Homework ની શરૂઆત ક્યારે અને કઈ રીતે થઈ? જાણો શાળાઓમાં કઈ રીતે આવ્યો હોમવર્કનો નિયમ!

બાળપણમાં સૌથી કોઈને એક જ બાબતની ચિંતા રહેતી હોય છે અને એ છે હોમવર્ક. સ્કૂલેથી ઘરેઆવ્યા બાદ વિદ્યાર્થીઓને સતત ચિંતા હોમવર્ક પુરુ કરવાની રહેતી હોય છે. પરંતુ હોમવર્કની શરૂઆત થવા પાછળ પણ છે રોચક કહાની.

Homework ની શરૂઆત ક્યારે અને કઈ રીતે થઈ? જાણો શાળાઓમાં કઈ રીતે આવ્યો હોમવર્કનો નિયમ!

ઝી બ્યૂરો, અમદાવાદઃ બાળપણમાં સૌથી કોઈને એક જ બાબતની ચિંતા રહેતી હોય છે અને એ છે હોમવર્ક. સ્કૂલેથી ઘરેઆવ્યા બાદ વિદ્યાર્થીઓને સતત ચિંતા હોમવર્ક પુરુ કરવાની રહેતી હોય છે. પરંતુ હોમવર્કની શરૂઆત થવા પાછળ પણ છે રોચક કહાની. કોરોના કાળમાં તો ઘરે જ શિક્ષણ લેવાની પ્રથા ખુબ વિકસિત થઈ છે.પરંતુ શાળાએ જવું અને હોમ વર્ક કરવું એ પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવે છે..બાળકોના વિકાસ માટે શિક્ષણનુ ખૂબ મહત્વ છે. શિક્ષણ મેળવવા માટે શાળાએ જવુ પણ ખૂબ મહત્વનુ છે. કેટલાક લોકો ફક્ત ઘરે રહીને જ પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે. પરંતુ બાળકો માટે શાળા ખુબ જ મહત્વનું ભાગ ભજવે છે.

No description available.

લોકો સદીઓથી આ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે અને આવુ ચાલુ રહેશે. શિક્ષકે આપેલુ હોમવર્ક કરતી વખતે દરેક બાળકોએ વિચાર્યું હશે કે હોમવર્ક કોણે બનાવ્યુ છે? નાનપણમા આપણે હંમેશાં આ પ્રશ્ન વિચારતા હતા કે હોમવર્ક નામના આ મુશ્કેલ કાર્યની શરૂઆત કોણે કરી? આજે અમે આ પ્રશ્નનો જવાબ આપીને વર્ષોથી મનમા દબાયેલ ઉત્સુકતાનો અંત લાવીશુ.

માધ્યમો અલગ, પણ હોમ વર્કની પ્રથા સરખી:
એક વસ્તુ સર્વત્ર જગ્યાએ સમાન્ય છે અને તે છે હોમવર્ક. શાળા હોય કે કોલેજ કે પછી ટ્યુશન બધે જ હોમ વર્ક આપવામાં આવે છે. અંગ્રેજ, ગુજરાતી, હિન્દી સહિતના શાળાના માધ્યમો જુદા જુદા હોય છે. પરંતુ હોમ વર્ક આપવાની પ્રથા બધે જ સરખી જોવા મળે છે.

વાસી રોટલી ફેંકતા પહેલાં આટલું જાણી લેજો, સ્વાસ્થ્ય માટે ફાયદા જાણીને અચરજમાં પડી જશો
 
રોબર્ટો નેવિલિસએ કરી હતી હોમ વર્કની શરૂઆત:
હોમ વર્ક તો બધાએ પોતાના શિક્ષકાળમાં કર્યું હશે. પણ બધા એ વાત નહીં જાણતા હોય કે હોમ વર્કની શરૂઆત રોબર્ટો નેવિલિસે કરી હતી. રોબર્ટો નેવિલિસ એક શિક્ષક હતા. જેમણે આ હોમ વર્ક આપવાની શરૂઆત કરી હતી.

1952માં થઈ હતી શરૂઆત:
ઇટાલીના રોબર્ટો વ્યવસાયે શિક્ષક હતા. તેમણે વર્ષ 1952માં હોમવર્કની શરૂઆત કરી હતી. અને ત્યારથી તે પ્રથા ચાલી આવે છે. આમ તો ગૃહકાર્ય શિક્ષણની શરૂઆત થઈ ત્યારથી ચાલ્યું આવે છે. પરંતુ સત્તાવાર રીતે હોમવર્તની શરૂઆત રોબર્ટોએ કરી હોવાનું માનવામાં આવે છે. રોબર્ટોએ વિદ્યાર્થીને સજા આપવાના હેતુથી હોમ વર્ક આપ્યું હતું. પરંતુ ત્યારથી આ પ્રથા ચાલી આવે છે.

ટેક્નોલોજી પણ ના બદલી શકી પ્રથા:
આજે શિક્ષણ ક્ષેત્ર અને શોધ થઈ રહી છે અને ટેક્નોલોજીનો વ્યાપ પણ વધી રહ્યો છે. શિક્ષણ માટે આજે મોબાઈલ, ટેબલેટ, કોમ્પ્યુટર જેવા યંત્રોનો ઉપયોગ થાય છે. હેન્ડ રાઈટિંગના બદલે આજે ટાઈપિંગનો યુગ ચાલી રહ્યો છે. પરંતુ તેમ છતા હજુ હોમવર્કની આજે પણ જિવંત છે. આજે પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ હોમવર્ક વગર અધુરું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news