'જે રીતે ગુજરાતનાં નકશા સાથેની તસ્વીર ભેટ આપી છે, તેવી જ રીતે મને ગુજરાત 2022માં ભેટ આપશો'ને': પાટીલ

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચુંટણી વહેલી આવશે તેવી અટકળો છેલ્લા ઘણાં સમયથી ચાલતી હતી, ત્યારે આજે ડિસેમ્બર 2022માં જ ચુંટણી યોજાશે તેવું નિવેદન આપીને ચાલતી અટકળો પર સી. આર. પાટીલે પૂર્ણ વિરામ મુકી દીધું છે.

'જે રીતે ગુજરાતનાં નકશા સાથેની તસ્વીર ભેટ આપી છે, તેવી જ રીતે મને ગુજરાત 2022માં ભેટ આપશો'ને': પાટીલ

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટની રેજન્સી લગુન રીસોર્ટ ખાતે આજે સૌરાષ્ટ્ર રીયલ એસ્ટેટ સમિટ અને રાજકોટ બિલ્ડર એસોસિએશનની સામાન્ય સભા મળી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સૌરાષ્ટ્ર રીયલ એસ્ટેટ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા. ક્રેડાઇ દ્વારા આજે વુમન્સ વિંગનો પ્રારંભ આજે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું હતું કે, દેશમાં રીયલ એસ્ટેટ ઉદ્યોગ ત્રીજા નંબર પર સૌથી વધુ રોજગારી આપતો વ્યવસાય છે. રીયલ એસ્ટેટ ઉદ્યોગે પોતાની અલગ જ ઇમેજ ઉભી કરી છે. જે સાંચવીને રાખજો તેવી બિલ્ડરોને અપિલ કરી હતી. 

વધુમાં પાટીલે જણાવ્યું હતું કે, યુક્રેન અને રસિયા યુદ્ધને કારણે મોંઘવારી સતત વધી રહી છે. રીયલ એસ્ટેટ ઉદ્યોગમાં પણ લોખંડ અને સિમેન્ટનાં ભાવ વધતા મકાનની કિંમતમાં વધારો કરવો પડ્યો છે. કેટલાક સરકારી પ્રોજેક્ટ લેતા બિલ્ડરો મને રજૂઆત કરવા આવ્યા હતા અને હવેથી સરકારી કોન્ટ્રાક્ટ નહિં લે તેવી વાત કરી હતી. જોકે મેં તેમને સાથે વાત કરી અને તેની રજૂઆત મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે. બિલ્ડરોને મોંઘવારીમાં રાહત મળે તે માટે મુખ્યમંત્રી પણ પ્રયાસો કરી રહ્યા છે. 

તો બીજી તરફ રાજકોટ બિલ્ડર એસોસિએશનનાં પ્રમુખ પરેશભાઇ ગજેરાએ કહ્યું હતું કે, રીયલ એસ્ટેટ સમિટમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે બિલ્ડરો દ્વારા વુમન્સ વિંગ શરૂ કરવામાં આવી તેમાં ખરા અર્થમાં વર્કિંગ વુમન્સ કામ કરે તેવી અપીલ કરી છે. જેમાં વધુમાં વધુ મહિલાઓ સક્રિય થાય તેવા પ્રયાસ કરીશું. એટલું જ નહિં મોંઘવારીને કારણે જે મકાનનાં ભાવમાં વધારો કરવાનો વારો આવ્યો છે તેમાં ફરી ભાવ ઘટશે તો મકાન સસ્તા થાય તે માટે ભાવ પણ ઘટાડવામાં આવશે.

નોંધનીય છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સોરાષ્ટ્ર રીયલ એસ્ટેટ સમિટમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને મહત્વનું નિવેદન આપ્યું હતું. સી. આર. પાટીલે કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચુંટણી ડિસેમ્બર 2022માં જ યોજાશે. જે રીતનાં ગુજરાતનાં નકશા સાથેની તસ્વીર ભેટ આપી છે તેવી જ રીતે ગુજરાતની જનતા અને તમે લોકો મને ગુજરાત 2022માં ભેટ આપશો તેવી આશા છે તેવો સંકેત આપ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચુંટણી વહેલી આવશે તેવી અટકળો છેલ્લા ઘણાં સમયથી ચાલતી હતી, ત્યારે આજે ડિસેમ્બર 2022માં જ ચુંટણી યોજાશે તેવું નિવેદન આપીને ચાલતી અટકળો પર સી. આર. પાટીલે પૂર્ણ વિરામ મુકી દીધું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news