ભરતી વિવાદઃ કુલપતિએ 5 ફેકલ્ટીના હેડને બેઠક માટે બોલાવ્યા, લીક થયેલા નામ અંગે થશે તપાસ


ભરતી પ્રક્રિયા અંગે વિવાદ થયા બાદ યુનિવર્સિટીના કુલપતિ આજે પાંચ વિભાગના હેડ સાથે બેઠક કરવાના છે. ભરતી અંગેના નામે કુલપતિને બંધ કવરમાં મળવા છતાં તે નામો કઈ રીતે લીક થયા તે અંગે તપાસ કરવામાં આવશે.

ભરતી વિવાદઃ કુલપતિએ 5 ફેકલ્ટીના હેડને બેઠક માટે બોલાવ્યા, લીક થયેલા નામ અંગે થશે તપાસ

ગૌરવ દવે, રાજકોટઃ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. આ વખતે વિવાદનું કારણ કરાર આધારિત ભરતી પ્રક્રિયા છે. યુનિવર્સિટીમાં કરાર આધારિત 88 અધ્યાપકોની ભરતીમાં નામ જાહેર થતાં પહેલા જ સમગ્ર પ્રક્રિયાને રદ્દ કરી દેવામાં આવી છે. હવે કુલપતિએ 5 ફેકલ્ટીના ડીનને બેઠક માટે બોલાવ્યા છે. તો શિક્ષણ વિભાગ પર આ મામલે સરકારના આદેશની તપાસ કરાવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 

આ મામલે થશે તપાસ
ભરતી પ્રક્રિયા અંગે વિવાદ થયા બાદ યુનિવર્સિટીના કુલપતિ આજે પાંચ વિભાગના હેડ સાથે બેઠક કરવાના છે. ભરતી અંગેના નામે કુલપતિને બંધ કવરમાં મળવા છતાં તે નામો કઈ રીતે લીક થયા તે અંગે તપાસ કરવામાં આવશે. ભરતી કૌભાંડનો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. હવે યુનિવર્સિટી આ અંગે રિપોર્ટ તૈયાર કરીને શિક્ષણ વિભાગને મોકલશે. 

આ રીતે સેટિંગ થયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં લાગતાવળગતાનો સમાવેશ કરવા માટે ઇન્ટરવ્યૂમાં 40 માર્કસ રખાયા હતા. પરંતુ વિવાદ બાદ ભરતી પ્રક્રિયા રદ્દ થતાં ભાજપના સિન્ડિકેટોની વિગતો બહાર આવી છે. UGCના વર્ષ 2018ના રેગ્યુલેશન મુજબ ઇન્ટરવ્યૂનો એક પણ માર્ક નથી. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનેક વિભાગો કાયમી પ્રોફેસરો વગર ચાલી રહ્યાં છે. છેલ્લા 10 વર્ષમાં ભરતી કરવા માટે અનેક વખત અરજીઓ મંગાવવામાં આવી હતી, પરંતુ કાયમી ભરતી કરવામાં આવી નથી. થોડા દિવસ પહેલા વિવિધ ફેકલ્ટી માટે 8 કરાર આધારિત અધ્યાપકોની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ઈન્ટરવ્યૂ પૂર્ણ કરીને બંધ કવરમાં નામ કુલપતિને સોંપી દેવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news