Surat North Gujarat Chutani Result 2022 હાઈ પ્રોફાઈલ જંગ, ભાજપના અભેદ્ય કિલ્લા સમાન સુરત ઉત્તર બેઠક પર કેસરિયો લહેરાયો, ભાજપનો ભવ્ય વિજય
Surat North Gujarat Chutani Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
Trending Photos
Surat North Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. સુરત ઉત્તર વિધાનસભા બેઠક (સુરત)1990થી એટલે કે સતત 7 ટર્મથી સુરત ઉત્તર બેઠક પર ભાજપનો વિજય થયો છે. પણ આ વખતે બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે આ બેઠક પર શું થાય છે તેના પર સૌકોઇની નજર રહેશે. સુરત ઉત્તર વિધાનસભા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે, જ્યારે 26 હજાર મુસ્લિમ મતદારો છે.
સુરત ઉત્તરમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. જેમાં કાંતિભાઈ હિંમતભાઈ બલારને 34293 મતથી જીત્યા છે.
2022ની ચૂંટણી
2022ના ચૂંટણી જંગ માટે ભાજપે ધારાસભ્ય કાંતી બલરને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કોંગ્રેસે અશોક પટેલને ટીકીટ આપી છે. આમ આદમી પાર્ટી તરફથી મહેન્દ્ર નવાડીયા ચૂંટણી મેદાને છે.
2017ની ચૂંટણી
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે નવા ચહેરાઓને મેદાન પર ઉતાર્યા હતા. ભાજપે કાંતિ બલર અને કોંગ્રેસે દિનેશ કાછડીયાને ટીકીટ આપી હતી. ભાજપના કાંતી બલરે જીત મેળવી ધારાસભ્ય બન્યા હતા.
2012ની ચૂંટણી
2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના અજયકુમાર ચોક્સીએ 22034 મતોની સરસાઇથી જીત મેળવી કોંગ્રેસના દિનેશ કાછડીયાને હરાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે