aravalli

અરવલ્લી જિલ્લામાં ઓછા વરસાદે ખેડૂતો માટે ઉભી થઈ મુશ્કેલી, જળાશયોમાં સર્જાઈ પાણીની અછત

ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં નોંધાયો છે. 21 ટકા જ વરસાદ જિલ્લામાં ઓગસ્ટ માસની શરૂઆત સુધીમાં નોંધાતા જળાશયોમાં પાણી અછત સર્જાઈ છે

Aug 2, 2021, 05:14 PM IST

અરવલ્લી: પ્રેમ લગ્નની અદાવતમાં રાજસ્થાનથી આવેલા ટોળાએ પિતા-પુત્રનું અપહરણ કર્યું, મોટા પ્રમાણમાં હિજરત

90ના દશકની ફિલ્મી કહાની જેવા દ્રશ્યો અરવલ્લીમાં જોવા મળ્યા હતા. 21 મી સદીના હાઇટેક યુગમાં એક પ્રેમ પ્રકરણ જેવી બાબતોમાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી ગાડીઓના ટોળા ભરીને લોકો આવ્યા અને અરવલ્લીના માલપુર ગામમાંથી વાલ્મિકી સમાજના પિતા પુત્રનું અપહરણ કરી ગયા. આ ઘટના બાદ ડરના માર્યા 50 જેટલા લોકો ઢોરઢાકર મુંકીને હિજરત કરવા માટે મજબુર બન્યા હતા. 

Jun 28, 2021, 11:57 PM IST

Aravalli: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગાડીમાંથી દારૂના બદલે મળી લાખો રૂપિયાની નોટો અને પછી

* શામળાજી પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી 
* રૂ.80 લાખ રોકડ સહિત 90 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સ ની અટકાયત
* શામળાજી પોલીસે કારની સીટના ગુપ્ત ખાના માં સંતળેલા રૂ.80 લાખ રોકડા ઝડપ્યા
* રતનપુર બોડર પર  વાહન ચેકિંગ દરમિયાન કાર શંકાસ્પદ જાણતા રૂપિયા હાથ લાગ્યા

Apr 18, 2021, 05:16 PM IST

Holi 2021: ગુજરાતમાં અહીં થાય છે ધુળેટીના દિવસે હોલિકા દહન, આ પાછળ છે ગજબનું કારણ

સમાજમાં કહેવત છે કે દિવાળી (Diwali) અઠે-કઠે પણ હોળી તો માદરે વતને જ તે મુજબ બારેબાર મુવાડાના લગભગ દસથી બાર હજારની સંખ્યામાં અબાલ વૃદ્ધ સૌકોઈ ઢોલ-ત્રાંસા લાઠીઓ સાથે એક જ સ્થળે ઢોલ રમતા રમતા ભેગા થાય છે

Mar 29, 2021, 01:23 PM IST

અરવલ્લીમાં બટાકા ઉત્પાદક ખેડૂતોની સ્થિતી વળ ખાય વાંદરૂ ને માલ ખાય મદારી જેવી, વચેટિયાઓને મોજ

જિલ્લામાં બટાકાના મબલખ ઉત્પાદન સામે જિલ્લાના 40 કોલ્ડ સ્ટોરેજ હાઉસફુલ થયા છે. જેને લઈને વધતી ગરમીમાં બટાકા બગડવાની નોબત આવી છે. અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં ખેડૂતોએ ઘઉં બાદ બીજા ક્રમે 19 હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કર્યું હતું વાવેતર બાદ જિલ્લામાં બટાકાનું મબલખ ઉત્પાદન થયું છે. જેથી ખેડૂતો હાલ બટાકાના પાકને ઠેકાણે કરવાના કામમાં લાગ્યા છે પરંતુ ખેડૂતો માટે બટાકાનો સંગ્રહ કયા કરવો તે મોટી સમસ્યા છે. 

Mar 13, 2021, 04:36 PM IST
Special worship ceremony at Bhavnath Mahadev Temple, Aravalli PT6M56S

અરવલ્લીના ભવનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા વિધિ

Special worship ceremony at Bhavnath Mahadev Temple, Aravalli

Mar 11, 2021, 05:20 PM IST

Aravalli: ઉત્પાદન સમયે બટાકાના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં

અરવલ્લી જિલ્લામાં રવિ સીજનમાં ખેડૂતોએ સુધી વધુ ઘઉં અને ત્યાર બાદ બીજા ક્રમે 27 હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કર્યું હતું. ખેડૂતોએ બટાકામાં પોખરાજ અને એલઆર એમ બે જાતના બટાકાનું વાવેતર કર્યું છે.
 

Feb 24, 2021, 06:10 PM IST

Aravalli દારૂકાંડ બાદ LCB ની ઓફિસમાંથી જ પોલીસે ઝડપ્યો વિદેશી દારૂ, 3 પોલીસકર્મી સસ્પેન્ડ

અરવલ્લી LCB ના દારૂકાંડ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. LCB ઓફિસમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. LCB ઓફિસની તિજોરી તેમજ અન્ય ત્રણ જગ્યા પર દારૂ સંતાળવામાં આવ્યો હતો. LCB ઓફિસમાંથી સાત પેટી જેટલો દારૂ ટાઉન પોલીસે જપ્ત કર્યો છે

Feb 20, 2021, 01:51 PM IST

કોંગ્રેસને લખતા પણ નથી આવડતું? એક શબ્દના કારણે તાલુકા પંચાયતના બે સભ્યો હારી ગયા!

બે તાલુકા પંચાયત બેઠકમાં ભાજપ બિનહરીફ જાહેર થયું છે. કોંગ્રેસ ઉમેદવારના ફોર્મમાં સહી અને મેન્ડેટમાં નામમાં ભૂલ હોઈ ભાજપ ચૂંટણી વગર જ જીતી ગયું હતું. મેન્ડેટમાં 'રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ'ની જગ્યાએ 'રાષ્ટ્રીય સમિતિ' લખતા કોંગ્રેસ હાર્યું હતું. બાયડની લીંબ બેઠક ઉપર મંજુલાબેન અદેસિંહ ચૌહાણ વિજેતા બન્યા છે. બોરોલ બેઠક પર અરવિંદસિંહ કેશાજી ઝાલા વિજયી બન્યા છે. ૨૪ તાલુકા પંચાયત બેઠકમાંથી ભાજપે ૨ બેઠક કબ્જે કરી લીધી છે. ફોર્મ ચકાસણી દરમિયાન કોંગેસે ચૂંટણી પહેલા બે બેઠક ગુમાવી દીધી છે. 

Feb 15, 2021, 06:19 PM IST

અરવલ્લી: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 5 હજારથી વધુ લાભાર્થીઓને હાલાકી

અરવલ્લી જીલ્લાના ભીલોડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજુર કરવામાં આવેલા 5 હજારથી વધુ લાભાર્થીઓને મકાન સહાયની બીજા અને ત્રીજા તબક્કાની સહાયની રકમ નહિ મળતા લાભાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે

Jan 7, 2021, 11:58 PM IST

આવતી કાલથી શામળાજી મંદિરમાં પાંચ દિવસનું ખાસ આયોજન, દર્શનાર્થીઓ માટે કરાઈ આ વ્યવસ્થા

આવતી કાલથી દીપાવલીના તહેવારની શરૂઆત થઇ રહી છે. ત્યારે યાત્રાધામ શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તહેવારો પ્રસંગે થનાર ઉજવણીનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. યાત્રાધામ ખાતે કોરોનાની સરકારની ગાઈડ લાઈન મુજબ ભક્તોને દર્શન થાય તે પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.

Nov 11, 2020, 06:32 PM IST

લુપ્ત થતી મેરાયાની પરંપરા અરવલ્લીમાં અડીખમ, માનતા રાખતા જ ઇચ્છા થાય છે પુર્ણ

દિવાળી આવે ત્યારે બાળકો હાથમાં મેરાયું લઇને તેલ પુરવા માટે નિકળે છે. કહે છે કે, આજ દિવાળી, કાલ દિવાળી, ગોકુળિયામાં થાય દિવાળી, પણ આ જે આ શબ્દો કદાચ ઓછા સાંભળવા મળતા હશે, એવામાં અરવલ્લી જિલ્લામાં એક કે બે ફૂટ નહીં પરંતુ, 13 ફૂટ ઊંચુ મેરાયું વર્ષોથી અડીખમ છે. લોકો હજી પણ આ પરંપરા ન માત્ર જાળવે છે પણ તેમનો વિશ્વાસ આજે પણ અડીખમ છે.

Nov 10, 2020, 11:29 PM IST
Protest Against To Be Fired Of Animal Hospital Cleaners In Aravalli PT1M35S

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40 તાલુકામાં વરસાદ, ગીર ગઢડામાં સૌથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. મહેસાણા, ઊંઝા અને ખેરાલુમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે પાટણના સિદ્ધપુર, સાબરકાંઠાના ઈડર, મહેસાણા શહેર અને અરવલ્લીના ભિલોડામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યમાં આજે સવારથી એકપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.

Sep 7, 2020, 10:08 AM IST
The couple was trapped in an elevator in Modasa, Aravalli PT1M18S

અરવલ્લીના મોડાસામાં લિફ્ટમાં દંપતિ ફસાયું

The couple was trapped in an elevator in Modasa, Aravalli

Sep 6, 2020, 05:35 PM IST

અમદાવાદ: 7 માસની જન્મેલી બાળકીને 53 દિવસની સારવાર બાદ મળ્યું જીવનદાન

7 માસનું ગર્ભસ્થ શિશુ જન્મ પામતાં અરૂણાબેનને ત્યાં પારણું બંધાયુ. ત્યારે તેમના પરિવારમાં હર્ષોલ્લાસની લાગણી પ્રવર્તી હતી. પરંતુ આ લાગણીઓ સાથે એક ગંભીર ચિંતા પણ પ્રસરી હતી. આ બાળખી માત્ર 650 ગ્રામ વજન સાથે જન્મી હોવાના કારણે સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતાતુર બન્યો છે. સિવિલના તબીબો માટે પણ આ ઘટના પહેલીવખત હોવાના કારણે ખૂબજ પડકારજનક બની રહી છે. અસામાન્ય સંજોગો સાથે જન્મેલી બાળકીને સિવિલના તબીબોએ સતત 53 દિવસ સારવાર કરી જીવતદાન બક્ષ્યું છે. અરૂણાબેનની લક્ષ્મી 1 કિલો 200 ગ્રામ વજન સાથે ઘર આંગણે પ્રવેશી. હવે બાળકી સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઇ માતાનું સ્તનપાન પણ કરી શકે છે.

Jul 22, 2020, 07:10 PM IST

અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદ, શહેરમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દસ દિવસના વિરામ બાદ વાતાવરણમાં અચનાક પલટો આવતા અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. ત્યારે ગરમી અને બફારા વચ્ચે રાજ્યમાં વરસાદ થતા લોકોએ રાહત અનુભવી રહ્યાં છે.

Jun 24, 2020, 04:20 PM IST