હવે ધોરણ 10ની પરીક્ષા નહીં રહે બોર્ડની પરીક્ષા?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે કારોબારી બેઠક યોજાવાની છે

હવે ધોરણ 10ની પરીક્ષા નહીં રહે બોર્ડની પરીક્ષા?

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે કારોબારી બેઠક યોજાવાની છે. આ  બેઠકમાં બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટના ધોરણ 10માંથી પરીક્ષા નાબુદ કરવાના પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. જો આ પ્રસ્તાવ આજે મંજુર થશે તો જ આવતીકાલે યોજાનાર બોર્ડની સામાન્ય સભામાં સ્થાન આપવામાં આવશે. 

જો સામાન્ય સભામાં આ પ્રસ્તાવને સ્વીકૃતિ મળી જશે તો ભવિષ્યમાં કદાચ ધોરણ 10ની પરીક્ષા બોર્ડની પરીક્ષા નહીં રહે. આમ, આજની કારોબારીની બેઠકમાં વિદ્યાર્થીઓના ભવિષ્યના લગતો મહત્વનો નિર્ણય લેવાનો છે. આ ઉપરાંત કારોબારીની બેઠકમાં શાળાઓની માન્યતા પર પણ ચર્ચા કરવામાં આવશે.

 

ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે બોર્ડના ચેરમેનને મળી રજુઆત કરી છે કે ધોરણ 10 ની બદલે ધોરણ 12ને રદ કરવામાં આવે. આમ આ બંને અલગ અલગ રજુઆત કરવામાં આવી છે. જો કે શિક્ષણ બોર્ડના ચેરમેને સ્પષ્ટતા કરી હતી કે હાલ ધોરણ 10 કે 12 ને બોર્ડમાંથી રદ કરવાની શિક્ષણ વિભાગની કોઇ વિચારણા નથી પરંતુ સામાન્ય સભા અને કારોબારીમાં આ પ્રસ્તાવ મુકવામાં આવશે અને ત્યારબાદ આ મુદે ચર્ચા વિચારણા કરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news