acb

Panchmahal: શહેરા તાલુકા પંચાયતના TDO અને કરાર આધારિત 3 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા

એસીબીને એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે તે સરકારની જુદી જુદી યોજનાઓમાં કોન્ટ્રાકટરનો વ્યવસાય કરે છે. જેઓને એક ટેન્ડર શહેરા પંચમહાલ ખાતેનું મનરેગાનું જે સરકારના હુકમથી મળેલ હતું. 

Oct 14, 2021, 08:20 PM IST

ભૂજ ACB ની સફળ ટ્રેપ : કુકમા ગામના મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા

  • કુકમા ગામના મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા
  • ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી

Aug 13, 2021, 10:23 AM IST

કેનાલ કિનારે રહેલી જાળીથી 2 વ્યક્તિઓનો જીવ બચાવનાર પોલીસ જવાનની બહાદુરી જોઇ ચોંકી ઉઠશો

ભાટ ગામ નજીક પોતાના 8 વર્ષના દીકરાની સારવાર કરાવી ઘનશ્યામસિંહ ઘરે જઈ રહ્યા હતા ત્યારની આ ઘટના છે. જ્યારે તેઓ ભાટ ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નર્મદા કેનાલ પર ટોળું ઊભેલું જોયું. તેઓએ તપાસ કરતા કોઈ વ્યક્તિ નર્મદા કેનાલમાં ડૂબી રહ્યો હતો. ઘનશ્યામસિંહએ પળવારનો પણ વિચાર કર્યા વગર પોતાની ગાડીમાંથી પક્કડ લઈ કેનલ પર પહોંચ્યા. કેનાલ પર ફેંસિંગ કરી લગાવેલા તાર કાપ્યા. અને ત્યાં ઉભેલા એક-બે લોકોની મદદથી તેઓ તાર વડે કેનાલમાં ઉતર્યા.

Aug 1, 2021, 05:32 PM IST

સામાન્ય લાંચમાં પકડાયેલા કર્મચારીના ઘરે ACBએ તપાસ કરતા રોકડ જોઇને આંખે અંધારા આવી ગયા

આર એન્ડ બી વિભાગ ના કલાસ 2 અધિકારી નિપુણ ચંદ્રવદન ચોકસી લાંચ કેસ માં ગુજરાત એસીબીએ અત્યાર સુધી ની સૌથી મોટી કાર્યવાહી કરી છે. એસીબીના છટકા બાદ એસીબીએ આરોપી નિપુણ ચંદ્રવદન ચોકસીના ઘર પર સર્ચ શરુ કર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં જે સામે આવ્યું તે જોઇને એસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. એસીબી દ્વારા ચંદ્રવદન ચોક્સીના ગાંધીનગર કો-ઓપરેટિવ બેંકના લોકર અને બેંક એકાઉન્ટમાં તપાસ કરી હતી. લોકરમાંથી 74 લાખ મળી આવ્યા, અન્ય બેન્ક લોકરમાંથી 1.52 લાખ રોકડ મળી આવી છે. 

Jul 20, 2021, 07:37 PM IST

Beautifull Women Cricketers: ભલ ભલી હીરોઈનો પણ આ મહિલા ક્રિકેટર્સ સામે લાગે છે ફિક્કી, જુઓ Photos

નવી દિલ્લીઃ ક્રિકેટના ચાહકો દુનિયાના દરેક દેશમાં છે. પહેલાના સમયમા ક્રિકેટમાં પુરુષ ક્રિકેટ ટીમોને વધુ પ્રાધાન્ય મળતું. પણ છેલ્લા દાયકાથી આ ટ્રેન્ડમાં બદલાવ આવ્યો છે. કારણ છે કે હવે મહિલા ક્રિકેટમાં લોકો રસ લઈ રહ્યા છે. ત્યારે, હવે મહિલા ક્રિકેટરોની ચર્ચા પણ વધી છે. તો આજે અમે તમને જણાવીશું સુંદર મહિલા ક્રિકેટરો વિશે.
 

May 22, 2021, 04:59 PM IST

કૌભાંડ: CA ફર્મના 2 ઓડિટરની ધરપકડ, ફર્મ માલિક પિતા પુત્ર ફરાર થતા નોટિસ જાહેર

એન્ટી કરપ્સન બ્યુરો દ્વારા ખેત તલાવડી કૌંભાંડમાં દિવસે ને દિવસે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ખેત તલાવડી કૌભાંડમાં અત્યાર સુધી ૧૦૦થી વધુ આરોપીઓની સંડોવણી સામે આવી છે. જ્યારે કેટલાક આરોપીઓ જામીન પર મુક્ત થયા છે. 

Mar 24, 2021, 10:25 PM IST

ONE DAY CRICKET MATCHES ની કેવી રીતે થઈ હતી શરૂઆત? જાણો વરસાદ અને વન-ડે મેચના કનેક્શન વિશેનો રોચક કિસ્સો

50 વર્ષ પહેલાં જો આ મેચમાં વરસાદ ના વરસ્યો હોત તો કદાચ ONE DAY મેચનું કોઈ અસ્તિત્વ ના હોતઃ બંને દેશના ક્રિકેડ બોર્ડના સત્તાધીશોએ એક મોટા નિર્ણય લીધો. જે મેલર્બનના લોકોના મનોરંજનના હિતમાં પણ હતો અને બંને ટીમના ખેલાડીઓને આર્થિક નફો પણ આ મેચથી મળ્યો હતો. જેમાં નક્કી કરવામાં આવ્યું કે અંતિમ દિવસે 40-40 ઓવરની (8 બોલની એક આવર) મેચ રમાશે. પણ આ મેચ માટે સ્પોન્સર શોધવું ખૂબ મુશ્કેલ હતું.

Mar 24, 2021, 01:41 PM IST

Ahmedabad: બિલ પાસ કરાવવા માટે 15 લાખની માગણી કરનાર ભાગેડુ આરોપી ડો. નરેશ મલ્હોત્રાની ધરપકડ

લાંચની માગણીના કેસમાં નાસતા-ફરતા આરોપી ડો. નરેશ મલ્હોત્રાની આજે એસીબીએ ધરપકડ કરી છે. 

Feb 17, 2021, 05:31 PM IST

ACB ની સફળ ટ્રેપ, અમરેલીમાં લાંચ લેતા એસટી ડેપોના બે કર્મીઓ ઝડપાયા

અમરેલીમાં એસીબી દ્વારા સફળ ટ્રેક કરવામાં આવી હતી. એસીબીની આ સફળ ટ્રેપમાં અમરેલી એસટી ડેપોના બે લાંચિયા કર્મીઓ ઝડપાયા હતા. ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવી આરોપીઓની ઝડપી પાડ્યા હતા. એસીબીએ એસટી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને એસટી ડ્રાઈવરની ધરપકડ કરી છે. 

Feb 8, 2021, 10:00 PM IST

ગુજરાતનો સૌથી ભ્રષ્ટ અધિકારી, અંબાણીને પણ શરમાવે તેવા વૈભવી ઠાઠ-ગાડીઓ સાથે જીવે છે વિરમ દેસાઇ

ગુજરાતમાં કથિત વિકાસ અને ભ્રષ્ટાચાર ઉન્મુલનનાં દાવાઓ વચ્ચે એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કલોકનાં નિવૃત મામલતદાર વિરમ દેસાઇ પાસેથી કરોડો રૂપિયાની મિલ્કતનો ખુલાસો કરતા ખળભળાટ મચી ગયો છે.

Jan 21, 2021, 04:18 PM IST

ધોળકા મામલતદાર અને વચેટીયો 25 લાખની લાંચ લેતા પકડાયા, ખેડૂત બતાવવા માંગ્યા હતા 75 લાખ

  • લાંચ લેતા પકડાયેલા મામલતદાર હાર્દિક ડામોરના પિતા પૂર્વ SP રહી ચૂક્યા છે. તેમજ તેમણે ACBમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં, તેમના ભાઈ તામિલનાડુમાં IGP કક્ષાના અધિકારી છે

Jan 20, 2021, 01:29 PM IST

એક કોન્સ્ટેબલ 50 લાખની લાંચ માંગી શકે? આર.આરના મોટા માથાઓની સંડોવણીની શક્યતા

ખંભાતના ખાતર કૌભાંડમાં ભીનુ સંકેલવા માટે આરઆર સેલનો એક કોન્સ્ટેબલ લાખો રૂપિયાની લાંચ લેતા એન્ટિકરપ્શન બ્યુરો દ્વારા રંગેહાથ ઝડપી લેવાયો હતો. ખંભાતના ખાતર કૌભાંડમાં નામ દાખલ નહી કરવા માટે 60 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. જો કે આખરે 50 લાખમાં સોદો નક્કી થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રાજ્ય વ્યાપી કૌભાંડને પર્દાફાશ કરવાની શેખી મારતા આરઆરસેલનો એક કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઉલ એસબીના છટકામાં 50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે.

Jan 1, 2021, 11:50 PM IST

વડોદરા મેડિકલ કોલેજના લંપટ બાબુનો એક કેસ ખોલ્યો અને પાછળ નિકળી આખી વણઝાર

સામાન્ય રીતે એસીબી દ્વારા સરકારી બાબુઓ સામે લાંચ માંગવા અંગેની ફરિયાદ નોંધવમાં આવતી હોય છે. જો કે એસીબીમાં જાતીય સતામણી બદલ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે એસીબીના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. એસીબીએ વડોદરા મેડિકલ કોલેજના એનોટોમી વિભાગના તત્કાલીન પ્રાધ્યાપક શૈલેષ નાગર વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને આઇપીસીની કલમ 354 (ક) અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. 

Nov 25, 2020, 10:12 PM IST

અમદાવાદ: ACB ના પોતાના જ કર્મચારીએ મામલતદારને બ્લેકમેલ કરી માંગી લાંચ, ઝડપાયો

એન્ટી કરપ્શન બ્યુરો રાજ્યમાં અનેક લાંચિયાઓને ઝડપી રહી છે. ભ્રષ્ટાચારના ઘેનમાં છાકટા થયેલા અનેક બાબુઓને જેલની હવા ખાતા કરી દીધા છે. જો કે હવે એસીબીનાં જ એક પૂર્વ અધિકારી એસીબી દ્વારા ઝડપી લેવાયો છે. પોલીસની સાથે સાથે એક ખાનગી વ્યક્તિ પણ ઝડપાઇ ચુક્યો છે. આ બંન્નેની હાલ અટકાયત કરવામાં આવી છે. ઘટના અંગે મળતી માહિતી અનુસાર 2019માં એસીબીની ગાંધીનગર ઓફીસમાં ફરજ પરના કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી વડનગરના તત્કાલીન મામલતદારને મળવા ગયા હતા.

Nov 1, 2020, 11:23 PM IST

ACB નો સપાટો: જિલ્લા શિક્ષણાધિકારી 10 લાખની લાંચ લેતા ઝડપાયા

તાપી જિલ્લામાં આવેલી એક શાળાને તાપીને ફટકારાયેલી નોટિસ પરત લેવાની અવેજમાં 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. શિક્ષણાધિકારી બી.એમ પટેલ દ્વારા શાળાના સંચાલકો પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરવામાં આવી હતી. જેમાં રૂપિયાની ડિલીવરી ગઇકાલે રાત્રે થવાની હતી. આ દરમિયાન ACB એ છટકું ગોઠવી ઝડપી પાડ્યા હતા. જો કે લાંચ લેવામાં અધિકારીનો સાથીદાર રવિ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ લાંચ લેતા હોય છે ત્યારે એસીબી દ્વારા આવા લાંચીયાઓને ઝડપી લેવા માટે કાર્યવાહી કરવામાં આવે છે. 

Oct 17, 2020, 04:41 PM IST

જૂનાગઢમાં ACBનું સફળ ઓપરેશન, નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા

જૂનાગઢ કલેકટર કચેરીની જમીન શાખાના નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા છે. અરજદારની જમીન બિનખેતી કરવા લાંચ માંગવામાં આવી હતી. અરજદારની ACB માં ફરીયાદને લઈને ટ્રેપ ગોઠવતાં નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાઈ ગયા હતા

Sep 23, 2020, 11:11 PM IST

કચ્છમાં ખેડૂત પાસેથી 12 હજારની લાંચ લેતા અધિકારી ABC હાથે ઝડપાયો

રાજ્ય સરકાર દ્વારા કિસાન સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજ્યના ખેડૂતો વરસાદ બાદ થયેલા નુકસાનના વળતર માટેની રાહ જોઈ રહ્યાં છે. કચ્છમાં ખેડૂત પાસેથી 12,000ની લાંચ લેતા બાગાયત ખેતીવાડી વિભાગનો અધિકારી ACBના હાથે લાંચ લેતા ઝડપાયો હતો.

Sep 23, 2020, 10:56 PM IST

શાકભાજી વેચીને માંડ પેટનો ખાડો પૂરતા ફેરિયાઓ પાસેથી લાંચ લેતા આ પોલીસ કર્મીઓને શરમ ન આવી...

  • PCRમાં ફરજ બજાવતા ત્રણેય પોલીસકર્મીઓને અમદાવાદ acbની ટીમે લાંચ લેતા ઝડપી પાડ્યાં.
  • મેટાનું વેચાણ કરવા દેવા માટે ગાયકવાડ હવેલી PCRના પોલીસ કર્મચારીઓ દ્વારા દરરોજના રૂ.50 થી રૂ.100 સુધીનો ગેરકાયદેસર રીતે રૂપિયાની માંગણી કરાતી 

Sep 16, 2020, 04:10 PM IST

‘સુતરેજા લાખો રૂપિયા સાથે અમદાવાદ આવે છે...’ 5 લાખ સાથે પકડાયા GPCBનાં કલાસ-1 ઓફિસર

સરકારી અધિકારીઓમાં લાંચ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. સામાન્ય માણસને દરેક કામ કઢાવવા માટે લાંચના રૂપિયા ચૂકવવા પડે છે. આવામાં જામનગરમાં ACB (Anti Corruption Bureau)એ મોટી કાર્યવાહી કરી છે. GPCBનાં અધિકારીને ACB માતબર રકમ સાથે પકડી પાડ્યા છે. GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા ACBનાં સકંજામાં આવ્યા છે. બી.જી.સુતરેજા પાસેથી 5 લાખથી વધુની રોકડ રકમ મળી આવી છે. છેલ્લાં એક મહિનાથી સુતરેજા પર ACB ની ચાંપતી નજર હતી, જેના બાદ આખરે તે પકડાયા હતા. 

Jul 11, 2020, 09:48 AM IST

રાજકોટ : કલાસ-2 ઈન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા

રાજકોટના કલાસ 2 ઇન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા છે. રૂપિયા 15,000 ની લાંચ લેતા એસીબીના હાથે તેઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. 12 માર્ચ 2019ના રોજ એક કલાસ 2 ઓફિસરે 15,000 ની લાંચ સ્વીકારી હોવાનું એસીબી તપાસમાં સામે આવ્યું છે. વર્ષ 2011-12 ના ઇન્કમટેક્સ રિટર્નમાં આવેલ ક્વેરી સોલ્વ કરવા ઓફિસરે 20,000 ની લાંચ માંગી હતી. બાદમાં 15,000 ની લાંચ સ્વીકારી હતી. ભોગ બનનારે એસીબીમાં આ અંગે અરજી કરી હતી. અરજીના આધારે એસીબી તપાસ શરૂ કર્યા બાદ લાંચ લીધા હોવાનું સામે આવ્યું હતું. આજે એસીબીએ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

Jun 21, 2020, 04:16 PM IST