલોપનની ઘટનાનો પીડિત ભાનુભાને સારવાર માટે શહેરની એપોલો હોસ્પિટલ ખાલે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે તેના અંતર ખબર પૂછવા માટે ઈડરના ધારાસભ્ય હિતુ કનોડીયા અને ગુજરાત ફિલ્મના સ્ટાર નરેશ કનોડીયા એપોલો હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. તેઓ હોસ્પિટલ આવ્યા ત્યારે લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. ભોગ બનનારના સગા-સંબંધિઓ અને સ્થાનિકોએ નરેશ અને હિતુ કનોડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોનું ટોળુ હિતુ કનોડિયાની કાર સામે આવી ગયા હતા. તેની વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા. પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પડ્યો હતો. 

આ અંગે હિતુ કનોડિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અમે પણ દલીત છીએ તેથી તેના અંતર-ખબર પુછવા માટે આવ્યા છીએ. પરંતુ લોકોના વિરોધને કારણે તેમની મુલાકાત પીડિત સાથે થઈ શકી ન હતી. 

ઉલ્લેખનીય છે કે, પાટણ ખાતે આજે એક ચોંકાવનારો ઘટનાક્રમ બન્યો છે. અહીની કલેક્ટર કચેરીની સામે એક સામાજિક કાર્યકરે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાની વિગતો જોઈએ તો જમીન વિવાદને પગલે સમી તાલુકાના એક ગામના દલિત પરિવારની લાંબા સમય સુધી ડિમાન્ડ ન સંતોષાતા સભ્ય દ્વારા આત્મવિલોપનના બોર્ડ સાથે પરિવારે કચેરી સામે પ્રદર્શન કરવામાં આ્વ્યં હતું. પોલીસે બેનર લઈ લીધાની ગણતરીની મિનિટોમાં એક સામાજિક કાર્યકરે પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપી હતી.  જોકે સદનસીબે આગ પર કાબૂ મેળવીને તેને તાત્કાલિક મહેસાણા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news