પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા કમ્મરતોડ વધારાથી પ્રજા પરેશાન, જાણો રાજ્યના પ્રમુખ શહેરના ભાવ

શનિવારે પેટ્રોલમાં પ્રતિલીટર 38 પૈસા જ્યારે ડીઝલમાં 47 પૈસાનો વધારો, અમદાવાદમાં પેટ્રોલ રૂ.80ને પાર થયું!

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા કમ્મરતોડ વધારાથી પ્રજા પરેશાન, જાણો રાજ્યના પ્રમુખ શહેરના ભાવ

અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત અમદાવાદમાં પણ પેટ્રોલ રૂ.80ને પાર નિકળી ગયું છે. શનિવારે પણ પેટ્રોલમાં પ્રતિલીટર 38 પૈસા, જ્યારે ડીઝલમાં 47 પૈસાનો વધારો થયો હતો. રાજ્યો દ્વારા લેવામાં આવતા ટેક્સને કારણે દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આભને આંબી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારાને કારણે સામાન્ય પ્રજાનું માસિક બજેટ ખરોવાઈ ગયું છે. 

સતત ભાવવધારાની જનજીવન પર સીધી અસર થઈ છે. સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવો ન ઘટાડવામાં આવતાં લોકોમાં આક્રોશ ફુટી નિકળ્યો છે. 

જાણો રાજ્યના મુખ્ય શહેરોના પેટ્રોલ-ડીઝલના ભાવ

શહેર પેટ્રોલ ડીઝલ
અમદાવાદ 80.13 77.85 
વડોદરા 79.34 77.52
સુરત 79.57 77.47
રાજકોટ 79.39 77.69
જામનગર 79.52 77.80
ભાવનગર 80.68 78.85
જૂનાગઢ 80.05 78.35

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં બે અનિવાર્ય સ્થિતિને કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. અત્યારે અમેરિકન ડોલરની કિંમતમાં જોરદાર ઉછાળો આવ્યો છે, જેની સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર અસર પડી છે. બીજું ક્રૂડ ઓઈલના ભાવ પણ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે, જે ભારત સરકારના નિયંત્રણમાં નથી. 

— ANI (@ANI) September 8, 2018

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવને નિયંત્રણ મુક્ત કરી દેવાયા છે. જેના કારણે પેટ્રોલિયમ કંપનીઓ તેમની મરજી પ્રમાણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ગમે ત્યારે વધારો કરી દેતી હોય છે. પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ, વિમાનનું ઈંધણ અને ક્રૂડ ઓઈલને જીએસટીના દાયરાથી બહાર રાખીને કેન્દ્ર સરકારને ઈનપુટ ટેક્સ દ્વારા રૂ.20,000 કરોડની આવક થઈ છે. વર્તમાનમાં કેન્દ્ર સરકાર પેટ્રોલ ઉપર રૂ.19.48 અને ડીઝલ પર રૂ.15.33 જેટલી એક્સાઈઝ ડ્યુટી વસુલ કરી રહી છે. તેની સાથે જ રાજ્ય સરકારે વેટના ભાવ પણ વધારે લે છે, જેના કારણે પ્રજા સુધી પહોંચતા સુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસામાન્ય વધારો થઈ જાય છે. 

— ANI (@ANI) September 8, 2018

છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલને પણ જીએસટી હેઠળ આવરી લેવાની માગ થઈ રહી છે, પરંતુ કેન્દ્ર સરકાર કોઈ ને કોઈ કારણસર તેને સામેલ નથી કરી રહી. આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ મહત્ત્વનો મુદ્દો રહે તેવી સંભાવના છે. આ સાથે જ, 10 સપ્ટેમ્બરના રોજ વિરોધ પક્ષ દ્વારા વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news