તહેવારોમાં વ્યસ્ત પોલીસ અધિકારીઓએ આ રીતે કરી ઉત્તરાયણની ઉજવણી

ઉત્તરાયણના પર્વ નિમિત્તે અરવલ્લી જીલ્લા પોલીસ વડા મયુર પાટીલ અને જીલ્લા કલેકટર એમ નાગરજને પણ સાથી અધિકારીઓ સાથે પતંગ આકાશે ચગાવી ઉતરાયણ પર્વ મનાવ્યો હતો.

તહેવારોમાં વ્યસ્ત પોલીસ અધિકારીઓએ આ રીતે કરી ઉત્તરાયણની ઉજવણી

સમીર બલોચ, અરવલ્લી: સમગ્ર દેશમાં ઉત્તરાયણ પર્વ ઉજવયી રહ્યો છે ત્યારે પોલીસ વિભાગ એવો વર્ગ છે જે તહેવારોમાં પણ ફરજ પર હોય છે. અરવલ્લી જીલ્લા પોલીસ વડાએ કેટલાક કલાકો માટે કલેકટર સાથે અતિવ્યસ્ત રહેતા પોલીસ અધિકારીઓ સાથે ઉત્તરાયણ પર્વ મનાવ્યો.

સામાન્ય રીતે તહેવાર હોય એટલે પોલીસ ફરજ પર હોય છે. તે ભલે હોળી, ધૂળેટી કે દિવાળી કે ઉત્તરાયણ હોય. ત્યારે ઉત્તરાયણના પર્વ નિમિત્તે અરવલ્લી જીલ્લા પોલીસ વડા મયુર પાટીલ અને જીલ્લા કલેકટર એમ નાગરજને પણ સાથી અધિકારીઓ સાથે પતંગ આકાશે ચગાવી ઉતરાયણ પર્વ મનાવ્યો હતો.

જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જીલ્લા પોલીસ હેડકવાર્ટરના મેદાને બોલાવી ફરજમાંથી કલાકનો સમય કાઢી પતંગ ચગાવવા આમંત્રણ આપ્યું હતું. પતંગોત્સવ નિમિત્તે અધિકારીઓ કાઈપો છે ના નારા સાથે પતંગ ચગાવ્યો. કોઈ પતંગે મોટો અધિકારી જોયો કે નાનો અધિકારી તેને તમામના પતંગના પેચ કાપી નાખ્યા. આવો નજારો સામાન્ય રીતે જોવા મળે ત્યારે જીલ્લામાં આ પ્રકારના કાર્યક્રમથી અધિકારીઓ ખુશી જોવા મડતી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news