એસીબી

સામાન્ય લાંચમાં પકડાયેલા કર્મચારીના ઘરે ACBએ તપાસ કરતા રોકડ જોઇને આંખે અંધારા આવી ગયા

આર એન્ડ બી વિભાગ ના કલાસ 2 અધિકારી નિપુણ ચંદ્રવદન ચોકસી લાંચ કેસ માં ગુજરાત એસીબીએ અત્યાર સુધી ની સૌથી મોટી કાર્યવાહી કરી છે. એસીબીના છટકા બાદ એસીબીએ આરોપી નિપુણ ચંદ્રવદન ચોકસીના ઘર પર સર્ચ શરુ કર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં જે સામે આવ્યું તે જોઇને એસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. એસીબી દ્વારા ચંદ્રવદન ચોક્સીના ગાંધીનગર કો-ઓપરેટિવ બેંકના લોકર અને બેંક એકાઉન્ટમાં તપાસ કરી હતી. લોકરમાંથી 74 લાખ મળી આવ્યા, અન્ય બેન્ક લોકરમાંથી 1.52 લાખ રોકડ મળી આવી છે. 

Jul 20, 2021, 07:37 PM IST

એક કોન્સ્ટેબલ 50 લાખની લાંચ માંગી શકે? આર.આરના મોટા માથાઓની સંડોવણીની શક્યતા

ખંભાતના ખાતર કૌભાંડમાં ભીનુ સંકેલવા માટે આરઆર સેલનો એક કોન્સ્ટેબલ લાખો રૂપિયાની લાંચ લેતા એન્ટિકરપ્શન બ્યુરો દ્વારા રંગેહાથ ઝડપી લેવાયો હતો. ખંભાતના ખાતર કૌભાંડમાં નામ દાખલ નહી કરવા માટે 60 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. જો કે આખરે 50 લાખમાં સોદો નક્કી થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રાજ્ય વ્યાપી કૌભાંડને પર્દાફાશ કરવાની શેખી મારતા આરઆરસેલનો એક કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઉલ એસબીના છટકામાં 50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે.

Jan 1, 2021, 11:50 PM IST

અમદાવાદ: ACB ના પોતાના જ કર્મચારીએ મામલતદારને બ્લેકમેલ કરી માંગી લાંચ, ઝડપાયો

એન્ટી કરપ્શન બ્યુરો રાજ્યમાં અનેક લાંચિયાઓને ઝડપી રહી છે. ભ્રષ્ટાચારના ઘેનમાં છાકટા થયેલા અનેક બાબુઓને જેલની હવા ખાતા કરી દીધા છે. જો કે હવે એસીબીનાં જ એક પૂર્વ અધિકારી એસીબી દ્વારા ઝડપી લેવાયો છે. પોલીસની સાથે સાથે એક ખાનગી વ્યક્તિ પણ ઝડપાઇ ચુક્યો છે. આ બંન્નેની હાલ અટકાયત કરવામાં આવી છે. ઘટના અંગે મળતી માહિતી અનુસાર 2019માં એસીબીની ગાંધીનગર ઓફીસમાં ફરજ પરના કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી વડનગરના તત્કાલીન મામલતદારને મળવા ગયા હતા.

Nov 1, 2020, 11:23 PM IST

ACB નો સપાટો: જિલ્લા શિક્ષણાધિકારી 10 લાખની લાંચ લેતા ઝડપાયા

તાપી જિલ્લામાં આવેલી એક શાળાને તાપીને ફટકારાયેલી નોટિસ પરત લેવાની અવેજમાં 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. શિક્ષણાધિકારી બી.એમ પટેલ દ્વારા શાળાના સંચાલકો પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરવામાં આવી હતી. જેમાં રૂપિયાની ડિલીવરી ગઇકાલે રાત્રે થવાની હતી. આ દરમિયાન ACB એ છટકું ગોઠવી ઝડપી પાડ્યા હતા. જો કે લાંચ લેવામાં અધિકારીનો સાથીદાર રવિ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ લાંચ લેતા હોય છે ત્યારે એસીબી દ્વારા આવા લાંચીયાઓને ઝડપી લેવા માટે કાર્યવાહી કરવામાં આવે છે. 

Oct 17, 2020, 04:41 PM IST

જૂનાગઢમાં ACBનું સફળ ઓપરેશન, નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા

જૂનાગઢ કલેકટર કચેરીની જમીન શાખાના નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા છે. અરજદારની જમીન બિનખેતી કરવા લાંચ માંગવામાં આવી હતી. અરજદારની ACB માં ફરીયાદને લઈને ટ્રેપ ગોઠવતાં નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાઈ ગયા હતા

Sep 23, 2020, 11:11 PM IST

કચ્છમાં ખેડૂત પાસેથી 12 હજારની લાંચ લેતા અધિકારી ABC હાથે ઝડપાયો

રાજ્ય સરકાર દ્વારા કિસાન સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજ્યના ખેડૂતો વરસાદ બાદ થયેલા નુકસાનના વળતર માટેની રાહ જોઈ રહ્યાં છે. કચ્છમાં ખેડૂત પાસેથી 12,000ની લાંચ લેતા બાગાયત ખેતીવાડી વિભાગનો અધિકારી ACBના હાથે લાંચ લેતા ઝડપાયો હતો.

Sep 23, 2020, 10:56 PM IST

અમદાવાદ: PCBના લાંચિયા ક્લાસ-1 અધિકારીને ACB એ ઝડપ્યો, કરોડોની મિલ્કત મળી

એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ક્લાસ-1 અધિકારી ગિરિજાશંકર સાધુની ધરપકડ કરવામાં આવી છે. ગિરજાશંકર સાધુ સામે એસીબીમાં અપ્રમાણસર મિલ્કતનો કેસ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. જો કે તે લાંબા સમયથી ફરાર હતો. આરોપી ગુજરાત પ્રદુષણ બોર્ડમાં ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ બજાવતો હતો.  2017માં તેની લાંચ લેવાનાં કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ અપ્રમાણસર મિલ્કતનો ગુનો પણ દાખલ થયો હતો. આ મુદ્દે પંચમહાલ એસીબીના અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા હતા. 

Sep 18, 2020, 08:45 PM IST

શાકભાજી વેચીને માંડ પેટનો ખાડો પૂરતા ફેરિયાઓ પાસેથી લાંચ લેતા આ પોલીસ કર્મીઓને શરમ ન આવી...

  • PCRમાં ફરજ બજાવતા ત્રણેય પોલીસકર્મીઓને અમદાવાદ acbની ટીમે લાંચ લેતા ઝડપી પાડ્યાં.
  • મેટાનું વેચાણ કરવા દેવા માટે ગાયકવાડ હવેલી PCRના પોલીસ કર્મચારીઓ દ્વારા દરરોજના રૂ.50 થી રૂ.100 સુધીનો ગેરકાયદેસર રીતે રૂપિયાની માંગણી કરાતી 

Sep 16, 2020, 04:10 PM IST

રાજકોટ: દારૂના કેસમાં માર નહી મારવાના બદલ 80 હજારની લાંચ માંગનાર કોન્સ્ટેબલને ACB એ ઝડપ્યો

રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ કર્મચારી 80 હજાર રૂપિયાની લાંચ ACBના રંગે હાથે ઝડપાયો હતો. દારૂના કેસમાં માર નહી મારવાનાં મુદ્દે આરોપી પાસેથી 90 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જો કે લાંબી રકઝક બાદ 80 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જો કે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા પોલીસ સામે છટકુ ગોઠવ્યું હતું. ACB એ છટકું ગોઠવીને પોલીસ કર્મચારીની અટકાયત કરીને વધારે તપાસ હાથ ધરી છે. 

Jul 30, 2020, 09:44 PM IST

‘સુતરેજા લાખો રૂપિયા સાથે અમદાવાદ આવે છે...’ 5 લાખ સાથે પકડાયા GPCBનાં કલાસ-1 ઓફિસર

સરકારી અધિકારીઓમાં લાંચ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. સામાન્ય માણસને દરેક કામ કઢાવવા માટે લાંચના રૂપિયા ચૂકવવા પડે છે. આવામાં જામનગરમાં ACB (Anti Corruption Bureau)એ મોટી કાર્યવાહી કરી છે. GPCBનાં અધિકારીને ACB માતબર રકમ સાથે પકડી પાડ્યા છે. GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા ACBનાં સકંજામાં આવ્યા છે. બી.જી.સુતરેજા પાસેથી 5 લાખથી વધુની રોકડ રકમ મળી આવી છે. છેલ્લાં એક મહિનાથી સુતરેજા પર ACB ની ચાંપતી નજર હતી, જેના બાદ આખરે તે પકડાયા હતા. 

Jul 11, 2020, 09:48 AM IST

ભ્રષ્ટાચારના આરોપમાં અફઘાનિસ્તાનના આ ક્રિકેટર પર લાગ્યો 6 વર્ષનો પ્રતિબંધ

શફીકુલ્લાહ શફાકે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ભ્રષ્ટાચાર વિરોધી નિયમના ઉલ્લંઘનની વાત સ્વીકારી લીધી છે. એસીબીએ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. 

May 11, 2020, 05:44 PM IST
ACB Arrest Talati, He Was Taking Bribe In Bharuch PT3M4S

ભરૂચ: લાંચિયો તલાટી ACBના હાથે ઝડપાયો

ભરૂચના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામનો તલાટી રાહુલ ચૌધરી રૂપિયા 2 હજારની લાંચ લેતા ભરૂચ એ.સી.બી.ના હાથે ઝડપાયો હતો.

Mar 3, 2020, 07:30 PM IST

પોલીસની ઉઘરાણી? 1.40 લાખ રૂપિયા આપ નહી તો બૂટલેગર બનાવીશ તેવી ધમકી આપી અને પછી...

એન્ટી કરપ્શન બ્યુરોની અમદાવાદ ટીમે વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ વિરુધ્ધ લાંચની ફરિયાદ નોંધી ખાનગી વ્યક્તિ ને રૂપિયા 50 હજારની લાંચ લેતા ઝડપી પાડયો છે. ફરિયાદીએ ACB ને જાણ કરી હતી કે છેલ્લા ઘણા સમયથી વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રણજીતસિંહ ગોહિલ અને મહેન્દ્રસિંહ સોલંકી ફરિયાદી અને તેના ભાઇ પર ગેંગ અને દારૂ નો કેસ કરી ખોટી રીતે ફસાવી દેવાની ધમકી આપી રહ્યા છે. જે અંગે બે લાખ રૂપિયાની માગણી કરી માંગ કરતાં 1.40 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. 

Feb 15, 2020, 05:57 PM IST

સુરત: પેઢીનામા માટે બે હજારની લાંચ લેતો તલાટી રંગેહાથ ઝડપાયો

ઉધના મામલતદાર કચેરીમાં અઠવાલાઇન્સ ખાતે રેવન્યું તલાટી બે હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. વારસાઇ પેઢીનામુ બનાવવાનાં નામે અસીલ પાસેથી 2 હજારની લાંચ માંગી હતી. જેના અનુસંધાને અસીલ દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એસીબી દ્વારા છટકું ગોઠવીને તલાટીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. એસીબીએ તલાટીને રંગેહાથ ઝડપી લેતા સમગ્ર મામલતદાર કચેરીમાં ચકચાર મચી જવા પામી હતી. 

Jan 29, 2020, 10:04 PM IST
ACB Successful Trap At Kuber Bhawan In Vadodara PT1M51S

વડોદરાના કુબેર ભવનમાં ACBની સફળ ટ્રેપ

વડોદરાના કુબેર ભવનમાં ACBની સફળ ટ્રેપમાં સેલ્સ ટેક્સ વિભાગની મહિલા અધિકારી ઝડપાઈ હતી. 15 હજારની લાંચ લેતા ACBએ મહિલા અધિકારીને ઝડપી પાડી હતી. ટેક્સ સમાધાનની સ્કીમમાં લાભ આપવા લાંચ માગી હતી.

Jan 22, 2020, 11:25 PM IST
Gujarat ACB Website Hack PT6M27S

ગુજરાત ACBની વેબસાઈટ હેક

ગુજરાત ACBની વેબસાઈટ હેક થઇ હોવાનું સામે આવી રહ્યું છે. વેબસાઈટ ઉપર ચાઈનીઝ BET 365ની સાઈટ ઓપન થાય છે. લાંચ રૂશ્વત બ્યુરોની વેબ સાઈટ હેક થઇ છે.

Jan 16, 2020, 09:25 PM IST

ACB પી.આઇ ચાવડાની કૌભાંડની કલગીમાં વધારે એક પીંછુ ઉમેરાયું! જૂનાગઢમાં ફરિયાદ

તાજેતરમાં અમદાવાદમાંથી ૧૮ લાખની લાંચ લેતા ઝડપાયેલા જૂનાગઢ એસીબીના પીઆઈ ડી.ડી.ચાવડા સામે લાંચ માંગવાની વધુ એક ફરિયાદ જૂનાગઢ એસીબીએ નોંધી તપાસ રાજકોટ એકમને સોપી છે. 

Dec 30, 2019, 10:05 PM IST
Surat ACB Has The Largest Offense In History PT4M8S

સુરતમાં ACBમાં ઇતિહાસનો સૌથી મોટો ગુનો નોંધાયો

દક્ષિણ ગુજરાત માં વર્ષ 2018 માં ખેત તલાવડી ના નામે સરકારી કર્મચારીઓ દ્વારા કરોડો રૂપિયા નું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ત્યારે આવા ભ્રષ્ટ કર્મચારી પૈકી પ્રવીણ પ્રેમલ ની આવક કરતા 201 ટકા વધુ સપતિ નીકળી હતી. પ્રવીણ એ પોતાના પુત્ર ને જ ખેતતલાવડી નો કોન્ટ્રાકટ આપી દેવાયો હતો. નવસારી પોલીસે પિતા, પુત્ર અને માતા વિરુદ્ધ અપ્રમાનસર મિલકત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Dec 28, 2019, 03:45 PM IST

PIએ કહ્યું પ્રસાદીનાં બોક્ષ નીચે 18 લાખ રૂપિયા છુપાડજો અને જડપાઇ ગયા!

ACB ના ઈતિહાસમાં પહેલી વાર ACBએ ACB નાં જ પીઆઈને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. જુનાગઢના ACBના પીઆઈ ડીડી ચાવડા સનાથલ પાસે 18 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા. ACBએ આરોપી પીઆઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરુ કરી છે. ACB ની ગિરફતમાં આવેલ આ અધિકારી પોતે એક ACBના અધિકારી છે. પરંતુ લોકોને પકડતા હવે પોતે જ ઝડપાઈ ગયા અને એ પણ 18 લાખની લાંચ સાથે, નિવૃત થયેલા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના સભ્ય સચિવ સહ સંયુક્ત,પશુ પાલન નિયામક અધિકારી એસીબી સમક્ષ લાંચની માંગણીને લઈ ફરિયાદ કરવા ગયા.

Dec 25, 2019, 09:31 PM IST
Arrested PI Of ACB Taking Bribe In Junagadh PT4M13S

જૂનાગઢમાં ACBના PI લાંચ લેતા ઝડપાયો

જૂનાગઢ ACBના ઈન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા હતો. 18 લાખની લાંચ લેતા પીઆઈ ડીડી ચાવડા રંગે હાથ પકડાયા હતો. અમદાવાદ ACBએ છટકું ગોઠવ્યું હતું. ગૌશાળાના કેસમાં લાંચ માંગી હતી. અમદાવાદ ACBની ટીમે જૂનાગઢ જઈ સપાટો બોલાવ્યો હતો.

Dec 25, 2019, 11:50 AM IST