વરસાદ

અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી, આ તારીખ દરમિયાન બહાર પણ ન નિકળતા નહી તો...

ગુજરાતમાં રહી રહીને જાણે ચોમાસુ જામી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના વિવિધ હિસ્સાઓમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. મહારાષ્ટ્રના દક્ષિણભાગ, મધ્યપ્રદેશ, ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો અને રાજસ્થાનના કેટલાક હિસ્સાઓમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત 12થી 15 ઓક્ટોબર દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. 20-22 ઓક્ટોબર દરમિયાન હવામાનમાં મોટો પલટો આવે તેવી શક્યતા છે. 

Sep 24, 2021, 04:53 PM IST

ગુજરાત પર મેઘરાજાની કૃપા વરસી, 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ, આજે સવારથી 36 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં હજુ પણ 4 દિવસ સારા વરસાદ (gujarat rain) ની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારે ગુજરાતમાં હાલ લોકોમાં હરખની હેલી ફેલાઈ જાય તેવો વરસાદ પડી રહ્યો છે. વરસાદના આંકડા પર નજર કરીએ તો, છેલ્લા 24 કલાક દરમિયાન 226 તાલુકામાં વરસાદ (heavy rain) નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 10 ઇંચ વરસ્યો છે. આ સિવાય જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. 

Sep 9, 2021, 09:13 AM IST

દુષ્કાળના ડાકલા વચ્ચે શું ગુજરાતમાં દૂબઈની જેમ કૃત્રિમ વરસાદ શક્ય છે? એક્સપર્ટસે આપ્યો જવાબ

  • ચોમાસુ ખેંચાતા શું ગુજરાતમાં કૃત્રિમ વરસાદ પાડવામાં આવશે?
  • 1946 શોધાયેલી આ પદ્ધતિના લાભ ઓછા છે, અને ગેરલાભ વધુ છે 
  • વાદળોના પ્રકાર પ્રમાણે અલગ અલગ રસાયણના ઉપયોગથી વરસાદ લાવી શકાય છે
  • દુષ્કાળ જેવી સ્થિતિમાં ફાયદો પરંતુ પદ્ધતિ ખર્ચાળ પર્યાવરણ માટે હાનિકારક

Aug 27, 2021, 12:02 PM IST

સરકારની હિંમત પણ તૂટી, ગુજરાતમાં ગમે ત્યારે જાહેર કરી શકે છે અનાવૃષ્ટિ

વરસાદ ખેંચાતા હવે ગુજરાતમાં દુષ્કાળ (gujarat rain) ના ડાકલા વાગી રહ્યા છે. પાક સૂકાઈ રહ્યા છે અને ખેડૂતોની હિંમત તૂટી રહી છે. ત્યારે પહેલી સપ્ટેમ્બરથી રાજ્ય સરકાર અનાવૃષ્ટિ અંગે નિર્ણય કરવા એક્શન મોડમાં આવી છે. વર્તમાન સ્થિતિને જોતા સરકારે રાહત કાર્યોનો સર્વે કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપી છે. હાલ રાજ્યના મોટા ભાગના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે રાજ્યના 60 જેટલા ડેમમાં પીવાનુ પાણી આરક્ષિત રાખવામાં આવશે. તો દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં મનરેગાનાં કામો હેઠળ રોજગારી આપવાનું આયોજન થઈ શકે છે. 

Aug 27, 2021, 11:04 AM IST

મેઘરાજાએ રિસામણા કર્યાં : આજે સવારથી ગુજરાતની માટી પર પાણીનું એક ટીપું પણ નથી પડ્યું

કોરોના બાદ હવે ગુજરાત પર જળસંકટ (gujarat rain) નો ખતરો તોળાઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનો પુરો થવા આવ્યો પરંતુ રાજ્યમાં 65 ટકા વરસાદ (monsoon) ની ઘટના કારણે હવે સરકારની ચિંતામાં પણ વધારો થયો છે.રાજ્યના 98 ડેમમાં હાલ 25 ટકા પાણી છે. જ્યારે નર્મદા ડેમમાં ક્ષમતા કરતા 20 મીટર ઓછું પાણી છે. આવામાં આજનો દિવસ વરસાદ વગર જશે તેવી ભીતિ છે. રાજ્યમાં આજે સવારે વરસાદે સંપૂર્ણ લીધો વિરામ છે. 

Aug 26, 2021, 09:14 AM IST

જળસંકટના ભણકારા : ચોમાસાની અડધી સીઝન વીતી છતાં કોરુંધાકોર છે આખું ગુજરાત 

ઑગસ્ટ મહિનામાં રાજ્યમાં સરેરાશ કરતા ઓછો વરસાદ (monsoon) થતા દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. રાજ્યમાં સરેરાશ 54 ટકા વરસાદની ઘટ છે. એટલે કે હજી સુધી જરૂરિયાત કરતા અડધો વરસાદ પણ રાજ્યમમાં નથી પડ્યો. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ પાટનગર ગાંધીનગરમાં પડ્યો છે. ગાંધીનગર જિલ્લામાં માત્ર 33 ટકા જ વરસાદ પડ્યો છે, એટલે કે 67 ટકા વરસાદની ઘટ છે. જો સુરેન્દ્રનગર જિલ્લામાં 63 ટકા વરસાદની ઘટ છે. રાજ્યના 14 જિલ્લા એવા છે જેમાં 50 ટકા કરતા વધારે વરસાદની ઘટ છે. જ્યારે રાજ્યના 13 જિલ્લાઓમાં 25 થી 40 ટકા વરસાદની ઘટ છે.

Aug 25, 2021, 03:55 PM IST

જો હવે વરસાદ નહી પડે તો વડોદરામાં ભયાનક સ્થિતિનું સર્જન થશે, મેયરે મંત્રીને પત્ર લખ્યો

વરસાદ ખેંચાતા વડોદરા કોર્પોરેશન તંત્ર મુસીબતમાં મુકાયું છે, કેમકે આજવા સરોવરની હાલ સપાટી 212 ફૂટ હોવી જોઇએ, તેની જગ્યાએ ફક્ત 206.3 ફૂટ સુધી પાણીનું લેવલ હોવાથી મેયર કેયુર રોકડીયાએ નર્મદા, શહેરી ગૃહ નિર્માણ મંત્રી યોગેશ પટેલને પત્ર લખી વિના મૂલ્યે નર્મદાનું પાણી વડોદરાને આપવામાં આવે તેવી માંગ કરી છે.

Aug 23, 2021, 06:36 PM IST

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, ગુજરાતમાં આ તારીખ બાદ ફરી આવશે વરસાદ

ગુજરાતમાં 17 ઑગસ્ટ સુધી સારા વરસાદ (gujarat rain) માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ (rain) પડી શકે છે. હાલ ઓછા વરસાદને કારણે ગુજરાતના 4 ડેમ તળિયાઝાટક સ્થિતિમાં આવી ગયા છે. 

Aug 12, 2021, 10:31 AM IST

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : 24 કલાકમાં 111 તાલુકામાં મેહુલિયો મન મૂકીને વરસ્યો

ગુજરાતમા હવે ચોમાસું જામ્યુ છે. મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે. જેથી લોકો તથા ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમા મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની નદીઓમાં વરસાદથી ધોડાપૂર (heavy rain) આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદ (gujarat rain) ના આંકડા પર નજર કરીએ તો, 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

Jul 20, 2021, 09:09 AM IST

8.5 ઈંચ વરસાદથી ઉમરગામ પાણી પાણી, આખા તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ

સાડા આઠ ઈંચ વરસાદથી વલસાડ જિલ્લાનું ઉમરગામ પાણી પાણી થઈ ગયું છે. ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. તાલુકાના ભિલાડ અંડરપાસમાં પાણી ભરાયા છે. પાણી ભરવાના કારણે વાહન વ્યવહાર બંધ થયો છે. 

Jul 18, 2021, 11:56 AM IST

આગામી 24 કલાકમાં ગુજરાતના આ શહેરોમાં છે ભારે વરસાદની આગાહી

  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી
  • માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે

Jul 16, 2021, 03:17 PM IST

મેઘરાજાને રીઝવવા માટે આદિવાસી સમાજની અનોખી પરંપરા, પુરુષો પગમાં ઘુંઘરુ બાંધીને કરે છે નાચગાન

આદિવાસી સમાજ ખેતી ઉપર નિર્ભર હોય છે ત્યારે ચાલુ વર્ષે વરસાદ (gujarat rain) ન પડતા વાંસદા તાલુકાના વાંગણ ગામે આદિવાસી પરંપરા (rituals) મુજબ નારણદેવની પૂજા કરવામાં આવી છે. ત્યારે આ પૂજા કરવાથી વરસાદ આવે છે એવી આદિવાસી સમાજમાં માનતા છે.

Jul 16, 2021, 01:05 PM IST

Photos : વરસાદમાં સોળે કળાએ ખીલ્યો ગીરા ધોધ, આસપાસ સ્વર્ગ જેવો માહોલ જોવા મળ્યો

ડાંગમાં ધોધમાર વરસાદથી જીવંત થયો ગીરા ધોધ... ધોધમાંથી પડતા પાણીથી સર્જાયો અદભૂત નજારો... સોળે કળાએ ખીલી કુદરત

Jul 13, 2021, 09:38 AM IST

વરસાદની બીજી ઈનિંગમાં 156 તાલુકામાં મેઘમહેર, ડીસામાં વીજળી પડતા મહિલાનું મોત

  • ઉત્તર અને દક્ષિણ ગુજરાતના માછીમારો માટે હવામાન વિભાગે દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. આ વિસ્તારમાં 11 તારીખથી 14 તારીખ સુધી દરિયાઇ કાંઠે 45 થી 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. ત્યારે માછીમારોને આ વિસ્તારમાં દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી

Jul 11, 2021, 08:57 AM IST

ગુજરાતમાં ચોમાસુ ફરી એક્ટિવ થયું, બપોર સુધી 19 તાલુકામાં વરસાદ વરસ્યો

હવામાન ખાતાની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવ્યો છે. આ સાથે જ ગુજરાતમાં ચોમાસું ફરીથી એક્ટિવ થયું છે. દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં વરસાદ પડ્યો છે. સુરત, વલસાડ, નવસારીમાં વરસાદનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. વરસાદ આવતા જ વાતાવરણમાં બફારો ઓછો થયો છે. સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો છે. ભાવનગર, અમરેલીમાં વરસાદ આવતા ખેડૂતો રાજીના રેડ થયા છે. બે સપ્તાહના વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતો પણ ખુશ થયા છે.

Jul 10, 2021, 03:22 PM IST