શ્રેય હોસ્પિટલકાંડ: ડિજિટલ લોક હોવાથી ICU ગેસ ચેમ્બર બની ગયું, લોકો તડપી તડપીને મર્યા

શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે કોરોનાનાં ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને 8 નોર્દોષનાં મોત નિપજ્યાં હતા. આઇસીયુ વોર્ડનો દરવાજો ડિજિટલ લોક કરાયું હતું. જેથી ફિંગર પ્રિન્ટ વગર કોઇ અંદર બહાર જઇ ન શકે તેવી વ્યવસ્થા હતી. જેથી હાલ તો આ અંગે પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) આ મુદ્દે ઘટના પાછળના કારણ શોધી રહ્યા છે. 
શ્રેય હોસ્પિટલકાંડ: ડિજિટલ લોક હોવાથી ICU ગેસ ચેમ્બર બની ગયું, લોકો તડપી તડપીને મર્યા

અમદાવાદ : શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે કોરોનાનાં ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને 8 નોર્દોષનાં મોત નિપજ્યાં હતા. આઇસીયુ વોર્ડનો દરવાજો ડિજિટલ લોક કરાયું હતું. જેથી ફિંગર પ્રિન્ટ વગર કોઇ અંદર બહાર જઇ ન શકે તેવી વ્યવસ્થા હતી. જેથી હાલ તો આ અંગે પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) આ મુદ્દે ઘટના પાછળના કારણ શોધી રહ્યા છે. 

શ્રેય હોસ્પિટલમાં જો કે તપાસ કરતા અનેક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી હતી. જેમાં હોસ્પિટલમાં રાખવામાં આવેલા ફાયર સેફ્ટીનાં સાધનો 2009 અને 2011ના હતા. હોસ્પિટલની બેદરકારી એટલી હદે હતી કે, ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કેન્ટીનનો ગેસ સિલિન્ડર પણ પડ્યો હતો. જો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોત તો વધારે જાનહાની થવાની શક્યતા હતી. 

સેક્ટર -1 જોઇન્ટ કમિશ્નર ઓફ પોલીસ (JCP)  આર.વી અસારીએ જણાવ્યું કે, સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. આ અંગે તપાસ શરૂ કરી હતી. હોસ્પિટલમાં ફાયર સેફ્ટી હતી કે નહી, ઇમરજન્સી એક્ઝિટ હતી કે નહી તમામ પાસાઓ અંગે તપાસ શરૂ કરી છે. હાલ 4 ટ્રસ્ટીઓ પૈકી ભરત મહંત નામના ટ્રસ્ટીને પોલીસ સ્ટેશન પુછપરછ માટે લઇ જવામાં આવ્યા છે. દર્દીઓનાં સગાઓને પણ પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવશે. 

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ - 19 ડેઝીગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં ગત મધરાત્રે 3 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભુકી હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરૂષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા હતા. ત્યારે આ દુર્ઘટના પાછળ ફાયર વિભાગ તેમજ હો્પિટલની મોટી બેદરકારી સામે આવી રહી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર શ્રેય હોસ્પિટલમાં માત્ર એક જ દરવાજો છે. અન્ય દરવાજાઓ પર કેન્ટિન અને અન્ય રીતે આડશ કરી દેવામાં આવી હતી. જેના કારણે જ્યારે આગ લાગી ત્યારે દર્દીઓ ભાગી શક્યા નહોતા. જો કે આ અંગે તંત્ર અને હોસ્પિટલની મિલિભગત હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં તો શ્રેય હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે. હોસ્પિટલ સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news