Corona Vaccination માં હોસ્પિટલની સેવા અને સરભરાથી પ્રભાવિત થયો છું: સ્વામી વિદિત્માનંદ સરસ્વતી

અમદાવાદ સિવિલ મેડિસીટીની વિવિધ હોસ્પિટલમાં (Civil Hospital) કોરોના રસીકરણની કામગીરી સુપેરે ચાલી રહી છે. અહીં વિવિધ વયજૂથના નાગરિકોમાં કોરોના રસીકરણ (Corona vaccination) કરાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

Corona Vaccination માં હોસ્પિટલની સેવા અને સરભરાથી પ્રભાવિત થયો છું: સ્વામી વિદિત્માનંદ સરસ્વતી

અતુલ તિવારી/ અમદાવાદ: અમદાવાદ સિવિલ મેડિસીટીની વિવિધ હોસ્પિટલમાં (Civil Hospital) કોરોના રસીકરણની કામગીરી સુપેરે ચાલી રહી છે. અહીં વિવિધ વયજૂથના નાગરિકોમાં કોરોના રસીકરણ (Corona vaccination) કરાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કિડની હોસ્પિટલમાં (Kidney Hospital) 16 મી જાન્યુઆરીથી શરૂ થયેલા કોરોના રસીકરણમાં અત્યાર સુધીમાં 1550 થી વધુ હેલ્થકેર વર્કર અને 900 જેટલા ફ્રંટલાઇન કોરોના વોરીયર્સએ (Frontline Corona Warriors) કોરોના રસીકરણના ડોઝ મેળવીને ફરજ માટે પોતાની કમર કસી છે.

1 માર્ચ થી રાજ્યમાં વરિષ્ઠ નાગરિકો અને કોમોર્બિડ વ્યક્તિઓ (Comorbid Person) માટે શરૂ થયેલા કોરોના રસીકરણના મહાઅભિયાનમાં કિડની હોસ્પિટલમાં (Kidney Hospital) અત્યાર સુધીમાં 2300 જેટલા કોમોર્બિડ વ્યક્તિઓ અને 1700 થી વધુ વરિષ્ઠ નાગરિકોએ કોરોના સામે સુરક્ષા આપતી રસી મેળવી છે. અમદાવાદ (Ahmedabad) શહેરના વિવિધ ધર્મ-સંપ્રદાયોમાંથી સંત-મહંતો, શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, ખ્યાતનામ તબીબો સહિત મોટી સંખ્યામાં લોકોએ અમદાવાદ મેડિસીટીમાં આવેલી કિડની ઇન્સ્ટીટ્યુટમાં કાર્યરત કોરોના રસીકરણ (Corona vaccination) કેન્દ્રમાં રસી લઇને શહેરીજનોને વેક્સિન સુરક્ષિત હોવાનો સંદેશ પાઠવ્યો છે.

સ્વામી વિદિત્માનંદ સરસ્વતી (Swami Viditmanand Saraswati) કોરોના રસીકરણના બન્ને ડોઝ મેળવ્યા બાદ કહ્યું કે કિડની હોસ્પિટલની (Kidney Hospital) રસીકરણ માટેની સેવા સાથેની સરભરાને હું બિરદાવું છું. સરકાર દ્વારા કોરોના રસીકરણનું (Corona vaccination) મહાઅભિયાન ચલાવીને નાગરિકોને મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે રસીકરણ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું ઉત્તમ કાર્ય સરકારે કર્યુ છે. કોરોના મહામારી સામે લડતના ભાગ સ્વરૂપે રસીકરણ ખૂબ જ હોવાથી દરેક નાગરિકે કોરોના રસીકરણ કરાવીને પોતાને કોરોના સામે સુરક્ષિત કરવા જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news