સાબરકાંઠા જિલ્લામાં પોલીસે ચંદનના વૃક્ષની ચોરી કરનાર પુષ્પા ગેંગના 13 સભ્યોની કરી ધરપકડ

સાબરકાંઠા જિલ્લાના ઇડર પંથકમાં ખેડૂતો ખેતરના શેઢા પર કિંમતી ચંદનના ઝાડનું વાવેતર કરે છે ત્યારે ઇડર પંથકમાં તૈયાર થયેલ કિંમતી ચંદનના ઝાડની કેટલાય સમયથી ચોરી થઈ રહી છે. ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. 

સાબરકાંઠા જિલ્લામાં પોલીસે ચંદનના વૃક્ષની ચોરી કરનાર પુષ્પા ગેંગના 13 સભ્યોની કરી ધરપકડ

શૈલેશ ચૌહાણ, સાબરકાંઠાઃ સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકામાં છેલ્લા અઢી મહિનાથી સુગંધિત કિંમતી ચંદનના ઝાડની ચોરી આચરનાર પુષ્પા-પુષ્પા ગેંગના ત્રણ આરોપીઓની બાઈક સાથે એલસીબીએ ધરપકડ કરી છે. પોલીસે ચાર લાખ રૂપિયાનું સુગંધિત ચંદન રિકવર કર્યું છે. આમ ત્રણ સગીર આરોપી સહીત 13 લોકોની પોલીસે ધરપકડ કરી છે. તો પુષ્પા-પુષ્પા ગેંગના સાતઆરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. 

સાબરકાંઠા જિલ્લાના ઇડર પંથકમાં ખેડૂતો ખેતરના શેઢા પર કિંમતી ચંદનના ઝાડનું વાવેતર કરે છે ત્યારે ઇડર પંથકમાં તૈયાર થયેલ કિંમતી ચંદનના ઝાડની કેટલાય સમયથી ચોરી થઈ રહી છે. ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓએ ઇડર આસપાસથી કિંમતી ચંદન ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. બાદમાં પકડાયેલ આરોપીઓ દ્વારા ચોરીમાં મદદગાર અન્ય આરોપીઓના નામો પણ જાહેર કર્યા હતા. જેમાં ત્રણ મહિલા, ત્રણ કિશોરો સહિત અન્ય એક રીસીવર સહિત તમામ 10 જેટલા આરોપીઓ કિંમતી ચંદનની ચોરી આચરતા હતા.

આરોપીઓ દિવસે રુદ્રાક્ષ અને મહિલાઓની કટલરી વેચાણ માટે ગામડાઓમાં ફરતા હતા. તે દરમિયાન ચંદનના ઝાડની રેકી કર્યા બાદ રાત્રીના સમયે ચંદનના ઝાડને કરવત વડે કાપી ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. તો ચંદનના ઝાડ કાપ્યા બાદ લઇ જવાય તેટલા લઇ જતા હતા અને બાકીના નજીકમાં ખાડો ખોદી દાટી દેતા હતા અને સમય પ્રમાણે તે કાઢી તેમના ઇડરના સહકારી જીન માર્કેટ પાછળના મેદાનમાં નાખેલ પડાવ લઇ જતા હતા. પડાવ નજીક પણ ખાડો ખોદી ચંદન દાટી ડેટા હતા અને તેની છાલ પણ દાટી દેતા હતા. 

ઇડર તાલુકાના ઇડર પોલીસ મથકે ચોરીના સાત ગુન્હા અને જાદર પોલીસ મથકે એક એમ આઠ જેટલા ગુન્હા નોંધાયેલ છે. જેની આરોપીઓએ કબૂલાત પણ કરેલ છે. તો બીજી તરફ આરોપીઓએ અત્યાર સુધી અંદાજીત 15 લાખના ચંદન ચોરીના સાત ગુનાઓ કબુલ કરેલ છે. જેમાંથી ચાર લાખ રૂપિયાનું ચંદન ઝડપાયું છે. તો બાકીનું 11 લાખનું ચંદન ઉત્તર પ્રદેશમાં કનોજ ખાતે વેચાણ કરી દીધું છે. જિલ્લામાંથી ચોરાયેલ કિંમતી ચંદનમાંથી પોલીસે ચાર લાખ રૂપિયાનું ચંદનના ઝાડ રિકવર કર્યા છે. 

આરોપીઓએ ઈડરના ચાંડપ,સૂર્યનગર, કંપા,બડોલી, ફિંચોડ સહિતના ગામોમાંથી ચંદનના કિંમતી ઝાડની ચોરી થઈ હતી. આ ચોરી આચરનાર ગેંગ છેલ્લા ત્રણ મહિનાથી ઇડર પંથકમાં તરખાટ માચાવતી હતી. ચોરી આચરનાર આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના છે. તો ચોરી કરેલ ચંદન આરોપીઓ ઉત્તર પ્રદેશના કનૌજ ખાતે વેચાણ કરતા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news