DANG Gujarat Chutani Result 2022: ડાંગમાં આ વખતે વિજય પટેલનો ડંકો વાગ્યો, જાણો ચૂંટણીનું પરિણામ

Dang Gujarat Chutani Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બન્ને તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના જનપ્રતિનિધિ ચૂંટી લીધાં છે. હવે માત્ર પરિણામની રાહ જોવાઈ રહી છે. ત્યારે વાત કરીએ રાજ્યના ડાંગ જિલ્લાની...તો પ્રાકૃતિક રૂપથી સંપન્ના આ જિલ્લાની ડાંગ વિધાનસભા બેઠક પર 96,909 પુરૂષ મતદારો છે. જ્યારે 96,387 મહિલા મતદારો છે. ડાંગ વિધાનસભા બેઠક પર 1,93,298 મતદારો છે.

DANG Gujarat Chutani Result 2022: ડાંગમાં આ વખતે વિજય પટેલનો ડંકો વાગ્યો, જાણો ચૂંટણીનું પરિણામ

DANG Gujarat Chunav Result 2022:  ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર સમગ્ર દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાવર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

173 ડાંગ વિધાનસભા 20 માં રાઉન્ડમા 242 મતથી ભાજપ આગળ છે. બપોરે એક વાગ્યા સુધીમાં કુલ 14280 મત થી  ભાજપ.આગળ હતું. ત્યારબાદ ડાંગમાં વિજય પટેલ વિજયી બન્યા છે.

ડાંગ વિધાનસભા બેઠક:
ડાંગના પાંચ રાજાઓને ભારત સરકારે માન્યતા પામેલ હોય તેવા વંશપરંપરાગત રાજાઓમાં સ્થાન પામ્યા છે, જે ઈ.સ. 1842ના બ્રિટિશ રાજ અને રાજાઓ વચ્ચેના કરારના કારણે છે. ડાંગ જિલ્લો 100 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો હોવાથી અહીં અનુસૂચિત જનજાતિની બેઠક ફાળવવામાં આવે છે.  ડાંગ જિલ્લા વિધાનસભા બેઠકમાં તમામ વસ્તી મુખ્ય બે પક્ષ ધરાવે છે.

2022ની ચૂંટણી-
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે વિજય પટેલને રિપીટ કર્યાં છે. જ્યારે કૉંગ્રેસે મુકેશ પટેલને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ સુનીલ ગામીતને ટિકિટ આપી છે. 

2017ની ચૂંટણી-
ડાંગના ઈતિહાસની વાત કરીએ તો 2017માં કૉંગ્રેસના ઉમેદવાર મંગળ ગાવીતને 57,820 મત મળ્યા હતા. જ્યારે ભાજપના વિજય પટેલને 57,052 મત મળ્યા હતા. ભાજપના વિજય પટેલની 768 મતોથી હાર થઈ હતી. 

2012ની ચૂંટણી-
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના મંગળ ગાવીતને 45,637 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર વિજય પટેલને 43,215 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર વિજય પટેલની 2,422 મતોથી હાર થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news