sokhda temple

હરિપ્રસાદ સ્વામીજીની અંતિમ વિદાય, CM રૂપાણીએ કર્યા અંતિમ દર્શન

સોખડા હરિધામ મંદિર પરિસરમાં હાલ હરિપ્રસાદ સ્વામીજી અંતિમયાત્રા નીકળી છે. જેમાં મોટી સંખ્યામાં સંતો જોડાયા છે. અંત્યેષ્ટિ વિધિમા આજે હજારો હરિભક્તો જોડાયા છે. સ્વામીજી પાલખી યાત્રા મંદિર પરિસરમાં ફેરવવામાં આવી હતી, ત્યારે હરિભક્તો ચોધાર આસુંએ રડી પડ્યા હતા. ચંદનના લાકડાનું સિંહાસન સ્વામીજી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યુ છે. તો બીજી તરફ, અંત્યેષ્ટિ વિધિ વિધિમાં નાંખવા હરિભક્તોએ સોનાનું દાન પણ કર્યું છે. મહિલા હરિભક્તોએ પોતાના સોનાના દાગીના દાન કર્યા છે. 

Aug 1, 2021, 02:25 PM IST

હરીપ્રસાદ સ્વામીની આજે અંતિમ સંસ્કાર વિધિ : 5 પંડિતો કરાવશે શાસ્ત્રોક્ત વિધિ

હરિચરણ થયેલા હરીપ્રસાદ સ્વામીની આજે અંતિમવિધ કરાશે. માત્ર સંતો અને અગ્રણીઓની હાજરીમાં જ હરીપ્રસાદ સ્વામીની અંતિમ વિધી કરાશે. ત્યારે હરીપ્રસાદ સ્વામી (Hari Prasad Swami) ના પાર્થિવ દેહના આજે કોઈને અંતિમ દર્શન નહિ કરવા દેવાય. આજે સવારથી જ અંત્યેષ્ટિ માટેની શાસ્ત્રોક્ત વિધિ શરૂ કરી દેવાઈ છે. અંતિમ વિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) હાજર રહેવાથી મંદિર આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 

Aug 1, 2021, 08:10 AM IST

હરિપ્રસાદ સ્વામીના નિધન પર PM મોદીએ પાઠવ્યો શોક સંદેશ, તેમને સમર્પણના જીવંત ઉદાહરણ ગણાવ્યા

  • પીએમ મોદીએ હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસથી દુખની લાગણી વ્યક્ત કરી
  • મંદિર બહાર હરિભક્તોની દર્શન માટે 2 કિમી લાંબી લાઇન જોવા મળી રહી છે

Jul 29, 2021, 12:46 PM IST