ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અંગે પીએમ મોદીએ કહ્યું: 'સુરતનું આ મોડલ પુરા હિન્દુસ્તાનનું મોડલ બની શકે છે'
Surat Natural Farming Conclave: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સથી સવારે 11:30 વાગ્યે સુરતમાં યોજાયેલા પ્રાકૃતિક ખેતી કોન્કલેવમાં વર્ચ્યુઅલ જોડાઈને સંબોધન કર્યું છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રાકૃતિક ખેતી કોન્કલેવમાં વીડિયો કોન્ફરન્સ મારફતે થોડીવારમાં સંબોધન કર્યું છે. પીએમ મોદીએ 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે આહ્વાન કર્યું હતું. ત્યારે સુરતના ખેડૂતોએ પીએમનું આહ્વાન પરિપૂર્ણ કર્યું છે. સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર કોન્કલેવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા છે. જ્યાં પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને સન્માનિત કરાયા છે.
પીએમ મોદીનું સંબોધન:
- અમૃતકલમાં દેશની પ્રગતિનો આધાર દરેકના પ્રયત્નોની ભાવના છે, જે આપણી વિકાસ યાત્રાને આગળ ધપાવી રહી છે.
- આઝાદીના 75 વર્ષ બાદ દેશે આવા અનેક લક્ષ્યો પર કામ કરવાનું શરૂ કર્યું છે, જે આવનારા સમયમાં મોટા ફેરફારોનો આધાર બનશે.
- આપણા ગામોએ બતાવ્યું છે કે ગામડાઓ માત્ર પરિવર્તન લાવી શકતા નથી પણ પરિવર્તનનું નેતૃત્વ પણ કરી શકે છે.
Addressing the Natural Farming Conclave. https://t.co/p2TaB5o2QV
— Narendra Modi (@narendramodi) July 10, 2022
- ડિજિટલ ઈન્ડિયા મિશનની અસાધારણ સફળતા પણ તે લોકોના દેશનો જવાબ છે જેઓ કહેતા હતા કે ગામડામાં પરિવર્તન લાવવું સરળ નથી.
- તેથી, જેમ જેમ આપણો ખેડૂત આગળ વધશે, જેમ આપણી ખેતી પ્રગતિ કરશે અને સમૃદ્ધ થશે, તેમ આપણો દેશ પણ પ્રગતિ કરશેઃ પીએમ
- ભારત પ્રકૃતિ અને સંસ્કૃતિ દ્વારા કૃષિ આધારિત દેશ રહ્યો છે.
- આપણું જીવન, આપણું આરોગ્ય, આપણો સમાજ આપણી કૃષિ વ્યવસ્થાનો આધાર છે.
- જ્યારે તમે પ્રાકૃતિક ખેતી સાથે જોડાવો છો ત્યારે તમારું ગૌમાતાની સેવાનું સૌભાગ્ય પણ મળે છે.
- જ્યારે તમે પાકૃતિક ખેતી કરો છો, ત્યારે તમે ધરતી માતાની સેવા કરો છો, માટીની ક્વોલિટી, તેની ઉત્પાદકતાની રક્ષા કરે છે.
- મોટામાં મોટું કામ જનભાગીદારીથી થાય તો સફળતા મળે જ છે.
- સુરતનું આ મોડલ પુરા હિન્દુસ્તાનનું મોડલ બની શકે છે
- આગામી સમયમાં દેશભરના ખેડૂતો સુરતથી ઘણું શીખશે
- 40,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા
- આટલા ઓછા સમયમાં 550થી વધુ પંચાયતોમાં કામ
- પીએમ મોદીએ કહ્યું કે, ખેડૂતોની સાથે સુરતના સરપંચોની ભૂમિકા પણ મહત્વપૂર્ણ છે.
- દેશવાસીઓ અને પંચાયતોને નેતૃત્વ અપાયું
- ગરીબો અને ખેડૂતો માટે થઈ રહ્યા છે કામ
- આગામી સમયમાં મોટા બદલાવો થશે
- મોટામાં મોટું કામ જનભાગીદારીથી થાય તો સફળતા મળે જ છે.
- સુરતનું આ મોડલ પુરા હિન્દુસ્તાનનું મોડલ બની શકે છે
- આગામી સમયમાં દેશભરના ખેડૂતો સુરતથી ઘણું શીખશે
- 40,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા
- આટલા ઓછા સમયમાં 550થી વધુ પંચાયતોમાં કામ
સુરતમાં પ્રાકૃતિક ખેતી અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે અને તેમને જોઈને દેશભરના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળશે. રસાયણવાળી ખેતીથી રોગો વધી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને આર્થિક લાભ પણ સારો એવો થાય છે.
કૃતિક ખેતી અંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે, આજે હું ખુશ છું કે મુખ્યમંત્રી અને કૃષિ વિભાગ પ્રાકૃતિક કૃષિને આંદોલનના રૂપે લઈ રહ્યા છે. રાસાયણિક ખેતીથી લોકોને નુકસાન થઈ રહ્યું છે. જમીન ઝેરી થઈ રહી છે. પ્રાણીઓ પણ બીમાર પડી રહ્યા છે. પરંતુ આપણા પીએમની ઈચ્છા છે કે ખેડૂતો આત્મનિર્ભર બને. જેણા કારણે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા છે. હું ત્રણ વર્ષથી જોઈ રહ્યો છે કે ગુજરાતનો ખેડૂત મહેનતુ છે. ત્યારે પીએમના આહ્વાન બાદ ગુજરાતના 3 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી જોડાયા છે. રાસાયણિક અને જૈવિક ખેતી કુદરતને નુકસાન કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સથી સવારે 11:30 વાગ્યે સુરતમાં યોજાયેલા પ્રાકૃતિક ખેતી કોન્કલેવમાં વર્ચ્યુઅલ જોડાઈને સંબોધન કરી રહ્યા છે. PM મોદીએ 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જણાવ્યું હતું, ત્યારે આ ખેડૂતોએ પીએમ મોદીના આ સૂચનને વધાવીને તેમનું સપનું પુરું કર્યું છે. સુરતના આ 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ખાસ તાલીમ આપવામાં આવી હતી. જેમણે પોતાની કોઠાસૂઝથી પીએમ મોદીનું આહ્વાન પરિપૂર્ણ કર્યું છે. એટલું જ નહીં, રાજ્યના 41 હજારથી વધુ ખેડૂતોને પણ પાકૃતિક ખેતી માટે ખાસ તાલીમ આપવામાં આવી હતી.
ક્યારે કર્યુ હતું પીએમ મોદીએ સૂચન
પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તા. 11 માર્ચ 2022ના ગુજરાત પંચાયત મહાસંમેલનનું આયોજન કરવામા આવ્યું હતું. વડાપ્રધાને સૂચન હતું કે દરેક ગામના સ્થાપના દિવસની ઉજવણી થાય. તે સિવાય આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે 75 પ્રભાતફેરીનું આયોજન, જળસંચયના કામો, પશુઆઓનું રસીકરણ, શાળા સ્થાપના દિવસની ઉજવણી, સ્વચ્છતા કાર્યક્રમ, ગ્રામજનો દ્વારા 75 વૃક્ષોનું વાવેતર, ખેત તલાવડી નિર્માણ અને ગામના 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવા સૂચનો કરવામા આવ્યા હતા. આ સૂચન અન્વયે તા. 12/03/2022 થી તા. 10/05/20002 સુધી બે મહિનામાં કુલ 24,68,452 કાર્યો હાથ ધરવામા આવ્યા છે.
આ પ્રસંગે વડાપ્રધાને 11 માર્ગદર્શક સૂચનો રજૂ કર્યા હતા જેના આધારે પંચાયતી રાજ સંસ્થાઓ તેની અમલવારી કરે તેમ જણાવ્યું હતું. આ સૂચનોના અમલીકરણ માટે ગુજરાત સરકારે એક્શન મોડમાં કાર્ય શરૂ કર્યું અને માત્ર બે મહિનાના ગાળામાં ગ્રામ્ય કક્ષાએ જુદી જુદી 23,51,615 પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે