રફ ડાયમંડની કિંમતમાં 10 ટકાનો થયો વધારો, આ દેશોમાં સ્થિતિ સુધરતા જોવા મળી તેજી

એન્ટઅર્પમાં પણ એક મહિના પછી હીરા બજાર શરૂ થયા છે. મોટાભાગે ઓનલાઇન વેપાર ચાલી રહ્યો છે. સુરત (Surat) ના વેપારીઓ પણ ટેન્ડર ભરી ઓનલાઇન માલ ખરીદે છે.

રફ ડાયમંડની કિંમતમાં 10 ટકાનો થયો વધારો, આ દેશોમાં સ્થિતિ સુધરતા જોવા મળી તેજી

ચેતન પટેલ, સુરતઃ કોરોના (Coronavirus) છતાં છેલ્લા સવા વર્ષથી હીરા ઉદ્યોગ (Diamond Industry) માં સારી તેજી જોવા મળી છે. યુરોપિયન દેશોમાં પોલિશ્ડ ડાયમંડ (Diamond) માંથી બનતા ઝવેરાતની સારી માંગ નીકળી છે. દરમિયાન કોરોનાને પગલે ગયા વર્ષે ખાણ કંપનીઓએ રફનું ઉત્પાદન ઘટાડી દીધું હતું. જે હજુ ઓછું જ છે. આમ પોલિશ્ડ ડાયમંડ (Diamond) ની વધતી માંગને પગલે બજારમાં રફની પણ માંગ છે. તેથી ખાણ કંપનીઓ હવે ઊંચા ભાવ વસૂલવા માંડી છે.

તમામ લક્ષણો હીરા ઉદ્યોગ માટે સારા
હીરાના વેપારી નિલેશ બોડકીએ જણાવ્યું હતું કે, આફ્રિકાના દેશો અને રશિયાની હીરાની ખાણમાં રફનું ઉત્પાદન 50 ટકા ઘટાડી દીધું છે. બીજી તરફ રફની અછતને લીધે સુરત (Surat) અને મુંબઇ (Mumbai) ના ડોમેસ્ટિક માર્કેટમાં રફની કિંમત પ્રીમિયમ પછી 15 ટકા વધી છે. તેની અસર એવી થઈ છે કે, પોલિશડ હિરા (Diamond) ના ભાવમાં પણ 7 ટકા સુધીનો વધારો નોંધાયો છે. 

એન્ટઅર્પમાં પણ એક મહિના પછી હીરા બજાર શરૂ થયા છે. મોટાભાગે ઓનલાઇન વેપાર ચાલી રહ્યો છે. સુરત (Surat) ના વેપારીઓ પણ ટેન્ડર ભરી ઓનલાઇન માલ ખરીદે છે. રેપાપોર્ટમાં પણ પોલીસ ડાયમન્ડના ભાવમાં વધારો નોંધાયો છે. આ તમામ લક્ષણો હીરા ઉદ્યોગ માટે સારા છે.

યુરોપના દેશો અને ચીન, હોંગકોંગમાં સ્થિતિ સુધરતા તેજી જોવા મળી
અત્રે ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં ડી-બીયર્સની 663 મિલિયન ડોલરની સાઈટ હતી. જેનો માલ વેચાયા વગર પડી રહ્યો હતો તેને પગલે ફેબ્રુઆરીમાં સાઈટનું કદ ઘટાડી 550 મિલિયન ડોલર અને માર્ચમાં 450 મિલિયન ડોલર કરવામાં આવ્યું હતું. મે મહિનાની સાઇટ સૌથી નાની એટલે 380 યુએસ (US) મિલિયન ડોલરની હતી. તે દર્શાવે છે કે, મે મહિના સુધી હીરા ઉદ્યોગમાં નબળો વેપાર હતો. પરંતુ અચાનક જૂનના પ્રારંભમાં યુરોપના દેશો અને ચીન, હોંગકોંગમાં સ્થિતિ સુધરતા તેજી જોવા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news