saurashtra university

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 1 હજારથી વધુ યુવક-યુવતીઓ પર કર્યો સર્વે, 90% ને સોશિયલ મીડિયા હેક થવાનો ડર

નીમી પટેલ મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીનીએ ભવન અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં 1080 યુવાનો અને યુવતીઓ પર સાયબર ક્રાઇમ અને સોશિયલ સાઈટ આધારિત પ્રશ્નો પૂછીને સર્વે કર્યો.  સર્વેના આંકડાઓ જણાવે છે કે ઓનલાઇન કે ઓફ લાઈન,  સોશિયલ સાઈટ કે સમાજ જીવન બહેનો હજુ બધે અસલામતી અનુભવે છે.  
 

Sep 2, 2021, 08:28 PM IST

કોરોનાની ત્રીજી લહેરની ગુજરાતમાં શરૂઆત, પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ

ગુજરાતી કોરોનાની ત્રીજી લહેર મુદ્દે ગભરાઇ રહ્યા છે. વિવિધ નિષ્ણાંતોની આગાહી અનુસાર ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનામાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ છે. તેવામાં નાગરિકો પણ જાણે થોડા બિન્દાસ્ત બન્યા હોય તે પ્રકારે તહેવારોની સિઝનમાં બહાર ફરવા માટે નિકળી પડ્યાં છે. પછી તે ગુજરાતના પ્રવાસન ધામો હોય કે ગુજરાતની આસપાસના રાજ્યોનાં પ્રવાસન ધામ હોય તમામ સ્થળે માત્ર અને માત્ર ગુજરાતીઓ જ જોવા મળી રહ્યા છે. 

Aug 30, 2021, 09:09 PM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડમાં રજીસ્ટ્રાર જતીન સોનીને ક્લીનચીટ મળતા આક્ષેપબાજી શરૂ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ કોમ્પલેક્ષના માટી કૌભાંડમાં તપાસ રિપોર્ટ બાદ હવે આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે. 

Aug 25, 2021, 03:45 PM IST

Rajkot: ભાજપના સુશાસન સપ્તાહની ઉજવણીનો યુનિવર્સિટી ખાતે કોંગ્રેસે કર્યો વિરોધ, પરેશ ધાનાણી સહિત અન્ય નેતાઓની અટકાયત

ભારતીય જનતા પાર્ટીએ રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂરા થતાં આજે રાજ્યભરમાં જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરી છે. જેની સામે કોંગ્રેસે વિરોધ નોંધાવવા માટે શિક્ષણ બચાવો અભિયાન શરૂ કર્યું હતું. 
 

Aug 1, 2021, 01:47 PM IST

Saurashtra University ના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો, કોરોનાના બીજી લહેરમાં લોકો થયા માયટોમેનિયાનો શિકાર

દરેક વ્યક્તિમાં થોડા ઘણા અંશે ખોટું બોલવાનું વર્તન હોય છે.પરંતુ સતત ખોટું અને ખોટી વાતને વધુ શણગારી સાચી બતાવવાની વિકૃતિ પણ હોય છે જેને મિટોમેનિયા (માયટોમેનિયા) તરીકે ઓળખવામાં આવે છે.

Jul 21, 2021, 11:36 AM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 'માસ પ્રમોશન' અંગે સર્વે, જાણો વિદ્યાર્થીઓએ પ્રશ્નોના શું આપ્યા જવાબ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) મનોવિજ્ઞાન ભવન દ્વારા માસ પ્રમોશનને લઈને વિદ્યાર્થીઓનો સર્વે (Students Survey) કર્યો હતો. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે

Jul 5, 2021, 12:18 PM IST

Saurashtra University ના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો, કોરોના માટે આ બે પ્રકારના લોકો છે જવાબદાર

કોરોના વાયરસની (Coronavirus) અલગ અલગ લોકો પર અલગ અલગ અસર થતી હોય છે. જેમાં કેટલાંક પરિબળો જેમ કે જાતિ (Gender), ઉંમર (Age), ખોરાક (Diet) તેમજ વર્તનભાત (Behavior) પણ મહત્વનું પરિબળ રહ્યું છે.

Jun 29, 2021, 11:53 AM IST

સૌરાષ્ટ્ર યુનિ.ની વેક્સીનેશન ઝુંબેશ, વેક્સીન મુકાવનાર વિદ્યાર્થીઓને મળશે આ ફાયદો

કોરોનાની ત્રીજી લહેર પહેલા વધુમાં વધુ લોકો વેક્સીન મુકાવે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ વેક્સીનેશન ઓછું થઈ રહ્યું છે. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેક્સીનેશન માટે ઝુંબેશ શરૂ કરવા જઈ રહી છે

Jun 8, 2021, 11:10 PM IST

RAJKOT: કોરોના કરતા કોરોનાનો ડર વધારે ઘાતક નિવડ્યો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મહત્વનું સંશોધન

* કોરોના અંગે ૧૭૧૦ લોકોનો સર્વે કરાયો
* મનો વિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગાસણ, ડો.ધારા દોશી

May 23, 2021, 10:10 PM IST

RAJKOT: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા કરવામાં આવી રદ્દ, 52 હજાર વિદ્યાર્થીઓ પર થશે અસર

કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક બની છે. દિવસેને દિવસે કોરોનાના કેસોની સંખ્યા અને મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. આજે બપોર સુધીમાં રાજકોટમાં નવા 286 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસોની સંખ્યા 29526 પર પહોંચી ચુકી છે. આ ઉપરાંત અલગ અલગ હોસ્પિટલમાં  5079 દર્દી સારવાર હેઠળ છે. 

Apr 23, 2021, 07:27 PM IST

દુનિયાથી અલગ રીતે અહીં કરાય છે કોરોના દર્દીની સારવાર, તમામ સુવિધાઓ છે ઉપલ્બધ

ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં (Saurashtra University) કોવિડ કેસ સેન્ટરની અંદર કોરોના પોઝીટીવ દર્દીઓને (Corona Patient) સકારાત્મક વાતાવરણ મળી રહે તે માટે મ્યુઝિક અને મંત્રોચ્ચાર થેરાપીનો (Music and Mantra Therapy) ઉપયોગ કરીને સાજા કરવામાં આવી રહ્યા છે.

Apr 12, 2021, 03:42 PM IST

ગુજરાત યુનિવર્સિટી બાદ GTU દ્વારા તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય

રાજ્ય (Gujarat) માં વધતા જતા કોરોના (Corona) સંક્રમણના લીધે સરકાર કડક પગલાં ભરી રહી છે. ત્યારે એક પછી યુનિવર્સિટીઓ દ્રારા પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી રહી છે.

Mar 18, 2021, 08:24 PM IST

Saurashtra University નો નિર્ણય, 20 તારીખ પછીની તમામ પરીક્ષાઓ રદ્દ

રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ વધતા સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે ઓફલાઇન પરીક્ષાને બદલે ઓનલાઈન પરીક્ષા યોજવામાં આવશે.

Mar 18, 2021, 06:03 PM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના ઘરમાં કોરોનાનો પગપેસારો, પત્ની-પુત્ર પણ સંક્રમિત

યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 35 કેસ સામે આવ્યા છે. જોકે મોટાભાગનાની તબિયત સ્થિર છે અને હોમ ક્વોરેન્ટાઈન કરાયા 

Aug 29, 2020, 11:59 AM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી પીજી સેમેસ્ટર-2 પરીક્ષાનો પ્રારંભ, પહેલીવાર 134 કેન્દ્ર ફાળવાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં ક્યારેય પણ ન ફાળવવામાં આવેલ તેટલી મોટી સંખ્યામાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે

Aug 27, 2020, 11:49 AM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ 3 કોરોના પોઝિટિવ, 50 ટકા કર્મચારીઓ સાથે કામ શરૂ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ત્રીજા દિવસે કોવિડ 19નો ટેસ્ટ તેમજ હેલ્થની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણી સહિત કર્મચારીઓના ટેસ્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે. ત્યારે ગઇકાલે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 16 કર્મચારીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.

Aug 26, 2020, 04:31 PM IST

સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડૉ. નીતિન પેથાણી કોરોના પોઝિટિવ, હોમ ક્વોરન્ટાઇન થયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. નીતિન પેથાણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે તેઓને કોરોના અંગેના કોઇ લક્ષણ નહી હોવાનાં કારણે તેમને ઘરે જ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તબિયત સ્વસ્થ હોવાથી તેમને હોસ્પિટલમાં જવાનું ટાળ્યું હતું. હાલ તેમની તબિયત સ્થિર છે.

Aug 23, 2020, 11:05 PM IST

પ્રોફેસર અશ્લીલ ગીતો વગાડતા, માસિક ધર્મમાં અયોગ્ય ટિપ્પણી કરતા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિવાદો શાંત થવાનું નામ નથી લઇ રહ્યા. ખાસ કરીને પ્રોફેસર્સની લંપટલીલાઓ જેમ જેમ બહાર આવતી જાય છે તેમ તેમ યુનિવર્સિટી બદનામ થતી જાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરીથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. યુનિવર્સિટીના એમપીડી ભવનમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેના પ્રોફેસર દ્વારા તેની જાતીય સતામણી કરાતી હોવાનું જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીનીએ રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાંથી પીએચડીનો અભ્યા કરતી હતી.

Aug 1, 2020, 10:29 PM IST

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે કહ્યું, મારી કહ્યા અનુસાર કરીશ તો M.P Ed ગોલ્ડ મેડલ સાથે અપાવીશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી M.P Ed ભવનના પ્રોફેસર ડૉ. વિક્રમ વંકાણી અને ભગીરથ રાઠોડ સામે વધારે એક વિદ્યાર્થીનીએ ઇમેઇલ દ્વારા ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ સાચી છે કે ખોટી તે અંગે તપાસ ચાલુ કરવામાં આવી છે. ઉપલેટાની વિદ્યાર્થીનીના નામે કુલપતિને કરવામાં આવેલા ઇ મેઇલમાં આક્ષેપ કર્યો કે 2018-19 માં M.P.ed માં અભ્યાસ કરતી હતી. આ પ્રોફેસર દ્વારા જો મારી સાથે વાતો કરીશ અને મને મળતી રહીશ તો ગોલ્ડ મેડલ અપાવીશ તેવું જણાવ્યું હતું. 

Jul 17, 2020, 06:15 PM IST

અનોખી પહેલ: યુનિવર્સિટી પ્રોફેસર્સ દ્વારા નવા શૈક્ષણીક સત્રથી એક કલાક વધારે ભણાવાશે

હાલ સમગ્ર દેશમાં કોરોનાને પગલે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે સમગ્ર દેશનાં શૈક્ષણીક સંસ્થાનોથી માંડીને તમામ પ્રકારના સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. હાલ નાગરિકો ટોટલી લોકડાઉન છે. તેવી સ્થિતીમાં લાખો વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. તેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર્સ દ્વારા અનોખો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે આ પ્રોફેસર્સ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણીક સત્ર ચાલુ થયા બાદ એક દિવસ વધારે ભણાવવામાં આવશે. પ્રોફેસર્સે જણાવ્યું કે, જ્યારે સરકારે અમને 21 દિવસ કોઇ કામ કર્યા વગર પગાર આપ્યો છે ત્યારે માનવતાનાં ધોરણે અમારે વળતર ચુકવવું જોઇએ. આ ઉપરાંત કોઇ વિદ્યાર્થીનું પણ ભવિષ્ય બગડવું ન જોઇએ તે અમારો પ્રયાસ છે. આ ઉપરાંત નોન ટીચિંગ સ્ટાફ પણ એક કલાક વધારે કામગીરી નિભાવશે તેવો નિર્ણય લેવાયો છે. 

Apr 4, 2020, 06:14 PM IST