રાજ્યમાં ACBની 5 કલાકમાં 5 સ્થળોએ સફળ ટ્રેપ, ભ્રષ્ટ બાબુઓ રંગેહાથ ઝડપાયા
રાજ્યમાં જામનગર, વડોદરા , દાહોદ , અંકલેશ્વર અને અંબાજીમાં ACB દ્વારા મોટી ટ્રેપ કરવામાં આવી હતી, જેમાં અનેક મોટા અધિકારીઓ ઝડપાયા છે
Trending Photos
અમદાવાદઃ સોમવારે રાજ્યભરમાં ACB ની વ્યાપક કામગીરીથી ફફડાટ ફેલાઇ ગયો છે. રાજ્યમાં જામનગર, વડોદરા , દાહોદ , અંકલેશ્વર અને અંબાજીમાં ACB દ્વારા મોટી ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને તેમાં અનેક મોટા ભ્રષ્ટ અધિકારીઓ ફસાઇ ગયા હતા.
રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરો(ACB) દ્વારા સોમવારે લાંચિયા બાબુઓ પર તવાઇ બોલાવવામાં આવી છે. માત્ર પાંચ કલાકમાં ACB દ્વારા 5 સ્થળો પર ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જેમાં ભ્રષ્ટ બાબુઓ ફસાઈ ગયા હતા.
જામનગરમાં ACB દ્વારા ગોઠવવામાં આવેલી ટ્રેપમાં એક પીએસઆઈ રૂ.50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જામનગરના સિક્કા પોલીસ સરેશનના PSI અને બે હેડ કોન્સ્ટેબલે ટ્રક ચલાવવા માટેના હપ્તા પેટે આ રૂપિયાની માગણી કરી હતી.
દાહોદમાં ACB દ્વારા ગોઠવવામાં આવેલી ટ્રેપમાં મામલતદાર અને કોમ્યયુટર ઓપરેટર રૂ. 31 હજારની લાંચ લેતા ઝડપાયા હતા.
ACB દ્વારા અંબાજીમાં પણ એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જેમાં એક તલાટી રૂ.6 હજારની લાંચ લેતા પકડાઈ ગયા હતા. માંડલમાં પણ DYSP કક્ષાના બે અધિકારીઓને ACBએ લાંચ લેતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે