ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
ગુજરાતમાં નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો છે. નકલી અધિકારીઓ હોય કે નકલી વસ્તુઓ ગુજરાતમાં રોજરોજ નવા નકલી કૌભાંડ સામે આવી રહ્યાં છે. હવે સુરતમાં નકલી લિપબામનો જથ્થો ઝડપાયો છે.
Trending Photos
સુરતઃ ગુજરાતમાં નકલીનો તો જાણે રાફડો ફાટ્યો છે. ગુજરાતમાં એવી કોઈ વસ્તું નથી કે જે તમને નકલી ન મળે...અગાઉ તમે નકલી ઘી, નકલી દૂધ કે પછી નકલી અન્ય ખાદ્ય પદાર્થો વિશે સાંભળ્યું હશે...પરંતુ અમે આપને એક એવી નકલી વસ્તુ બતાવીશું જે જાણી તમે ચોંકી જશો...કારણ કે શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે ઓરિજનલ બ્રાન્ડના પેકિંગ નકલીનો કોણ કરી રહ્યું છે કારોબાર?...શું છે એ નકલી વસ્તુ?...જુઓ આ અહેવાલમાં....
સમજાતું નથી કે નકલીના આ કાળા કારોબારમાંથી મુક્તિ મળશે ક્યારે?...જુઓ આ દ્રશ્યો...એવી કોઈ વસ્તુ નથી કે જે તમને નકલી ન મળે...દરેક ખાદ્ય પદાર્થ અને નકલી કચેરીઓ...નકલી અધિકારી અને નકલી હુકમો....દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નકલી પનીર, નકલી તેલ, નકલી ખેડૂત, નકલી યુનિવર્સિટી અને નકલી જમીનનો NA હુકમ જોઈ શકાય છે...સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી મળી આવેલા આ નકલીએ તો જાણે હાહાકાર મચાવી દીધો છે...સામાન્ય લોકોને સમજાતું નથી કે ગુજરાતમાં કંઈ અસલી મળે છે કે નહીં?.
આટલું નકલી ઓછું પડતું હતું ત્યાં હવે સુરતમાંથી નકલી લિપબામ પકડાયા છે...શિયાળામાં ખુબ ઉપયોગી એવા લિપબામનો મોટો બનાવટી જથ્થો સુરત પોલીસે ઝડપી પાડ્યો છે...શહેરના કાપોદ્રામાંથી એક લાખ 57 હજારનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે...સૌથી મોટી વાત એ છે કે લિપબામનું પેકિંગ અલગ અલગ જાણીતી બ્રાન્ડનું હતું...એટલે કે માર્કેટમાં ખ્યાતિ પ્રાપ્ત ઓરિજનલ બ્રાન્ડમાં નકલી લિપબામ ભરીને વેચાણ કરવામાં આવતું હતું...વધુ પૈસા કમાવવાની લાલચમાં લોકોને ગેરમાર્ગે દોરનારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે...નકલી લિપબામના કેસમાં પોલીસે બે વેપારીઓની ધરપકડ કરી છે...
શહેરના કપોદ્રા વિસ્તારના કેટલાક શખ્સો લાંબા સમયથી લોકોને છેતરવાનો ધંધો કરી રહ્યા હતા...આ મામલે ઘણીવાર રજૂઆતો પણ થઈ હતી...અનેક રજૂઆતો અને અરજીઓ બાદ પોલીસે એક્શન લેતાં અલગ અલગ ટુકડીઓ બનાવી તપાસ કરવામાં આવી હતી...જેમાં કપોદ્રાની સર્વોપરી સોસાયટીમાં રેડ કરતાં આ મોટો જથ્થો મળી આવ્યો હતો...હાલ પોલીસે તમામ જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. જોવાનું રહ્યું કે ગુજરાતમાં હજુ પણ શું નવું નકલી પકડાય છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે