સરપંચનું પરિણામ: મધ્ય ગુજરાતમાં ભારે રસાકસી, વડોદરાની 260 અને છોટાઉદેપુરની 230 પંચાયતોની મતગણતરી

સરપંચનું પરિણામ: મધ્ય ગુજરાતમાં ભારે રસાકસી, વડોદરાની 260 અને છોટાઉદેપુરની 230 પંચાયતોની મતગણતરી

ઝી બ્યૂરો, વડોદરાઃ વડોદરા જિલ્લામાં 260 ગ્રામપંચાયતોમાં સરપંચ સહિત 1494 વોર્ડની સામાન્ય અને બે ગ્રામપંચાયતોની પેટા ચૂંટણી રવિવારના રોજ પુરી થઈ હતી. જેની મતગણતરી આજે સવારે 9 વાગ્યાથી વડોદરા સહિત 8 સ્થળો પર 27 હોલમાં શરૂ થઇ છે. જેમાં વડોદરા તાલુકાના હિંગલોજ ગામના જયશ્રીબેન રબારી સરપંચ પદે ચૂંટાયા છે અને ઉટિયા મેહાદ ગામના સરપંચ તરીકે નટવરસિંહ રાયસિંહ ચૌહાણનો વિજય થયો છે. મતગણતરી માટે 668 મત ગણતરી સ્ટાફ, 464 પોલીસ સ્ટાફ, 65 આરોગ્ય કર્મીઓ સહિત 164 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. 2016માં 263 પંચાયતોની ચૂંટણી થઇ હતી. જેની ગણતરી 21 કલાક ચાલી હતી. આ વખતની ગણતરીમાં પણ બેલેટ હોવાથી બીજા દિવસે પરિણામ જાહેર કરાય તેવી શકયતા છે.

વડોદરા જિલ્લામાં કયા ગામમાં કોણ બન્યું સરપંચ?
-કરજણના કંઠારીયા ગામના દક્ષાબેન રબારીનો વિજય
-કરજણના સંભોઇ ગામના શૈલેષભાઇ પઢીયારનો વિજય
-કરજણા શનાપુરા ગામમાં કૌશિકભાઇ પટેલનો વિજય
-સાવલીના રસાવાડી ગામમાં દશરથસિંહ રણછોડસિંહ પરમારનો વિજય
-સાવલીના અદલવાડા ગામમાં નરેન્દ્રકુમાર વિષ્ણુભાઈનો વિજય
-વાઘોડિયાના અડીરણ ગામ સવિતાબેન નાયકનો વિજય
-પાદરાના મેઢાદ ગામમાં 5 મતનો તફાવત હોવાથી રિકાઉન્ટીંગ બાદ સંદિપભાઇ પટેલનો વિજય
-પાદરાના ગયાપુરામાં કમલેશ પટેલનો વિજય
-સાદડમાં કંચનભાઇનો ગોહિલનો વિજય
-પાદરાના સાંપલા ગામમાં યોગેશભાઈ પટેલનો વિજય.
-પાદરાના કલ્યાણકુઇમાં સરપંચના ઉમેદવાર અનિતાબેન ગોહિલનો વિજય
-પાદરાના અંબાડા ગામમાં સીમાબેન નીતિનભાઈ પટેલનો વિજય
-પાદરાના સાંપલા ગામમાં ઉમેદવાર યોગેશભાઈ પટેલનો વિજય

છોટાઉદેપુર 230 ગ્રામપંચાયતોની મતગણતરી શરૂ-
છોટાઉદેપુર જિલ્લાની 230 ગ્રામપંચાયતોની મતગણતરી પણ શરૂ થઇ ગઇ છે. સંખેડા તાલુકા સેવાસદન ખાતે સંખેડા તાલુકાની 35 ગ્રામપંચાયતોની મત ગણતરી શરૂ થઇ છે. સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં મોડેલ એશ્રા પટેલના પરિણામ પર સૌ-કોઇની નજર મંડાયેલી છે.

વડોદરાના સંખેડા તાલુકા સેવાસદન ખાતે સંખેડા તાલુકાની 35 ગ્રામપંચાયતોની મત ગણતરી શરૂ થઇ છે. વડોદરા તાલુકાની દશરથની એમ.પી.પટેલ હાઈસ્કુલ ખાતે મતગણતરી થઇ રહી છે. આ ઉપરાંત પાદરા, કરજણ, શિનોર, ડભોઈ, વાઘોડિયા, સાવલી અને ડેસર સહિત તાલુકા કક્ષાએ આઠ સ્થળોએ 27 હોલમાં કરવામાં આવી રહી છે. મતગણતરી માટે 136 ટેબલ રાખવામાં આવ્યા છે. દશરથ બ્રિજના છેડા પાસે આવેલી એમ.પી.પટેલ હાઈસ્કુલ ખાતે અનગઢ, કોટણા, દામાપુરા, સાંકરદા, નંદેસરી, ધનોરા, બાજવા, તલસટ, ખલીપુર, મારેઠા અને સયાજીપુરા ગામની ગ્રામપંચાયતની ચૂંટણીના મતદાનની મતગણતરી થઇ રહી છે. શહેર પોલીસ કમિશનરે દશરથ બ્રિજ નીચેથી ફર્ટીલાઈઝર બ્રિજ સુધી રોડની બન્ને તરફ વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કર્યો છે. આ વખતની ગણતરીમાં પણ બેલેટ હોવાથી બીજા દિવસે પરિણામ જાહેર કરાય તેવી શકયતા છે

પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર, NH-48નો સર્વિસ રોડ-દશરથ બ્રિજ પાસેના એચ.પી.પેટ્રોલપંપથી જીપ કંપનીના શો-રૂમ સુધીનો સર્વિસ રોડ વાહનો માટે પ્રતિબંધીત રહેશે. વાહનો નેશનલ હાઈવે-48 પરથી અમદાવાદ વડોદરા ઉપરાંત સુરત તરફ જઈ શકશે. જીએસએફસી કંપની તરફથી દશરથ બ્રિજ તરફ આવતો સર્વિસ રોડનો ઉપયોગ કરી શકાશે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં વર્ષ 2016ની સરખામણીએ વર્ષ 2021ની ચૂંટણીમાં 1.04 ટકા મતદાન ઓછું નોંધાયું છે. વર્ષ 2016માં 263 ગ્રામપંચાયતોની ચૂ્ંટણીમાં 83.13 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2021માં 82.09 ટકા મતદાન થયું છે. બંને ચૂંટણીમાં પાદરા તાલુકામાં સૌથી વધુ મતદાન નોંધાયું છે.

વર્ષ 2016 અને વર્ષ 2021ની મતદાનની ટકાવારી:

વર્ષ 2016માં મતદાન કેટલું થયું હતું?        
તાલુકો            પંચાયત            મતદાન
વડોદરા                42              81.93%
પાદરા                  27              87.70%
કરજણ                 17              85.04%
શિનોર                 28              78.86%
ડભોઈ                  51              82.77%
વાઘોડિયા            41               85.25%
સાવલી                44               82.66%
ડેસર                   13               83.09%
કુલ                    263              83.13%

વર્ષ 2021માં મતદાન કેટલું થયું હતું?               
તાલુકો               પંચાયત           મતદાન
વડોદરા                     39           80.21%
પાદરા                       24           87.04%
કરજણ                      22           83.03%
શિનોર                      26            78.96%
ડભોઈ                       51            80.24%
વાઘોડિયા                  38            83.07%
સાવલી                     46             83.75%
ડેસર                        14             81.31%
કુલ                         260            82.09%

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news