શાળા સંચાલકોની દાદાગીરી સામે હાર્દિક, જિગ્નેશ અને અલ્પેશ ઠાકોર મેદાને

મહત્વનું છે કે, ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓને વારંવાર અનેક મુદ્દાઓને લઈને પરેશાન કરવામાં આવતા હોઈ છે. 

શાળા સંચાલકોની દાદાગીરી સામે હાર્દિક, જિગ્નેશ અને અલ્પેશ ઠાકોર મેદાને

અમદાવાદઃ રાજ્યમાં ફી નિયમન અને RTE સહીતના મુદ્દે શાળા સંચાલકોની વારંવાર દાદાગીરી સામે આવી રહી છે. ત્યારે વાલીઓને ન્યાય અપાવવા હવે યુવા નેતાઓ મેદાન પડ્યા છે. યુવા નેતાઓ હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે એક સાથે શિક્ષણનીતિ સામે વિરોધ નોંધાવ્યો છે.

યુવા નેતાઓના વિરોધમાં મુકેશ ભરવાડ પણ જોડાયા છે. યુવા નેતાઓના વિરોધના પગલે અમદાવાદની ઉદ્દગમ શાળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જો કે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને શાળાના અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે. શાળા સંચાલકો સાથે હાર્દિક અને અલ્પેશે મુલાકાત કરી છે.

ખાનગી શાળાના સંચાલકો ફીને લઈને વાલીઓને ગાઠી રહ્યા નથી ત્યારે હવે યુવા નેતાઓ વાલીઓને ન્યાય અપાવવા માટે એક મંચ પર જોવા મળ્યા છે. આ સમયે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news