માત્ર 3 લોકો દ્વારા સાદગીપૂર્ણ રીતે કરાઈ ભગવાન જગન્નાથજીની રથપૂજન વિધિ
આજે વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજનો પવિત્ર દિવસ છે. આજે ભગવાન જગન્નાથજીના રથ સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથનું પૂજન કરાયું છે.
Trending Photos
અમદાવાદ : આજે વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજનો પવિત્ર દિવસ છે. આજે ભગવાન જગન્નાથજીના રથ સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથનું પૂજન કરાયું છે. કોરોના વાઇરસના કહેર વચ્ચે માત્ર 3 લોકો દ્વારા સાદગીપૂર્ણ રીતે રથપૂજન વિધિ કરાઈ છે. આ રથપૂજન વિધિ દરમિયાન ત્રણેય રથોને આસોપાલવ અને ફૂલો દ્વારા શણગારવામાં આવ્યા હતા અને વિશેષ મંત્રોચ્ચાર સાથે રથપૂજન કરાયું છે.
માન્યતા મુજબ આજે ભગવાન વિશ્વકર્મા ભગવાન જગન્નાથજી પાસે આવે છે આવે છે. નગરચર્યા માટે ભગવાનના રથના સમારકામની મંજૂરી માંગે છે. આજના દિવસે અમદાવાદનાં પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં રથયાત્રા પહેલા યોજાતી ચંદન યાત્રા કરવામાં આવશે. નોંધનીય છે કે, અખા ત્રીજનાં દિવસે યોજાતી ચંદન યાત્રાને રથયાત્રાનું સૌપ્રથમ ચરણ ગણવામાં આવે છે.
આ દિવસે ભગવાનને ચંદનના શણગાર હોવાથી તેને પ્રતિકાત્મક ચંદન યાત્રા કહેવામાં આવે છે. દરવર્ષે આ પાવન દિવસે હજારો ભક્તો ભગવાન જગન્નાથનાં દર્શન કરવા ઉમટી પડતા હોય છે પણઆ વર્ષે લૉકડાઉનનાં કારણે રથ પૂજનમાં નગરજનો આવી નહીં શકે. માત્ર મંદિરનાં મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી જ હાજર રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે