રક્ષાબંધનના દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ

અમદાવાદ સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં આજે મેઘરાજાની પધરામણી થઈ હતી. 

રક્ષાબંધનના દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ

અમદાવાદઃ રક્ષાબંધનના તહેવારના દિવસે જ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની સવારી થઇ હતી. અમદાવાદમાં વાદાળછાયા વાતાવરણ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં હતાં. શહેરના સેટેલાઇટ, પ્રહલાદનગર, એસ.જી હાઇવેમાં વરસાદ પડ્યો હતો. સુરતમાં પણ કતારગામ,વેડરોડ અને ચોક બજાર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો ભાવનગરમાં જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં દિવસભરના બફારા બાદ વરસાદ પડતા સ્થાનિકોને રાહત મળી હતી. અરવલ્લી જિલ્લામાં મોડાસા અને શામળાજી પંથકમાં વરસાદ પડ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news